ગુરુવાર, 2 જુલાઈ, 2020

Samro Mantra Bhalo Navkar Lyrics સમરો મંત્ર ભલો નવકાર

Samro Mantra Bhalo Navkar Lyrics


સમરો મંત્ર ભલો નવકાર , એ છે ચૌદ પૂરવનો સાર
એના મહિમાનો નહિ પાર , એનો અર્થ અનંત અપાર  

સુખમાં સમરો દુઃખમાં સમરો , સમરો દિવસને રાત 
જીવતાં સમરો મરતાં સમરો , સમરો સૌ સંગાથ 
સમરો મંત્ર . . . . 

જોગી સમરે ભોગી સમરે , સમરે રાજા રંક 
દેવો સમરે દાનવ સમરે , સમરે સૌ નિઃશંક 
સમરો મંત્ર . . . . 

અડસઠ અક્ષર એના જાણો , અડસઠ તીરથ સારા 
આઠ સંપદાથી પરમાણો , અડસિદ્ધિ દાતાર 
સમરો મંત્ર . . . .

નવપદ એના નવનિધિ આપે , ભવોભવના દુઃખકાપે 
વીર વચનથી હૃદયે સ્થાપે , પરમાતમ પદ આપે 
સમરો મંત્ર . . . .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top