ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story

Motivational Story 77

-------------------------------------------------------
_પરિવાર સાથે વાંચો, અંગ્રેજોના સમયમાં બનેલી જીવદયા અંગેની એક સત્ય દાસ્તાન._
-------------------------------------------------------

_*સત્ય ઘટના*_

*રાજમહેલ હોય કે હવેલી, એમાં રહેલા રતનના દીવાઓથી કે હીરામોતી જડ્યાં પડદાઓથી, કે Belgiumના ઝુમ્મરોથી, કે નક્શી કરેલા હાથીદાંત જડેલા પલંગોથી, ખુરશીઓથી, કે પોચા ગાદી-તકિયાથી, કે ચંદનના સ્તંભોથી નથી ટકતા... એ ટકે છે, એના મજબૂત પાયાથી.*
શાખા-પ્રશાખા ને લીલુડા પાંદડાથી કે લચેલા ફળોથી જાજરમાન વૃક્ષ નથી ટટ્ટાર ઊભા રહેતા... એ ટટ્ટાર ઊભા રહે છે, એના જમીનમાં ઊતરી ગયેલા મૂળીયાથી. એની જડ, એનું જીવન છે.

*સોનાનું કોડિયું ને રુપાની વાટ, રુ ભરેલી ભલે ને હોય, પણ.. દીવો તો ઘીથી ઝગમગે, ને તેલ ખૂટતા ખેલ ખતમ.*
સામાયિક-પ્રતિક્રમણ-પૂજા, દાન-જ્ઞાન-ધ્યાનથી મંડિત લોકોત્તર વીતરાગના પ્રાસાદના ધર્મનો પાયો કોણ? મૂળ કોણ? ઘી કોણ? _વાંચો.. આ સત્યઘટનાનો ઈશારો, કદાચ.. મારો-તમારો સાચો જવાબ જડી જાય._

💖 *વગર મોતે માણસને મારવા, ને વગર વાંકે જલિયાંવાલા બાગ ઊભા કરવા, એ જેમનું Mission હતું, એમને અબોલ જીવોની-જાનવરોની લાગણી કે દયા ક્યાંથી હોવાની!* વાત ઈંદોર શહેરની છે. દેશ પર દુઃશાસન અંગ્રેજોનું હતું. *ઈંદોર શહેરની બહાર ઊંડા ને મોટા ખાડા ખોદાઈ ગયા હતા. પોતાના દેશમાં પારકાએ શું કામ ખાડા ખોદાવ્યા, એ દેશવાસીને ખબર નહિ.*

💖 અંગ્રેજ અધિકારીઓ, પોલીસો ને મજૂરો બધા રાહ જોતા હતા. ત્યાં જ ઊંચા ઘોડાઓના ડાભલાએ મેદાનને ગજવી દીધું. *એક પછી એક કદાવર, પણ.. ઘરડા ઘોડાઓને લાઈનમાં ઊભા રાખવામાં આવ્યા. જ્યારે બધા જ ઘોડા આવી ગયા ત્યારે, અંગ્રેજ અફસરે એક સીટી મારી, ને એક પછી એક ઘોડાને ખાડામાં ઊતારવાનો ક્રમ ચાલુ થયો.* જે ઘોડાઓ ચાલી ન શકે, તેને ધક્કા મારીને ખાડામાં ઉતારતા ગયા.

💖 *ઘણા બધા ઘોડા એક ખાડામાં ઉતરી ગયા, તો'ય બે-પાંચ બાકી રહ્યા હશે. ત્યારે ખાડામાં રહેલા ઘોડાઓને ધક્કા મારી દબાવી બાકીનાની જગ્યા કરી.* બધા જ ઘોડાઓ જ્યારે ખાડામાં આવી ગયા, ત્યારે અંગ્રેજ અધિકારીએ કહ્યું, *"તમે બધા જ બાજુએ ખસી જાઓ. ફાયરીંગ શરુ થાય છે. બધા જ sideમાં હટી જાઓ.''* ને.. અંગ્રેજ Soldierને બંદુક ઉપાડવાનો અધિકારીએ ઈશારો કર્યો.

