ગુરુવાર, 2 જુલાઈ, 2020

Jain Duha જૈન દુહા

Jain Duha જૈન દુહા

પ્રભુ શાસનને ભજનારો ... દુનિયામાં દુઃખી હોય નહીં . 
આવે જો કદી દુઃખ પાસ તો દીન હીન એ બને નહીં ; 

શાસન તારું બોલે કદીયે ... દુઃખમાં દીન બને નહીં , 
સુખની છોળો છોને ઊછળે ... લયલીન એ બને નહીં . ૧

પ્રસન્નતારી મૂર્તિ નિહાળી ... પ્રસન્નતા ફેલાતી ,
હૈયાની નિરાશા સધળી ... દૂર દૂર ઠેલાતી;

આનંદરસ સાગરની લહેરો ... હૃદયે તો લહેરાતી , 
જયાં જયાં નિહાળું બધે ... તમારી મૂર્તિ મને દેખાતી . ૨ 

ધનનન ઘનનન ઘંટ બજે ને ... ટનન ટનન ટનન ટંકાર કરે 
ધમ ધમ ધમધમ ધૂંધરું વાગે, મારા હૈડે ભક્તિનો ભાવ ચડે 

ઝણઝણ ઝણણ ઝણ ઝાલર ઝમકે... ઢમઢમ ઢમ ઢમ ઢોલ વાગે 
ખનનન ખનનન ખન હૈડું નાચે ... મારા પ્રભુના શરણે શિશ ઝુકે . ૩ 

તારી દયાનો મેઘ વરસે ... પાપી પાવન થાય ; 
અંધા દેખે પંગુ ચાલે ... મુંગા ગીતડાં ગાય . ૪ 

ધરતી સોરઠ દેશી વળી યુગ યુગનાં એંધાણ રે ; 
ત્યાં છે આદેશ્વરના બેસણાં ... વિમલાચલ એવાં નામ . પ 

ભલે પધાર્યા અમ આંગણિયે... નરનારી સૌ નમન કરે;
ધન્ય ધન્ય સોરઠના રાજા ... દર્શન કરતાં દુઃખડાં ટળે . ૬ 

પર દુઃખભંજન નાથ નિરંજન ત્રિશલાનંદન મહાવીરા . 
તને કોટિ વંદન ભવદુઃખ ભંજન પરમકૃપાળુ ઓ વીરા;

પાવાપુરીવાળા દીનદયાળા ... પરમકૃપાળુ ઓ વીરા . 
જગમંગલવાળા પંથ નિરાળા મન હરનારા મહાવીરા ! ૭

હે ફ૨૨૨ ફ૨૨૨ ફરકે ધજાયું , મંદિરે તારા સોહામણી , 
ટગર ટગર સહુ જુએ ઊડતી , ધજાઓ પેલી સોહામણી ; 
ટેહુક ટેહુક તારા મંદિરના શિખરે , મોરલિયો ટહુકાર કરે , 
આવો મંદિર ગાવો ગીતડાં , ભક્તો સૌ ટહુકાર કરે .૮

હે ધન્ય ધન્ય સૌરાષ્ટ્રની ધરતી . શુરાસંત મહંત સર્જતી . 
ધીરવીર ગંભીર જનોની પાવનકારી જયોત ઝબકતી ; 
જંગલમાં પણ મંગલ એવું તીરથ તારું ભારી ; 
દૂરદૂરથી યાત્રી આવે , યાત્રા કરવા તારી . ૯

જયાં ગરવા ગિરનારને માથે નેમનાથની છાયા પડતી રે . 
જયાં શેત્રુંજય કેરા શિખરે આદેશ્વરની ધજા ફરકતી ;
તું છે મારો સ્વામી ને હું છું દાસ તમારો , 
દાસ તણી અરદાસ સુણીને ભવના ફેરા ટાળો . ૧૦ 

જાવું નથી જીવવું નથી , જીનરાજ વિના જીવવું નથી , 
તારા ગુણોનાં ગીતડાં ગાયા વિના ગમતું નથી ;
ઉપકાર તારો શું ભૂલું , તેં શરણ દીધું પ્રેમથી 
પ્રેમલ નિયય માહરો , તારી બંદગી એ મુજ જિંદગી . ૧૧ 

હે જૈનશાસન જેવું આ જગતમાં , શાસન બીજું કોઈ નથી , 
અરિહંતોએ સ્થાપ્યું . જેને ઉત્થાપે તેને કોઈ નથી ; 
લઈ લો જીન શાસનનું શરણું , સાચો સહારો એજ અહીં , 
ભવસાગર તરવાનો મોકો , ફરી ફરી મળે નહીં . ૧૨

હે જૈન કુળે અવતાર મળો ને સાંભળવા જુનવાણી મળો , જીનપૂજા ત્રણકાળ મળો ને અંત સમય નવકાર મળો ;
રાય શ્રેયાંસનું દાન મળો ને શેઠ સુદર્શનનું શીલ મળો ૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top