બુધવાર, 1 જુલાઈ, 2020

Mara Dada Ne Darbare Dhol માદા દાદાને દરબારે

Mara Dada Ne Darbare Dhol


મારા દાદાને દરબારે ઢોલ વાગે છે 
વાગે છે ઢોલ વાગે છે ; 

ગામ - ગામનાં સોનીડા આવે છે 
આવે છે શું - શું લાવે છે ? 
મારા દાદાનો મુગટ ભરાવે છે.

ગામ - ગામનાં માળીડા આવે છે 
આવે છે શું - શું લાવે છે ? 
મારા દાદાના ફૂલડાં લાવે છે 

ગામ - ગામના શ્રાવકો આવે છે 
આવે છે શું - શું લાવે છે ? 
સાચા અંતરની ભાવના લાવે છે .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top