O Mara Vahala Kya Jai Aavya lyrics Jain Stavan
ઓ મારા વ્હાલા કયાં જઈ આવ્યા આજ જો
મુખડું શાને મલકે શું થઈ વાત જો ?
ઓ મારા વહાલા.
આજ અમેગ્યા ' તા . . . શત્રુંજય ગિરિરાજ જો
યાત્રા નવાણું કરતાં . . . આનંદ આજ જો
ત્યાં બિરાજે મારો ... મરુદેવીનો લાલ જો
પાયે પડતાં પાપો થયા ચકચૂર જો
મુખડું શાને મલકે .
આજ અમે ગ્યા ' તા . . . સોરઠદેશ મોઝાર જો
ગઢ ગિરનાર ચઢિયા . . . આનંદ આજ જો
ત્યાં બિરાજે અંબા . . . રાજુલ નેમનાથ જો
પાયે પડતાં પાપો થયા ચકચૂર જો
ઓ મારા વહાલા .
આજ અમે ગ્યા ' તા સમેત શિખર ગિરિરાજ જો
વામાનંદન ભેટયા . . . આનંદ આજ જો
ત્યાં બિરાજે તીર્થંકર પ્રભુ વીસ જો
પાયે પડતાં પાપો થયાં ચકચૂર જો
ઓ મારા વહાલા .
આજ અમે ગ્યા ' તા પાવાપુરી મોઝાર જો
જલમંદિર ત્યાં જોયું આનંદ આજ જો
પ્રભુ મહાવીર ભેટ્યા ભવદુઃખ જાય જો
પાયે પડતાં પાપો થયાં ચકચૂર જો
ઓ મારા વ્હાલા .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો