ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story

Motivational Story 85

-------------------------------------------------------
_વાંચો, સંયુક્ત પરિવાર સાથે._
_વિચારી પણ ન શકો એવી એક સત્ય ઘટના.._
-------------------------------------------------------

_*સત્ય ઘટના*_

*વાસ્તવિકતા ક્યારેક એ ઊંચાઈ પર પહોંચે છે કે, જ્યાં કલ્પનાને પહોંચવું દોહીલું જ નહિ, અશક્ય બની રહે છે. ને.. જ્યારે ક્યારેક વાસ્તવિકતા તળેટીએ પ્રગટ થાય છે ત્યારે માણસ બોલી ઉઠે છે, ઓહ! આવું તો આપણે વિચારી પણ ન શકીએ.* આપણે કલ્પના પણ ન કરી શકીએ. ગજબ કહેવાય! જબરજસ્ત કહેવાય! *ને.. માણસ ભાવુક બની, ભીનો બની ઝૂકી જાય, નમી જાય એટલું એને એ ગમી જાય.* ને.. ક્યારેક તો એના મનમાં એવું રમી જાય કે, એ બીજાને Share કર્યા વગર રહી જ ન શકે.

_એક સત્ય ઘટના.. કદાચ Personal Life ને Family Life માટે ઊંચા આદર્શ ને Mile Stone બની જાય. વાંચો ને વંચાવો._

🍂 *ગુલાબી સવારનો સમય હતો. કોમળ સૂર્યકિરણો ને ઠંડો પવન હતો.* એ સમયે.. હશે 35-40 વર્ષના દંપતિ. ઉપાશ્રયમાં આવ્યા, ને વિધિવત્‌ વંદના કરી પૂજ્ય ગુરુદેવને કહ્યું, *"ગુરુદેવ! આપના આશીર્વાદ સાથે અમે બંન્ને પતિ-પત્ની નિયમ લેવા આવ્યા છીએ. આપ વાસક્ષેપ કરો, ને નિયમ આપો.''* પૂ. ગુરુભગવંતે પૂછયું, *"ભાઈ! શેનો નિયમ લેવો છે?''*

🍂 યુવાન દંપતિ બોલ્યું, *"ગુરુદેવ! બ્રહ્મચર્યના ભાવ છે. આપ નિયમ આપો કે, મન-વચન ને કાયાથી અણીશુદ્ધ આ વ્રત પાળીએ.''* પૂ.ગુરુભગવંત બોલ્યા, *"મનમાં ધારી લો. જેટલા દિવસની ભાવના હોય તેટલી ધારણા કરી લો.''* એ વખતે આ યુવાન દંપતિની આંખોમાં હર્ષના આંસુ હતા. એ આંસુના અમીછાંટણા સાથે એ પતિ-પત્ની બોલ્યા, *"ગુરુદેવ! આજીવન ચોથુ વ્રત લેવું છે!!!''*

🍂 યુવાન વય.. વર્તમાનનો સમય.. કંઈ પણ થઈ શકે. પૂ.ગુરુદેવે ફરમાવ્યું, *"ભાગ્યશાળી! ભાવના તો અતિઉત્તમ, ઉચ્ચ ને ઉત્કૃષ્ટ છે. પણ.. થોડુંક વિચારી લો બંન્ને જણ.''* તે વખતે આ યુવાદંપતિ બોલ્યું, *"સાહેબ! ઝેરને છોડતા વાર શી. એમાં વિચાર શું કરવાનો? આપો આશીર્વાદ, અમારી ભાવધારા કાયમ રહે.''* પૂ.સૂરિજી ભગવંતે આ યુવાદંપતિના સત્વને.. એમની ભાવધારાને.. નિર્ણયને.. હૃદયના પ્રદેશે-પ્રદેશથી વધાવ્યો.

🍂 પણ.. એમની ચિત્તપ્રસન્નતાએ યુવાદંપતિને સવાલ કર્યો, *"આ ઉંમરે.. આ સમયે.. અચાનક આ વ્રત લેવાનો વીર્યોલ્લાસ કેમ જાગ્યો.''* એ વખતે યુવાનની આંખમાં આતમાને ચડીને આંસુ આવ્યા. _*કોઈ Laboratory પાસે Analysis કરી શકે એવું Instrument નથી, કે જે એનો Report આપી શકે.*_

