ગુરુવાર, 2 જુલાઈ, 2020

Ja Sayam Panthe Diksharthi જા સંયમ પંથે દીક્ષાર્થી

Ja Sayam Panthe Diksharthi Jain Diksha Song lyrics


જા સંયમ પંથે દીક્ષાર્થી ... તારો પંથ સદા ઉજમાળ બને
જંજીર હતી જે કમની ... તે મુક્તિની વરમાળ બને
 ... જા સંયમ 

હોંશે હોંશે તું વેશ ધરે ... તે વેશ બને પાવનકારી 
ઉજ્જવળતા એની ખૂબ વધે . . જેને ભાવથી વંદે સંસારી , 
દેવો પણ ઝંખે દર્શનને ... તારો એવો દિવ્ય દેદાર બને 
... જા સંયમ 

જે જ્ઞાન તને ગુરુએ આપ્યું તે ઊતરે તારા અંતરમાં 
૨ગરગમાં એનો સ્રોત વહે તે પ્રગટે તારા વર્તનમાં , 
તારા જ્ઞાનદીપકના તેજ થકી આ દુનિયા ઝાકઝમાળ બને . 

વીતરાગતણાં વચનો વદતી ... તારી વાણી હો અમૃતધારા 
જે મારગ ઢુઢે અંધારે તારાં વેણ કરે ત્યાં અજવાળાં , 
વેરાગ્ય ભરી મધુરી ભાષા ... તારા સમયનો શણગાર બને . 

જે પરિવારે તું આજ ભળે ... તે ઉન્નત હો તુજ નામ થકી 
જીતે સહુનો તું પ્રેમ સદા ... તારા સ્વાર્થ વિહોણા પ્રેમ થકી , 
શાસનની જગમાં શાન વધે ... તારા એવા શુભ સંસ્કાર બને , 

અણગારતશાં જે આચારો ... તેનું પાલન તું દિનરાત કરે 
લલચાવે લાખ પ્રલોભન પણ ... તું ધર્મતણો સંગાથ કરે, 
સંયમનું સાચું આરાધન... તારા તરવાનો આધાર બને 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top