ગુરુવાર, 2 જુલાઈ, 2020

Maru Man Lagyu Saiyam ma મારું મન લાગ્યું સંયમમાં

Maru Man Lagyu Saiyam Ma


હું તો અરિહંત અરિહંત જપું મોરી મા , મારું મન લાગ્યું સંયમમાં , 
હું તો સાસરિયે નહીં જાઉં મોરી મા , મારું મન લાગ્યું સંયમમાં . 

મેવા મીઠાઈ મને કામ નહીં આવે , 
તપસ્યાએ મનડા મોહ્યા મોરી મા ... મારું મન . 

માતા ને પિતા મને કામ નહીં આવે , 
ગુરુમાએ મનડું મોહ્યું મોરી મા ... મારું મન . 

બની ને બેનપણી મને કામ નહીં આવે , 
ગુરુબેને મનડું મોહ્યું મારી મા ... મારું મન 

પૈપ્સી ને કોલા મારે કામ નહીં આવે , 
ઉકાળેલાં પાણી મંગાવો મોરી મા ... મારું મન . 

સ્ટીલનાં વાસણ મારે કામ નહીં આવે , 
પાતરા ને તરપણી મંગાવો મોરી મા ... મારું મન . 

ડનલોપનો સોફાસેટ કામ નહીં આવે , 
કામળી કામણ કર્યું મોરી મા... મારું મન . 

ફલેટ અને બંગલા મારે કામ નહીં આવે . 
ઉપાશ્રયે મનડું મોહ્યું મોરી મા ... મારું મન . 

હીરા મોતીની માળા મને કામ નહીં આવે , 
નવકારવાળી લાગે ખરી મોરી મા ... મ મન . 

મારૂતિ ને ઈમ્પાલા કામ નહીં આવે ,
વિહારે મનડું મોહ્યું મોરી મા... મારું મન . 

કલબ અને બ્યુટી પાર્લર કામ નહીં આવે 
પ્રભુ ભક્તિએ મનડું મોહ્યું મોરી મા... મારું મન . 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top