ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story

Motivational Story 76

-------------------------------------------------------
_પરિવારને ભેગો કરીને વાંચજો._
-------------------------------------------------------

*થોડા જ કલાકો પછી જેની મસ્ત-મીઠી ને મધુર સુગંધ ઊડી જવાની છે, એ અત્તરની પસંદગી પણ માણસ 5-10 બોટલ ફેરવીને કરતો હોય છે.*
બીજે જ દિવસે કરમાઈને કચરાપેટીમાં જે જગ્યા મેળવવાના છે, એ ફૂલને કે ફૂલના બુકેને'ય માણસ જોઈ-જોઈને પસંદ કરતો હોય છે.
*6-8 મહિના પછી વાસણવાળીને અપાશે કે કચરાપોતુ બનશે એ ભગવાન જાણે, પણ.. એ કપડાને'ય માણસ ખરીદતા પહેલા ચકાસે, તપાસે એનો colour-પોત, design ને brand... પછી જ ખરીદે છે.*

પહેરવાની વીંટી ને દાગીના, બૂટ ને ચંપલને'ય કેટલી'ય વાર પહેરે ને પછી pass કરે.
*રે.. ૨૪ કલાક અખંડ જેને પહેરવાના નથી, ને સૂતા-જાગતા, કે નાહતા જેને વારંવાર કાઢવાના છે, એ ચશ્માની પસંદગી કરતા પહેલા માણસ કેટલી'ય વાર એને પહેરે, એને બદલે, ને વારંવાર કાચમાં જુએ.. ને પહેરવાનો પોતે છે, પણ.. judgement બીજાનું માંગે કે, કેવો લાગું છું? કેવા લાગે છે? ને પછી final કરે છે.*

શાકમાર્કેટમાં ખરીદાતા શાક ને ભીંડાને'ય અનેક રીતે ચકાસે, ભીંડા તાજા છે, ઘરડા નથી, કુમળા છે, એના રુપરંગ મસ્ત છે કે નહિ.. આ બધુ નક્કી કર્યા પછી કહે, "કિલો ભીંડા જોખ.''
*ફૂલબજાર, શાકબજાર, દાગીનાબજાર, કાપડબજાર.. બધા બજારમાં પસંદગી કરનારો માણસ અટકયો નહિ, એણે જીવનસાથીનું'ય બજાર ઊભુ કર્યું. નામ આપ્યું "Marriage Bureau'' - "પસંદગી મેળો''.* એમાં પસંદગી કરતાં એણે અમુક માપદંડ રાખ્યા છે. એનું રુપ, એનો રંગ, એની Height કેટલી, એ White કેટલી, ઘણા બધા પ્રશ્ર્નો પૂછી.. ઘણું બધુ જોઈ-જાણી, વિચારી એ Final કરે. *તે છતાં ક્યારેક File.. Bandra Family Courtમાં પહોંચતી હોય છે!*

*કેમ કે, એના માપદંડમાં એણે.. મજાકમાં કહીએ ને તો.. Height-White જ જોઈ હોય.. એટલે મગજ Tight જ રહેવાનું! ને Fight થવાની જ.* ચાલો, આ બધા problemને solve કરવા નક્કી કામ લાગી શકે એવી Practical Theory.. Story રુપે વાંચો.

👩🏻 *સુખી-સંપન્ન પરિવાર. એક જ દિકરો.. ખૂબ લાડકોડથી માતા-પિતાએ મોટો કર્યો.* પાણી માંગે ત્યાં દૂધ હાજર કર્યું. એની દરેક ઈચ્છાઓ પૂરી થવી જ જોઈએ, એવો માતા-પિતાનો કાયમી ઈરાદો. *અનહદ લાડકોડ, છતાં યુવાન બનેલા દિકરામાં નાની અમથી'ય ખોડ નો'તી આવી. દિકરાની યુવાનીએ માતા-પિતામાં વહુ લાવવાના કોડ જગાડયા.* એક દિવસ માતા-પિતાએ દિકરાને પાસે બેસાડયો ને કહ્યું, *"બેટા! હવે અમારી ઈચ્છા તારે પૂરી કરવાની છે."*

