ગુરુવાર, 2 જુલાઈ, 2020

Guru Vandana ગુરુ વંદના

Guru Vandana 


ગુરુદેવ ! ઓ ગુરુદેવ 
મારે કરવા છે ... દર્શન આપના 
કરું છું પ્રેમે વંદના ....

તપોવનમાં વાજાં વાગે ... ડંકો શાસનનો ગાજે 
દૂર - દૂરથી અમે આવ્યા છીએ . . . ગુરુમાને મળવા કાજે 
આપ મિલનના ... આનંદ અશ્રુ નયનમાં .... કરું છું પ્રેમ . 

વિધિવિધ ગામમાં આપ વિચરો તોયે ... રહો અમ મન મંદિરમાં 
ગુરુની આજ્ઞા દિલમાં ધારી ... રહીએ તપોવનમાં 
શશી - રવિ પરે વાત્સલ્ય આપનું રહે સદા ... કરું છું પ્રેમે . 

ગૌતમને મળ્યા વીર પ્રભુ એવા ... તારક અમને મળ્યા 
સમણું આપનું પૂરણ કરશું . બનશું શાસન રખવાળા 
શક્તિ અમોને દેજો એવી . . . કુપાળા 
કરું છું પ્રેમે વંદના ... માગું છું આશિષ આપના .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top