ગુરુવાર, 2 જુલાઈ, 2020

Jain Aarti Mangal Divo Vadhai lyrics જૈન આરતી મંગળ દીવો વધાઇ

Jain Aarti Mangal Divo Vadhai lyrics

આરતી 

જય જય આરતી આદિ જીણંદા , 
નાભિરાયા મરૂ દેવી કો નંદા . 

પહેલી આરતી પૂજા કીજે , 
નરભવ પામીને લહાવો લીજે ... જય જય . 

દૂસરી આરતી દીન દયાળા , 
ધૂળેવા મંડપમાં જગ અજવાળા ... જય જય . 

તીસરી આરતી ત્રિભુવન દેવા , 
સુરનર ઈન્દ્ર કરે તોરી સેવા ... જય જય . 

ચોથી આરતી ચઉગતી ચૂરે , 
મનવાંછિત ફળ શિવમુખ પરે ... જય જય . 

પંચમી આરતી પુન્ય ઉપાયો , 
મૂળચંદે ઋષભ ગુણ ગાયો ... જય જય .


મંગલ દીવો 

દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો . 
આરતી ઉતારણ બહુ ચિરંજીવો દીવો રે . 

સોહામણો ઘેર પર્વ દિવાળી , 
અંબર ખેલે અમરા બાળી દીવો રે . 

દીપાળ ભણે એણે કુળ અજવાળી , 
ભાવે ભગતે વિઘન નિવારી દીવો રે . 

દીપાળી ભણે એણે એ કલિકાળે , 
આરતી ઉતારી રાજા કુમારપાળ દીવો રે . 

અમ ઘેર મંગલિક , તુમ ઘેર મંગલિક 
મંગલિક ચતુર્વિધ સંઘને હોજો દીવો રે . 

વધાઈ 

દીનાનાથની વધાઈ બાજે છે 
મારા નાથની વધાઈ બાજે છે 
શરણાઈ સૂર નોબત બાજે 
ઓર ધનન ધન ગાજે છે ... મારા . 

ઈન્દ્રાણી મીલ મંગલ ગાવે 
મોતીયું ન ચોક પુરાવે છે ... મારા . 

સેવક પ્રભુજી શું અરજ કરે છે 
ચરણોં કી સેવા પ્યારી લાગે છે ... મારા .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top