🍂 એ વખતે આ યુવાન શ્રાવક દંપતિ બોલ્યું, *"ગુરુદેવ! મારો નાનો ભાઈ થોડા જ દિવસ પહેલા અકાળે અવસાન પામ્યો. અમારા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું. ભાભીનો કાળો કલ્પાંત કાળજે ઊંડા ઘા કરે છે.* ગુરુદેવ! આપને કહેવું ઉચિત નથી, પણ.. મારી શ્રાવિકાએ દેરાણીને ખૂબ આશ્વાસન આપ્યું. *ને.. છેલ્લે એક દિવસ કહ્યું, જો તું મારી નાની બેન કહેવાય. તું Remarriage કરી લે. આ જિંદગીની એકલતા તને ગાંડી કરી નાખશે.''*

🍂 *"ગુરુદેવ! ભાભીએ કહ્યું, મોટી બેન જેવા તમે બેઠા છો. હું સ્વપ્ને પણ આવું વિચારી ન શકું. તો'ય સમજાવી. પણ.. એની મક્કમતા આગળ અમે બધા છેલ્લે ચૂપ થયા.* હવે નિયમ કેમ લેવા આવ્યા, એનો ખુલાસો કરું. *ગુરુદેવ! આ શ્રાવિકા રોજ મને કહે, તમે કંઈ વિચારો.''* એટલે મેં કહ્યું, *"શું વિચારવાનું?''*

🍂 શ્રાવિકા કહે, *"મારી દેરાણી નાની છે. એ એકલી સૂવે. એના મનમાં પતિની યાદ સતત આવે. ને સમય જતા ક્યાંક અશુભ વિચાર મનમાં આવે. જો કે એ લગ્ન તો કરવાની જ નથી. ક્યાંક બીજુ પગલું ભરી લે.* ને વધુ તો આપણી જિંદગી જોઈ એને બધુ યાદ આવ્યા કરે. ને એ મનમાં ને મનમાં શેકાયા કરે, તડપ્યા કરે, એટલે આપણે જો આજીવન ચોથુ વ્રત લઈ લઈએ, તો એનું આલંબન ને બળ એને પતિના વિયોગમાં ખૂબ શાતા આપશે. *ને હું રોજ એની પાસે જ મારો સંથારો કરીશ. જો તમારું મન માનતું હોય, તો નાના ભાઈની સ્મૃતિને આપણે સુખી કરીએ.''*

🍂 *"ગુરુભગવંત! બસ.. આ જ હેતુસર અમે બંન્નેએ પૂરતો વિચાર કરી નિર્ણય કર્યો, ને આપના આશીર્વાદનું બળ અમને જીવનભર સફળ કરે. એટલે આજે આપના શ્રીમુખે નિયમ લેવા આવ્યા.''* ગુરુભગવંતની આંખે ગંગાજળ વહ્યા. ને.. એમણે પોતાનું સાધનાબળ.. ને જપબળ.. ને તપોબળ.. ને સંકલ્પબળ.. પૂરીને મનોબળ મક્કમ રહે એવો વાસક્ષેપ કર્યો.. ને નિયમ આપ્યો.

_*કથા તો અહિ પૂરી કરીએ. પણ.. એક ભાઈ માટે.. એક દેરાણી માટે.. જીવનના જલસા ને મોજમજા છોડનારા આ યુવાદંપતિ માટે એમ ન કહી શકાય કે, આ ઉત્કૃષ્ટ દાનેશ્વરી ભામાશા.. જગડુ ને ધરણાશાને'ય ટપી ગયા?*_

_*આટલો સંકલ્પ કરો કે, એક ભાઈ માટે એક ભાઈ જો આટલો બધો ભોગ આપી શકે છે, તો ભાગ માટે ભાઈ જોડે ક્યારેય ભાંજગડ નહિ કરુ. ને.. એક દેરાણી માટે જો જેઠાણી પોતાની જુવાનીને બ્રહ્મચર્યની વેદી પર ન્યોચ્છાવર કરી દે તો દેરાણી-જેઠાણી વચ્ચે ક્યાંય દિવાલ ન બંધાય, એવું વિચારી વિશાલ દિલ બનાવી દઉં.*_

_*આ સત્યકથા આપણા જીવનમાં, પરિવારમાં આવતી વ્યથાને અટકાવવા ચોક્કસ સફળ બની શકે. ફક્ત તમે Apply કરો, ને બીજાને Supply કરો.*_


*છબી જેવી હોય તેવી, સમાવી લે તે ફ્રેમ,*
*વ્યક્તિ જેવી હોય તેવી, સંભાળી લે તે પ્રેમ!*


✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top