ગુરુવાર, 2 જુલાઈ, 2020

Jain Sadhu Bhagwant જૈન સાધુ ભગવંતો

Jain Sadhu Bhagwant Vyakhya


પગમાં તો બૂટ નહિ ... સફારી કે સૂટ નહીં
ઝાઝી માથાકૂટ નહિ ... તેનું નામ સાધુ .... 

જેને કોઈ ગામ નહિ , હજામનું કામ નહીં . 
પૈસાનું નામ નહિ , તેનું નામ સાધુ .... 

મોટર કે કાર નહિ , સંસારનો ભાર નહીં 
જેને ઘર - બાર નહિ , તેનું નામ સાધુ ...

જેને કોઈ ઘર નહિ , દાઉદનો ડર નહીં 
પોતાનું કોઈ ઘર નહિ , તેનું નામ સાધુ ... 

ટી . વી . ના તોફાન નહિ , સ્ટીમર કે વિમાન નહીં
ફ્રીજ અને ફોન નહિ , તેનું નામ સાધુ ...

ડાઈનિંગનું ટેબલ નહિ , ટી . વી અને કેબલ નહિ ... 
ડીગ્રીના કોઈ લેબલ નહિ , તેનું નામ સાધુ...

કાચું પાણી અડે નહિ , મોંધવારી નડે નહીં 
પંચાતમાં પડે નહિ , તેનું નામ સાધુ ....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top