ગુરુવાર, 2 જુલાઈ, 2020

Jena Rom Rom Thi જેના રોમરોમથી

Jena Rom Rom Thi Tyag Ane Saiyam Jain Diksha Song lyrics


જેના રોમરોમથી ત્યાગ અને 
સંયમની વિલસે ધારા 
આ છે અણગાર અમારા 

દુનિયામાં જેની જોડ જડે ના 
એવું જીવન જીવનારા .... આ છે . 

સામગ્રી સુખની લાખ હતી, સ્વેચ્છાએ એણે ત્યાગી 
સંગાથ સ્વજનનો છોડીને સંયમની ભિક્ષા માંગી , 
દીક્ષાની સાથે પંચમહાવ્રત, અંતરમાં ધરનારા
આ છે અણગાર અમારા

ના પાંખો વીંઝે ગરમીમાં ના ઠંડીમાં કદી તાપે 
ના કાચા જળનો સ્પર્શ કરે, ના લીલોતરીને ચાપે .
નાનામાં નાના જીવોનું પણ, સંરક્ષણ કરનારા
આ છે અણગાર અમારા

જૂઠ બોલીને પ્રિય થવાનો, વિચાર પણ ના લાવે 
યા મૌન રહે યા સત્ય કહે , પરિણામ ગમે તે આવે , 
જાતે ન લે કોઈ ચીજ કદી, જો આપો તો લેનારા 
આ છે અણગાર અમારા 

ના સંગ કરે કદી નારીનો, ના અંગોપાંગ નિહાળે 
જો જરૂર પડે તો વાત કરે, પણ નયણાં નીચાં ઢાળે , 
મનથી વાણીથી કાયાથી, વ્રતનું પાલન કરનારા 
આ છે અણગાર અમારા 

ના સંગ્રહ એને કપડાંનો, ના બીજા દિવસનું ખાવું 
ના પૈસા એની ઝોળીમાં , ના એના નામે થાણુ , 
ઓછામાં ઓછા સાધનમાં, સંતોષ ધરી રહેનારા 
આ છે અણગાર અમારા 

ના છત્રધરે કદી તડકામાં , ના ફરે કદી વાહનમાં 
મારગ હો ચાહે કાંટાળો, પહેરે ના કંઈ પગમાં , 
હાથેથી સઘળા વાળ ચૂંટે, માથે મુંડન કરનારા 
આ છે અણગાર અમારા . 

કલ્યાણ જીવોનું કરવા કાજે, વિચરે દેશ વિદેશે 
ના રાયપંક કે ઊંચનીચ, સરખા સૌને ઉપદેશે , 
અપમાન કરો યા સન્માનો, સમતાભાવે રહેનારા 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top