ગુરુવાર, 2 જુલાઈ, 2020

Ogho Che Anmolo Jain Diksha Song ઓઘો છે અણમૂલો

OGHO CHE ANMULO JAIN DIKSHA SONG STAVAN


ઓછો છે અણમૂલો... એનું ખૂબ જતન કરજો 
મોંધી છે મુહપત્તિ ... એનું રોજ રટણ કરજો ... 
આ વૈશ આપ્યો તમને ... અમે એવી શ્રદ્ધાથી 
ઉપયોગ સદા કરજો ... તમે પૂરી નિષ્ઠાથી 
આધાર લઈ એનો ... ધર્મારાધન કરજો ... ઓઘો છે . 

આ વેશ વિરાગીનો ... એનું માન ઘણું જગમાં 
મા - બાપ નમે , તમને પડે રાજા પણ પગમાં 
આ માન નથી મુજને ... એવું અર્થઘટન કરજો ....ઓઘો છે . 

આ ટુકડા કાપડના કદી ઢાલ બની રહેશે 
દાવાનળ લાગે તો દીવાલ બની રહેશે 
એના તાણાવાણામાં ... તપનું સિંચન કરજો ... ઓધો છે . 

આ પાવન વસ્ત્રો છે તારી કાયાનું ઢાંકણ 
બની જાયે ના જો જો એ માયાનું ઢાંકણ 
ચોખું ને ઝગમગતું દિલનું દર્પણ કરજો ... ઓધો છે . 

મેલાં કે ધોયેલાં લીસાં કે ખરબચડાં 
ફાટેલાં કે આખાં સૌ સરખાં છે કપડાં 
જ્યારે મોહદશા જાગે ત્યારે આ ચિંતન કરજો ... ઓધો છે . 

આ વેશ ઉગારે છે , એને જે અજવાળે છે 
ગાફેલ રહે એને આ વેશ ડુબાડે છે 
ડૂબવું છે કે તરવું મનમાં મંથન કરજો .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top