Motivational Story 86
-------------------------------------------------------
_વાંચો, સપરિવાર, મુંબઈ પાયધૂનીની બનેલી સત્ય ઘટના_
-------------------------------------------------------
_*સત્ય ઘટના*_
*કાનમાં પડેલું વચન ને સાંભળેલું પ્રવચન જીવન બદલે છે, ને એવા હજારો દૃષ્ટાન્તો પ્રત્યક્ષ ને પુસ્તકોમાં છે. પણ.. વચન ને પ્રવચનથી આગળ આંખથી જોયેલું વર્તન. એ વગર કહે કે વગર બોલે કે વગર ખબરે કોઈકનું વર્તન કૈઈંકના જીવનનું પરિવર્તન કરી દે છે.* ને.. એ પરિવર્તન એટલું પ્રબળ ને ચિરંજીવી હોય છે કે, જે પુનરાવર્તનની તમામ શક્યતાઓને પૂરી કરી નાખે છે.
_એક સત્યઘટના.. આપણામાં સત્યનું જાગરણ કરવા નિમિત્ત બની શકે._
👨🏻🦰 *મુંબઈનો મધ્ય વિસ્તાર પાયધૂની. મુંબઈના આસ્થાકેન્દ્ર ગોડીજી દાદાનું જ્યાં ભવ્ય જિનાલય છે. એ જિનાલયની સાવ સમીપમાં, ત્રિમંજીલુ આલીશાન, જાજરમાન ને સંગેમરમરના શ્વેત પાષાણોથી જેનું નિર્માણ થયું છે, એ આદીશ્વર દાદાનું ભવ્ય જિનાલય.* પોરવાડ પંચ મહાજન ને સમાજની શ્રદ્ધા-ભક્તિથી ધબકતું મથક. ત્યાં Election થયું ને નવા ટ્રસ્ટીગણની નિમણુંક થઈ.
👨🏻🦰 *ઉત્સાહી ને યુવાન ટ્રસ્ટીગણે આવતાની સાથે જ સુધારા-વધારા શરૂ કર્યા.* પણ.. હતા નવા. *એક દિવસ આયંબિલનો Round લીધો. દોઢ વાગે આયંબિલશાળાના વાસણો ઉડકાઈ રહ્યા હતા. ને સાફસૂફી થઈ રહી હતી.* નવા ને યુવાન Trustee ઘીસુલાલજીએ રસોઈયાને બોલાવ્યા, ને કહ્યું, *"કેમ આટલુ મોડું કરો છો? દોઢ વાગ્યો તો'ય આયંબિલખાતુ બંધ નથી થયું. કાલથી સાડાબાર વાગ્યા પહેલા બધુ પતી જવુ જોઈએ.''*
👨🏻🦰 તે વખતે રસોઈઆ બોલ્યા, *"મોહનલાલજી આયંબિલ કરવા મોડા આવે છે."* "જો કાલથી 12:30 પહેલા વાસણ ધોવાઈ જવા જોઈએ.'' ને આટલું બોલીને ઘીસુલાલજી ચાલ્યા ગયા. *બીજે દિવસે મોહનલાલજી આયંબિલ કરવા આવ્યા.* વ્યથિત રસોઈઓ કહે, *"ઘીસુલાલજીનો Order છે. આયંબિલખાતુ 12:30 વાગ્યે બંધ કરી દેવાનું. એટલે અમે બધુ કાઢી નાખ્યુ છે.''* તપસ્વી મોહનલાલજી કહે, *"ખાખરા ને ચણા છે ને? તે પીરસી દે.''*
👨🏻🦰 રસોઈઓ કહે, *"शेठजी मुं कोई करू?''* તપસ્વી કહે, *"थुं क्युं फिकर करे? मारे तो दो चीज़ घणी|''* સાંજે ઘીસુલાલજીએ રસોઈઆને પૂછયું, *"मोहनजी कोई बोलीया के?''* રસોઈઓ કહે, *"तपसीजी कोई नी बोलीया| अतरो जरूर बोलीया, मारे दो चीज़ घणी| ने चणा खाखरा लीधा, ने आम्बेल करे ने गीया|''* યુવા Trustee ઘીસુલાલજીએ વિચાર્યું, *"રાતે ધમાલ તો થશે જ, કેમ કે મોહનલાલજી સમાજના આગેવાન છે. દાનવીર છે. ને એમના સાથીદાર ઘણા છે. ને એ વિરોધ કરશે જ. ટ્રસ્ટમંડળમાં વાત કર્યા વગર મેં Order આપી દીધો.*
👨🏻🦰 રાત પૂરી થઈ, No Reaction. *ઘીસુલાલજીએ અંદરખાને તપાસ કરી. ઘીસુલાલજી હચમચી ગયા.એમનો માંહેલો જાગી ગયો.* ને એ સીધા જ મોહનલાલજીને ત્યાં દોડી ગયા. ને એમના ઘરે જઈ એમના પગ પકડી લીધા. ને બોલ્યા, *"तपसीजी! मने माफ़ करो! मारी गलती वुई|''* મોહનલાલજી કહે, *"देख! थु Trustee है| थारे सबणो देखने पड़े| थे कीधो, Right कीधो| हूँ वेगो जाऊ|''*
👨🏻🦰 યુવા Trustee ઘીસુલાલજી રડી પડ્યા. ને બોલ્યા, *"बासा! आप आपरा हिसाबजु पधारजो| मने माफ़ करो!''* ને.. બંન્ને ભેટી પડ્યા. ઘીસુલાલજીએ આયંબિલ ખાતે જઈને રસોઈઆ ને Staffને બોલાવી કીધુ, *"મોહનજી બાસા 2:00 વાગે આવે તો'ય એમને માટે ગરમ રોટલી ને રસોઈ તૈયાર રાખવાની. આવા તપસ્વી આપણા સંઘની શોભા છે.''* ને.. ઘીસુલાલજી પરમાત્માના મંદિરમાં ગયા, ને આંસુઓથી હૃદયને હલકુ કર્યું ને આતમા'ય હલકોફુલ થઇ ગયો.
👨🏻🦰 *બીજે દિવસે મોહનલાલજી આયંબિલ કરવા ગયા ને Staff ખડે પગે.* તે વખતે મોહનલાલજી કહે, *"ભાઈ! ગરમ રાખવાની કે કરવાની જરુર નથી.''* Staff ભાવિત થઈ ગયો.
-------------------------------------------------------
_યાદ રહે.._
_*સત્તાથી કોઈને ભયભીત કરાય, સમતાથી કોઈને ભાવિત કરાય.!*_
-------------------------------------------------------
👨🏻🦰 કમાલ તો હવે થઈ. ગુરુભક્ત ઘીસુલાલજીના શબ્દોમાં, *"ગુરુદેવ! એ દિવસ મારી જિંદગીનો ગુસ્સાનો છેલ્લો દિવસ હતો. મોહનજી બાસાની આ સમતા જોઈ મારું મન હચમચી ગયું. મેં એ જ દિવસે નિયમ લીધો કે, આજ પછી જિંદગીમાં ક્યારેય ગુસ્સો નહિ કરું.* ને તપસી બાસાના આશીર્વાદે ઘડીયે-ઘડીયે લાલચોળ થઈ ભલભલાને તતડાવી નાખનારો, વારે ઘડીએ ગુસ્સે થનારો હું એવો ઠંડોગાર થઈ ગયો કે, આટલા દિવસો થયા તો'ય જરીય ગુસ્સો જ નથી આવ્યો. *તપસીબાસાનું સમતાભર્યું વર્તન મારા સ્વભાવનું પરિવર્તન કરી ગયું. મારા ઘરના-પરિવારના બધા જ ખુશ છે. જિંદગીનો એક ગુસ્સો તો લાભદાયક બન્યો.''*
👨🏻🦰 *આ હતા ગુરુભક્ત તો તપસ્વી મોહનલાલજી પણ ગુરુભક્ત હતા. મુંબઈ-પુણ્યધામ-કામણ ગામમાં એમણે જ ઉદારતા સાથે ઉપધાન કરાવ્યા તે આજે'ય ચિરંજીવી છે.* મેં તપસ્વી મોહનલાલજીને એકવાર પૂછ્યું હતું કે, *"તમને કેમ ગુસ્સો ન આવ્યો?"* એ વખતે નાણા સંઘના આગેવાન ને મુંબઈના સંઘના અગ્રણી એમણે મને કહ્યું, *"ગુરુદેવ! ગુસ્સો કરવાથી શું મળે!"*
_*કથા તો અહિં પૂરી કરીએ. પણ.. આપણું વર્તન મધુર ને નમ્ર કરવાનો સંકલ્પ કરીએ તો, ઘરનું -પરિવારનું વાતાવરણ પરિવર્તન પામે.. પામે.. ને પામે જ! Just Try!!!*_
*ક્રોધથી તમે કોઈને દબાવી શકો છો,*
*પ્રેમથી પોતાના બનાવી શકો છો!*
✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો