ગુરુવાર, 2 જુલાઈ, 2020

Juo Re Juo Jaino Keva જુઓ રે જુઓ જૈનો

Juo Re Juo Jaino Keva Vrat Dhari Diksha Song


જુઓ રે જુઓ જૈનો કેવા વ્રતધારી 
કેવા વ્રતધારી આગે થયા નરનારી , 
થયા નરનારી તેને વંદના અમારી . . . જુઓ રે , 

જુઓ જુઓ જંબૂસ્વામી - બાળવયે બોધ પામી 
તજી ભોગ રિધ્ધિ જેને તજી આઠ નારી 
તજી આઠ નારી તેને વંદના અમારી ... જુઓ રે . 

ગજસુકુમાલ મુનિ ... ધખે શિર પર ધૂણી 
અડગ રહ્યા જે ધ્યાને ડગ્યા ન લગારી ... જુઓ રે . 

કોશ્યાના મંદિર મળે ... રહ્યા મુનિ સ્થૂલભદ્ર 
વેશ્યાસંગ વાસો તોયે ... થયા ન વિકારી ... જુઓ રે . 

સતી તે રાજુલનારી જગમાં ન જોડી એની 
પતિવ્રતા કાજે કન્યા ... રહી તે કુંવારી ... જુઓ રે . 

જનકસુતા તે સીતા ... બાર વર્ષ વનમાં વીત્યા 
ઘણું કષ્ટ વેઠ્યૂ તો યે ... રહ્યા શીલધારી ... જુઓ રે . 

ધન્ય ધન્ય નરનારી એવા દઢ ટેકધારી 
જીવિત સુધાર્યું જેણે પામ્યા ભવપારી ... જુઓ રે . 

એવું જાણી સુજ્ઞ જેનો ... એવા ઉત્તમ આપ બનો 
વીર વિજય ધર્મ પ્રેમ દીયે ગતિ સારી ... જુઓ રે .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top