👩🏻 નમ્ર યુવાન પુત્ર બોલ્યો, *"આપની ઈચ્છા એ મારે માટે આજ્ઞા સમાન હશે. કહો, આપ બંન્ને શું ઈચ્છો છો?"* ધર્મિષ્ઠ માતા-પિતા હતા. એટલે એમણે કહ્યું, *"બેટા! બે જ માર્ગ છે. ક્યાં તો વર, ક્યાં તો મુનિવર! તારી મુનિવર બનવાની ઈચ્છા તે હજુ સુધી અમને જણાવી નથી. બેટા! તારા માટે કન્યાના ખૂબ માંગા આવે છે. અમને'ય છે, તારા હાથ પીળા કરીએ.''*


-------------------------------------------------------
_*જો કે, ઘણા ઘરોમાં હાથ પીળા થાય પછી, મોઢા લાલ-પીળા થોડાક વખતમાં શરુ થઈ જતા હોય છે. જો કે, સંસ્કારી ઘરોમાં ચહેરા લાલ-ગુલાબી થતા હોય છે.*_
-------------------------------------------------------


👩🏻 યુવાન બોલ્યો, *"પિતાજી! હજુ તો હું નાનો છું. થોડોક મોટો થવા દો, પછી વાત.''* આમને આમ થોડાક દિવસો ગયા. પછી એક દિવસ ફરી માતાએ કહ્યું, *"બેટા! આજે એક સુખી-સંપન્ન ઘરની કન્યાનો પરિવાર તને જોવા આવશે. તું કન્યાને જોઈ લે. તને ગમે તો આગળ વાત. એકવાર જોઈ લે."* બપોર થાય એ પહેલા તો કન્યાને લઈ પરિવાર આવી ગયો. *આદર-સત્કાર ને વ્યવહાર, જમવા આદિ બાદ કન્યા ને યુવાનને વાત કરવા મોકલ્યા.*

👩🏻 થોડીક વાતો પછી યુવાને કન્યાને પૂછયું, *"તને ચોમાસુ-શિયાળો-ઉનાળો.. ત્રણમાંથી કઈ ઋતુ ગમે?''* કન્યા કહે, *"મને ઉનાળો બહુ જ ગમે.''* યુવાને પૂછયું, *"ઉનાળો ગમે? આટલી બધી ગરમી પડે.. પરસેવો નીતરે..''* કન્યા કહે, *"ઉનાળો મસ્ત.. કેરીગાળો.. બે વાર ન્હાવા મળે. શરબત જોઈએ એટલી જાતના પીવાની મજા આવી જાય. Fridge-ઠંડાપીણા-Ice cream, ને રાતે જોઈએ તેટલી ઠંડક A.C.માં control કરીને લઈ શકાય. shower નીચે ન્હાવાનું, હરવા-ફરવા મહાબળેશ્વર-માથેરાન જવાય. ઉનાળો... મજા જ મજા!''*

👩🏻 મુલાકાત પૂરી થઈ. પરિવારે ખૂબ આગ્રહ કરીને કહ્યું, *"ક્યારે આવીયે?''* યુવાનના પિતાએ કહ્યું, *"બે દિવસમાં ચર્ચા કરીને જણાવશું.''* "પણ.. ચોક્કસ જણાવજો, કહી.. વિદાય થયા." થોડા વખત પછી બીજી છોકરીનો પરિવાર આવ્યો. ફરી એ જ સિલસિલો... યુવાને કન્યાને પૂછયું, *"તને કઈ ઋતુ ગમે?''* કન્યા, *"શિયાળો મારો favourite.''* યુવાન, *"શિયાળામાં તો ટૂટીયું વાળીને સૂવું પડે. ક્યારેક દાંત કચકચે એટલી ઠંડી પડે. શરદી થાય, મોડુ ઊઠાય, આળસ ચઢે, તો'ય કેમ શિયાળો ગમે?''*