💖 *થોડાક આગળ-પાછળ થઈ નિશાન બરાબર વીંધાય એ point પર ઊભા રહી બંદુકના Trigger પર આંગળી મૂકી.* Ready.. One, Two, & Three.. બોલાય... એ પહેલા તો, એક યુવાન ધસમસતો આવ્યો. ને.. મેદાનના ખાડા પાસે જઈને ઊભો રહી ગયો.. ને અંગ્રેજોને કહ્યું, *"સાહેબ! મહેરબાની કરો. ઘોડાઓને Shot ના કરો. એમને ગોળીઓથી વીંધો નહિ.''* ને.. એની આંખમાં આંસુ ધસી આવ્યા.

💖 અંગ્રેજ અધિકારીએ જોરથી બરાડો પાડ્યો. ને કહ્યું, *"अबे बनिया, हट यहाँ से। घोड़े के पहले गोली तुझे उड़ा देंगी। हट वहाँ से.."* પણ.. આ મજબૂત મનોબલી યુવાન તો ખાડામાં ઊતરીને ઘોડાની આગળ ઊભો રહી ગયો. ને બોલ્યો, *''सा'ब! इनको मत मारो।"* અંગ્રેજ ઓફીસરે કહ્યું, *''बनिया, बाहर निकल। ये Trigger दबे इतनी देर है।"* યુવાન બોલ્યો, *"साहब! घोड़े को मारने नहीं दूंगा। आप पहले मुझे Shot करो। मेरे मर जाने के बाद ही आप इसे मार सकते हो।"*

💖 આવા કોઈ જાનવરને બચાવવા માટે પોતે મરવા તૈયાર થયેલા યુવાનને જોઈ અધિકારી ઢીલો તો પડ્યો. પણ.. એનો ગુસ્સો સાતમા આસમાને ચડી ગયો. *અંગ્રેજ ફૌજે આ યુવાનને ખાડામાંથી ખેંચી કાઢ્યો. ને ઘસડ્યો. ને એને બાજુમાં લાકડાના પાટીયાથી temporary બનાવેલી cabinમાં પૂરી દીધો.* આ યુવાન હવે લાચાર હતો, બંદી હતો. પણ.. એની કરુણા, એની લાગણી તો મુક્ત હતી. ત્યાં પાબંદી નો'તી.

💖 *આ યુવાને પાટીયાની Cabinના પાટીયાની વચ્ચે-વચ્ચે gape હતો, એમાંથી જોયું તો.. આ લોકોએ દૂધનું મોટું તપેલું ગરમ કરવા મૂક્યું છે.. દૂધ ઉકળી રહ્યું છે.* ને.. યુવાને જોયું તો, જે shade નીચે આ દૂઘ ઊકળતું હતું, એ shadeના છાપરામાંથી કશુંક આ તપેલામાં ટપકતું હતું. *વારંવાર ટીપા ટપકતા જોઈ આ યુવાને ઉપર જોયું તો, એક કાળોતરો સાપ ભરાઈ બેઠો હતો. એના મોઢામાંથી ઝેર ટપકતું હતું. ને એ ઝેર દૂધમાં પડતું હતુ.*

💖 આ યુવાન સમજી ગયો. આ દૂધ જે પીશે તે મરી જવાના, બધા જ અંગ્રજો મરી જશે. પણ.. ઘોડાને મારીને. *એને પ્રભુનો ઉપદેશ યાદ આવ્યો, જીવમૈત્રી ને કરુણાનો. બે'ય માટે છલકાઈ એની આંખો! એ યુવાને બાજુમાં પડેલા વાંસડો લીધો, ને જોરથી દૂધના તપેલાને ધક્કો માર્યો. એક જ ધક્કાએ તપેલું ઊંધુ વળી ગયું.* ને પથ્થરો પર ગબડેલા તપેલાના અવાજે અંગ્રેજો ને જોનારા બધા ચમક્યા.

💖 ને.. ઘોડાને મારવાનું બાજુએ મૂકી દોડતા આવ્યા. ને જોયું તો લાકડું યુવાનના હાથમાં હતું, *"अब मर गया तूं.."* કહેતા અંગ્રેજ પોલીસોએ યુવાનને cabinની બહાર ખેંચી કાઢ્યો. ને પહેલા તો ફેંટ પકડી ખૂબ ધમકાવ્યો. ને કહ્યું, "अब देख तेरी हालत क्या होती है।" યુવાને કહ્યું, *''सा'ब! मेरी हालत तो जो करना वो करना, मगर.. ये दूध पीया होता, तो आपकी हालत क्या होती है, वो मुझे पूछो। सा'ब! ये दूध में साप का जहर ऊपर से गिर रहा था। मैंने देखा, इसलिए.. मैंने सब गिरा दिया। में भगवान महावीर का जैन श्रावक हूं। हम जैनी सभी प्राणी के मित्र है। मैत्री एवं करुणा हमारे धर्म का मूल है।"*

💖 અંગ્રેજ અધિકારીઓને ખબર નહિ શું સૂઝયું, એમણે કહ્યું, *"इनको laboratory में अभी ही taste कराओ। बनिया, अगर जहर नहीं निकला तो तूं बचेगा नहीं।"* ને.. Tasting થયું. *ઝેરનો Report આવ્યો.* બધા જ અંગ્રેજોએ આ યુવાનને Salute કરીને કહ્યું, *''बनिया! तूंने हमको बचाया। बोल, तुझे क्या इनाम चाहिए?"* "सा'ब! थोड़ा सा छोटा सा इनाम दे दो।" અંગ્રેજ, *"अबे बनिया! जो मांगे सो इनाम देंगे। बोल, तूंने तो हम सब की जान बचाई।"*

💖 ને.. તે વખતે આ ઝીંદાદીલ યુવાન બોલ્યો, *"सा'ब! अगर आप मेरे पर खुश हो, तो ये घोड़े को मारना बंध करो।''* ને.. આટલું બોલતા તો યુવાનની આંખોમાંથી ગંગા-જમના વહેવા માંડી. એ ગંગા-જમનામાં જમ જેવા જિન્નાતોના જીગર પલળાઈ ગયા. ને બોલ્યા, *"जा बनिया! एक भी घोड़े को नहीं मारेंगे। सबको छोड़ देते है।''* ને.. યુવાન અંગ્રેજોને ભેટી પડ્યો. _*એ ઈન્દોરનો યુવાન એટલે બીજો કોઈ નહિ, વઢવાણના પ્રખ્યાત આગેવાન શેઠ શ્રી રતિભાઈ.*_ રતિભાઈ પહેલા ઈન્દોરમાં વસતા હતા.

_*કથા અહીં પૂરી કરીએ. પણ.. જીવમૈત્રી ને કરુણા એ જિનમાર્ગનો પાયો છે. સમસ્ત જિનશાસનની આરાધનાનો પાયો ને સાધનાની સફળતાનું મૂળ જો કોઈ હોય તો મૈત્રી ને કરુણા છે. "मित्ति में सव्व भूएसु" આ મૂલાક્ષર છે, અરિહંતના આગમપ્રમાણ.*_

-------------------------------------------------------
_*એક સંકલ્પ કરો, આ રતિભાઈને વાંચી કે, ઘરમાં દવા નહીં છાંટીએ, વાડી ને ખેતરોમાં સ્પ્રે નહીં કરીએ.*_
-----------------------------------------------------
*पहाड़ से जो टकराए,*
*उसे तूफ़ान कहते है,*
*और तूफ़ान से जो टकराए,*
*उसे युवान कहते है!*


✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top