ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story

Motivational Story 78

-------------------------------------------------------
*આપણા સૌના શ્રદ્ધાકેન્દ્ર શ્રી ભીલડીયા પાર્શ્વનાથ દાદાના સાન્નિધ્યમાં સુવર્ણ (50) વર્ષે...*
_*"આત્માનંદી ચાતુર્માસ"*_

🚩 *આવતીકાલે અષાઢ સુદ 3, બુધવાર, તા. 24.6.2020ના સવારે પૂ.લબ્ધિ-વિક્રમગુરુપટ્ટરત્ન, શ્રદ્ધેય ગુરુદેવ પ.પૂ.આ.ભ. શ્રી વિજય યશોવર્મસૂરીશ્વરજી મહારાજા આદિ 55 ઉપરાંત સાધુ-સાધ્વીજી ભગવંતોના વિશાળ સમુદાયનો ચાતુર્માસ પ્રવેશ*

🚩 _સવારે 9:00 ક થી 11:00 ક  દરમ્યાન નવકાર મંત્રની 1 માળા અવશ્ય ગણશો, યથાશક્તિ જાપ આદિ આરાધના તથા આયંબિલ કરશો._
-------------------------------------------------------

_*સત્ય ઘટના*_

*માતા-પિતાના ઋણને ભૂલી ગયેલા ગદ્દાર દિકરાઓનો બોલતો પુરાવો એટલે વૃદ્ધાશ્રમ. દિકરા ગદ્દારને બદલે સમજદાર હોત, તો ઘરનો એક ઓરડો વૃંદાવન હોત. જેમાં માતા-પિતા, ભજન-ભોજન ને મૌજનું શેષ જીવન જીવતા હોત.* વધતા વૃદ્ધાશ્રમો એ ચિંતાજનક છે ને ચિંતનપ્રેરક છે, *તે છતાં ખારે દરિયે મીઠી વીરડી જેવા વિરલ વીરલાઓ પણ છે જ, જેના દ્રષ્ટાન્તો દિલને શાંત-પ્રશાંત ને પ્રસન્ન કરે છે.* દિલને ભીનુ કરી દેતી સત્યઘટના.

⛲ *ગુજરાતનું એ જાણીતું ગામ, જ્યાં ઘર કરતા.. ઘર છોડનારાની સંખ્યા વધારે છે. એટલે કે, ઘર કરતાં દીક્ષા વધારે છે.* એવા આ ધર્મિષ્ઠ ગામમાં એક પરિવાર. એક જ દિકરો. *દિકરાને શિક્ષણ ને સંસ્કાર બંન્ને મળે એ માટે માતા-પિતાએ પુષ્કળ ધ્યાન ને મહેનત કરી.* દિકરો જેમ-જેમ મોટો થતો ગયો, એમ-એમ એની personality ઉઘડતી ગઈ. દરેક પરીક્ષા એણે ઊંચા ગુણાંકે pass કરી.

⛲ આખું'ય કુટુંબ ખુશ હતું. એક દિવસની વાત છે. School Teacher ઘેર આવ્યા ને કહ્યું, *"આ છોકરાને તમે ગમે તેમ સગવડ કરી પરદેશ ભણવા મોકલો. આ High Talent છોકરો છે. એને Field આપો.''* માતા-પિતાને બીજાઓએ પણ કહ્યું. *છેલ્લે.. એકના એક દિકરાને પરદેશ મોકલવાનું નક્કી કર્યું. કેમ કે, બધાએ સમજાવ્યું. તમે છોકરાનું future જુઓ. તમારો સ્નેહ ને સ્વાર્થ ન જુઓ.*

⛲ ને.. Visa આદિ બધી વિધિઓ થઈ ગઈ. ને.. જવાનો દિવસ આવી ગયો. *મુંબઈ Airport પર દિકરાને અંતિમ વિદાય આપતા માતા-પિતા હીબકે ચડયા. ધ્રૂસકે-ધ્રૂસકે રડયા.* દિકરાએ બધાને ખૂબ આશ્વાસન આપ્યું, ને Plane આકાશમાં ઊંચકાયું.. ઉડયું..ને અદ્રશ્ય થયું. *પણ.. એ આકાશને જોતા રહ્યા.. કેમ કે, Plane અદ્રશ્ય આકાશમાં જ થયું હતું. આ જ તો પ્રેમ છે.. અદ્રશ્યમાં'ય દ્રશ્યને જોવાની જીજીવિષા. સાચ્ચે, માતા-પિતાના પ્રેમનો પાર નથી.*

⛲ માતા-પિતા ઘેર આવ્યા, સ્વજનો ગયા. દિકરાની વારંવાર આવતી યાદ, *ખાલી.. સાવ જ ખાલી થઈ ગયેલું ઘર માતા-પિતાને ખાવા ધાતુ.. છતાં માતા-પિતા મનથી ખુશ, છોકરાનું ભવિષ્ય તો સારું થશે.*


-------------------------------------------------------
_એક મિનિટ, કથા પછી વાંચજો.._
_*આ દિકરાને ક્રૂર કહેવાય કે નહિ? આ મા-બાપને લાગણી વિહોણા કહેવાય કે નહિ? મા-બાપ ઘરે કેવા એકલવાયા થઈ જશે, કેવા દુઃખી થશે, એ'ય દિકરાએ ન વિચાર્યું. ને.. દિકરો Foreignમાં માંદો-સાજો થશે તો કોણ એનું ધ્યાન રાખશે? બે માંથી એકે જણે આવો વિચાર ન કર્યો. છતાં.. બધા કહે છોકરાનું ભવિષ્ય ઉજળું થશે.*_

_હવે જરાક Focus ફેરવો,_

_*એક મુમુક્ષુ જ્યારે દીક્ષા લેવા જાય તે વખતે, તઘલગી જમાત જેવી આખી જાત એની ઉપર ચર્ચા ગોઠવે, ને વગર માંગે સ્ટેટમેંટો-રેફરન્સો ને.. વધુમાં વરતારા'ય કરી દે. ને મુમુક્ષુ માટે, ને એના માતા-પિતા માટે નિર્દય ને નાસમજના Shield આપી દે. આ પાપવચનના ફળ આકરા છે. ભોગવવાના આવશે ત્યારે રાતે પાણીએ રડશું, તો'ય નહિ છૂટાય.*_
-------------------------------------------------------


⛲ કથા - વર્ષો વીત્યા. યુવાને ખૂબ મહેનત કરી. *વચમાં માતા-પિતાને મળવા આવી જતો, ને છેલ્લે.. ખૂબ સરસ ઝળહળતી સફળતા સાથે Surgeon થઈ ગયો.* દેશમાં આવ્યો, લગ્ન થયા. પાછો America ગયો. બધાએ કહ્યું, *"10 વર્ષ મહેનત કરી લે, પછી ભારત આવી જા."* મા-બાપે ફરી મોકલ્યો. છોકરો ત્યાં settle થઈ ગયો. વારેવારે દિકરા-વહુ, *"મમ્મી-પપ્પા તમે આવી જ જાઓ''* નો આગ્રહ કરતા રહ્યા.

⛲ *ધીકતી કમાણી, Luxurious Life, ને દિકરાને દિકરીના જન્મ થયા.* બંન્નેને schoolમાં admission મળી ગયું. સમય પસાર થતો રહ્યો. પત્ની ખૂબ ખાનદાન, નમ્ર, ને સમજદાર મળી હતી. *એક દિવસ call આવ્યો. ને.. સમાચાર હતા કે, મમ્મી Expired થઈ ગયા.* છોકરો ને એની wife ભારત આવ્યા.

⛲ થોડાક દિવસ રોકાયા. ને કહ્યું, *"પપ્પા! હવે તમે ચાલો. હવે તમને એકલા અહીં નહીં રોકાવા દઈએ."* વહુ બોલી, *''પપ્પા! તમે 'મમ્મીને નથી ગમતું એમેરિકામાં એટલે અમે નો'તા રોકાતા' એમ કહેતા હતા. પપ્પા! હવે મમ્મી નથી. તમારે અમારી સાથે જ આવવાનું છે. ને આ જુઓ, તમારી ટિકિટ ને બધી જ વિધિઓ થઈ ગઈ છે.''* ને.. છોકરા-વહુએ સગાઓને કહ્યું, *"તમે સમજાવો પપ્પાને.''*

⛲ આખરે બધાના દબાણથી ને દિકરાના ખેંચાણથી America આવ્યા. *થોડાક દિવસમાં તો કંટાળી ગયા ને સાવ ઉદાસ-ઉદાસ રહેવા લાગ્યા.* દિકરો-વહુ બહાર ફરવા લઈ જાય. બાળકો દાદા સાથે રમે, પણ.. એમનું મન ઊઠી ગયું. એમણે દિકરાને કહ્યું, *''જો બેટા! અહીં મારી કોઈ company નથી. ત્યાં તો મારો આખો દિવસ ક્યાં પૂરો થઈ જાય, તેની ખબર નો'તી પડતી. અહીં તો કલાકો કાઢવા ભારે પડે છે. બેટા! મારો જીવ ડહોળાય છે.''*

⛲ ને.. રોજેરોજ એમની પીડા, એમની આજીજી જેવો આગ્રહ, છેલ્લે બંન્ને જણે રડીને પાછા ભારત મોકલ્યા. ને કહ્યું, *"પપ્પા! ફોન કરજો."* છૂટા પડતા ત્રણે રડયા. રોજે ફોન ચાલુ. પણ.. થોડા દિવસ થયા ને દિકરો કહે, *"પપ્પા ક્યાં જમતા હશે? એમનું ધ્યાન કોણ રાખતું હશે?''* ને.. એ રડી પડયો. પત્ની કહે, *"મને વિચાર એ જ આવે છે. પપ્પાને એકલુ-એકલુ નહીં લાગતું હોય. કોઈના દિકરાની વહુ જોતા ને પોતરા-પોતરી જોતા એમનું મન આપણને યાદ કરીને ભરાઈ જતું હશે. આપણે એક કામ કરીએ...''*

⛲ ને.. પત્નીએ પતિના કાનમાં Plan સમજાવ્યો. બંન્ને ભારત આવ્યા. બાપનું દિલ છોકરાને જોતા ઉછળ્યું. એ ભેટી પડયા, *"બેટા! અત્યારે ફોન કર્યા વગર કેમ આવ્યો?''* એ વખતે વહુ બોલી, *"પપ્પા! તમને લેવા આવ્યા છીએ. તમારે આવવાનું છે. તમારા વગર અમને ગમતું નથી.''*


-------------------------------------------------------
_એક મિનિટ.._
_*એ દિકરા-વહુ.. દેવ-દેવીથી ઓછા નથી, જેમને માતા-પિતા વગર ગમતું ન હોય. ને દેવલોકના દેવ-દેવી કરતા આમના સુકન વધારે powerful હશે, તે નક્કી!*_

_એક વાત કહું.._
_*જો તમારા માતા-પિતા હોય, તો એકવાર આવા શબ્દો ને સંવેદના કરો. માતા-પિતાનો આનંદ ચરમસીમાએ પહોંચશે. દીકરા-વહુના આ શબ્દ સાંભળતા...!*_
-------------------------------------------------------


⛲ કથા - પિતા રડી પડયા, *"બેટા! મને નહીં જ ફાવે. હું ત્યાં લાંબુ નહિ જીવી શકું.''* વહુ બોલી, *"તો પપ્પા! એક રસ્તો છે. તમે ફક્ત આ ધૂળીયા ગામને છોડીને મુંબઈ આવી જાઓ. અમે America છોડી મુંબઈ આવી જઈએ. તમે કહો તે areaમાં flat લઈ લઈશું. તમને દેરાસર-ઉપાશ્રય-company.. જ્યાં ગમે ત્યાં. પપ્પા! આટલું તમે છોડો, તો તમારા પૌત્રોનો અભ્યાસ પણ નહિ બગડે.''*

⛲ આટલું સાંભળતાં પિતાની આંખમાં હરખના પૂર ચડયા. ને કહ્યું, *"બેટા! ચાલશે.."* ને છ મહિનામાં Doctorનો પરિવાર બધુ જ સેટ કરીને મુંબઈ આવી ગયો. ને.. *તે વખતે.. તે દિવસે.. પપ્પાને લેવા'ય આવી ગયો, ને આજે'ય પપ્પાને મારા ઘરના ભગવાન સમજી બંન્ને સાચવે છે, ને ઘરનો ઓરડો વૃંદાવન બની રણઝણે છે.*

_*કથા તો પૂરી કરીએ. પણ.. એકવાર કલ્પના તો કરો, એ પિતાના દિલમાં કેવો હરખ હશે, આવા દિકરા-વહુ મળવા બદલ. વૃદ્ધાશ્રમોમાં waiting બોલાય છે, ત્યારે writingમાં લખેલી.. બનેલી.. આ કથા આપણા માટે પ્રેરક બને. ને કોઈ માતા-પિતાને વૃદ્ધાશ્રમ જવાનો વારો ન આવે. પણ.. ઘરમાં જ વૃંદાવન બનાવી દે, એવા કૃષ્ણ-કનૈયા જન્મે એ જ અભિલાષા.*_


*बंध किस्मत के लिए कोई ताली नहीं होती,*
*सुखी उम्मीदों की कोई डाली नहीं होती,*
*जो झुक जाए माँ बाप के चरणों में,*
*उसकी झोली कभी खाली नहीं होती!*


✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top