👩🏻 કન્યા, *"જુઓ! મળે ખજુરપાક ને સાલમપાક. ખાવાના કાજુ-બદામ-પિસ્તા. કપડા ઓછા મેલા થાય, એટલે.. ધોવાની માથાકૂટ ઓછી. ઊંઘ લાંબી લેવાય. ઠંડા-ગરમ પાણીથી સ્નાન કરવાની મઝા પડી જાય.''* મુલાકાત પૂરી થઈ. એજ સિલસિલો રહ્યો. *ત્રીજી કન્યાને લઈ પરિવાર આવ્યો.* Routine પ્રમાણે યુવાને કન્યાને પૂછયું, *"તને કઈ ઋતુ ગમે?''* કન્યા કહે, *"મને ચોમાસુ બહુ ગમે.''* યુવાન કહે, *"ચોમાસામાં તો કેટલો કાદવ-કીચડ થાય. ક્યાંય ફરવા જવું હોય તો જવાય નહિ. ઘરમાં'ય પાણી ટપકે, તો સાફ કરવું પડે. ચોમાસુ તને કેમ ગમે?''*

👩🏻 કન્યા બોલી, *"ચોમાસામાં ગુરુમહારાજોના રોજ દર્શન મળે. વ્યાખ્યાન મળે. મોટી-નાની તપસ્યા ચોમાસામાં સરસ થાય. ગોચરી-પાણીનો નિત્ય લાભ મળે. પર્યુષણ પર્વની આરાધના થાય.''* મુલાકાત પૂરી થઈ. *Routine પ્રમાણે આગ્રહ કરીને પરિવાર વિદાય થયો.* રાતના નિરાંતે માતા-પિતા બેટાને લઈને બેઠા. ને પૂછયું, *"બોલ બેટા! આમાં તારું મન ઠરે છે? જો તારું મન માને, તો જ હા પાડજે.''* દીકરો કહે, *"પિતાજી! જ્યારે અનુકૂળતા હોય ત્યારે આ કન્યા માટે હા કહી દેજો.''*

👩🏻 પિતાએ સવારે phone જોડીને સમાચાર આપ્યા. બધુ પાક્કુ થયુ. *સગાઈ ધામધૂમથી થઈ.* એક દિવસ પિતાએ પૂછયું, *"બેટા! પહેલી બે કન્યાનો પરિવાર આના કરતા ચડિયાતો હતો. કન્યા પણ સરસ હતી. જો કે.. આ'ય સરસ જ છે. પણ.. તને આમાં વિશેષ શું દેખાયું?''* એ વખતે યુવાને કહ્યું, *"પિતાજી ! મેં ત્રણેને એક જ સવાલ કર્યો હતો.''*

👩🏻 ને બધી વાત કરીને છેલ્લે કહ્યું, *"પિતાજી! જેને માત્ર મોજમજા પસંદ છે, એને આવતીકાલે ભેગું રહેવુ બંધન લાગશે. જેને ઉનાળામાં ફરવાનું જ ગમશે, ને જેને શિયાળામાં કપડા ઓછા ધોવા પડે, એ આળસુ છે. એ બંન્નેને ફરવામાં ને આળસમાં.. ઘર સાચવવાનું કે મારા માતા-પિતાને સાચવવાનું નહિ ગમે. પિતાજી! ધર્મપત્ની તો ધર્મની પ્રેમી હોય..તો જ જિંદગી જીવવા જેવી રહે, ને આનંદભરી રહે.''* પિતાની આંખમાં આંસુ આવી ગયા. ને બોલ્યા, *"તારા આ ઊંચા ખ્યાલ સાંભળી અમે ન્યાલ થઈ ગયા.''*

_*કથા તો પૂરી કરીએ. પણ.. રુપ અને રુપિયાના માધ્યમે દિકરીને આપતા કે વહુ બનાવીને લાવતા, થોડુંક વિચારજો. દીકરાનું યૌવન, ને તમારું ઘડપણ... આ સમજણમાં હશે, તો જ સુગંધથી ભરી શકશે.*_

*મોંઘી મીરાત જેવી જિંદગીમાંથી,*
*નિરાંત જેવી જણશ ખોવાઈ ગઈ છે,*
*ઘરના ચાર જણ બેસીને હળવી વાત કરીએ,*
*એવી તરસ ખોવાઈ ગઈ છે;*
*ડંખીલા-વ્હેમીલા-મતલબીયા,*
*સ્વભાવનો ઈલાજ ક્યાં?*
*છે બધા જ ઔષધો ગ્લુકોઝના બાટલામાં,*
*પણ.. નસ ખોવાઈ ગઈ છે!*


✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top