Kesariya re lyrics Jain Stavan
કેસરિયાં રે ... કેસરિયાં ...
તારાં ગીતો હું ગાઉં ... . મનમમંદિર પધરાવું
તારી મુદ્રા પર વારી વારી જાઉં ... જાઉં ... જાઉં ... કેસરિયાં .
જળ કળશ ભરાવું ... સ્નાન વિધિએ કરાવું
મારા અંતરના મેલ ધોવરાવું ... ધોવરાવું ... કેસરિયાં .
સોના વાટકડી લાવું . . . ચંદન પૂજા રચાયું
કરી કેસરિયાં મુક્તિપદ પાવું . . . પાવું ... કેસરિયાં ...
પંચવરણ પુષ્પ લાવું ... મોંધી માળા ગૂંથાવું
પ્રભુ કંઠે સોહાવી રંગ રાચું ... રંગ રાચું ... કેસરિયાં ...
ધૂપ પૂજા રચાવું અગર તગર મિલાવું
મારે ઊર્ધ્વ ગતિએ આજ જાવું... જાવું ... જાવું ... કેસરિયાં .
દીપક પૂજા રચાવું . . . માંહે જયોતિ પ્રગટાવું
તારી જયોતિની જયોતિ બની જાવું ... જાવું ... કેસરિયાં . .
અક્ષતપૂજા રચાવું ... માંહે સ્વસ્તિક કરાવું
હું તો અક્ષયપદ આજે પાવું . પાવું ... પાવું ... કેસરિયાં ...
નર્વૈઘ પૂજા રચાવુ વિધવિધ પકવાન્ન ધરાવું
મારે અણહારી આજ બની જાવું ... જાવું ... જાવું ... કેસરિયાં ...
કલ્પતરુ ફળ લાવું ... પ્રભુ ચરણે ધરાવું
મારે સિદ્ધશિલાએ ... આજ જાવું ... જાવું ... જાવું ... કેસરિયાં ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો