બુધવાર, 1 જુલાઈ, 2020

Hu Chu Anath હું છું અનાથ

Hu Chu Anath Maro Jaljo Re Hath Jain Stavan Gujarati


હું છું અનાથ મારો ઝાલજો રે હાથ 
વિનવું છું પ્રભુ ! પારસનાથ 

હું છું પ્રવાસી , નથી કોઈનો સંગાથ 
વિનવું છું પ્રભુ ! પારસનાથ 

સગાંસંબંધી સ્નેહીઓ સૌએ 
તો યે હું નિરાધાર 

એકલવાયો છું અવનિમાં 
તારો છે આધાર 
જાવું છે દૂર દૂર દેજો રે સાથ ... વીનવું છું , 

ભડભડતી આગમાંથી નાગને ઉગાર્યો 
નયનોથી વરસાવી નેહ 

સંસાર તાપે હું યે બળું છું 
ઉગારો લાવીને નેહ 
દીનબંધુ છો દીનોના નાથ ... વીનવુંછું . 

મુક્તિ નગરમાં જાવું છે મારે 
વચમાં છે સાગર મોટો 

આગળ જાઉં ત્યાં પાછો પડું છું 
મારગ મળ્યો ખોટો 
તારજો રે મને ત્રિભુવનના નાથ ... વીનવું છું .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top