ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story

Motivational Story 101

-------------------------------------------------------
_*"જે જેવું કરે, તે તેવું ભરે"*_
_વાંચો, કર્ણાવતીની બનેલી એક હકીકતના માધ્યમે.._
-------------------------------------------------------

_*સત્ય ઘટના*_

*બીજ વાવો ને ઝાડ ઉગે, એવું નથી બનતું. બીજ જમીનમાં દટાય, ફાટે, અંકુર બને, છોડ બને, પછી.. ઝાડ બને અને પછી ઝાડ પર ફૂલ ને ફળ આવતા ઓર સમય લાગે.*
બધી ચીજોનો અનુભવ મોઢામાં ગોળ નાખો ને મીઠો લાગે, ને આગમાં હાથ નાખો ને દાઝે.. એવો Instant નથી હોતો. ખાધેલાનું લોહી બનતા દિવસો લાગે છે, ને લોહી નીકળેલી જગા પર રૂઝ આવતા'ય વાર લાગે છે.

*બધું તાત્કાલિક નથી થતું. એ જ રીતે કરેલા કર્મોનો ઉદય કે બાંધેલા પાપોનો ભોગ જીવ તુરંત ન પણ બને. પણ.. એનો સમય આવે ત્યારે તો એ કર્મ ભોગવવા જ પડે.*

-------------------------------------------------------
_યાદ રહે,_
_*કર્મના કાનૂનમાં, કુદરતના રાજ્યમાં*_
_*દેર હૈ, અંધેર નહિ.*_
-------------------------------------------------------

એક સત્ય ઘટના આપણને કર્મની સત્તાને સમજવામાં સફળ થશે.

🔪 *અમદાવાદ - ગુજરાતનું વિકસતું ને વિકસેલું ઐતિહાસિક મહાનગર.* અમદાવાદના પ્રાયઃ એલિસબ્રિજ વિસ્તારની આ વાત છે. સવારનો સમય હતો. ઘણા બધા ભાઈ-બેનો Walking કરી રહ્યા હતા. *ઘણા બધા શેઠ શાહુકારો ને એમના નબીરાઓ પણ Routine પ્રમાણે રાત સુધી ઠાંસી-ઠાંસીને ઘરમાં કે લારી-ગલ્લા કે ખૂમચાને લાભ આપીને, જે ચરબી રોજ વધારે એને રોજ આ રીતે ઉતારી, સવારે શરીરને Maintain કરે.* જેથી, Routine બરાબર ચાલતું રહે.

🔪 હજુ આછું-આછું અંધારું હતું. *બધા ચાલવાની-દોડવાની ધૂનમાં હતા. ત્યાં જ એક તીણી ચીસ સંભળાઈ.* પણ.. અજનબી દુનિયા.. મતલબી દુનિયા.. ઉભા રહેવાનું તો ઠીક, વિચારવાનું પણ કોણ કે, આ મરણ ચીસ કોની છે! *એક માણસ હાથમાં છરો લઈને દોડતો-નાસતો એક સજ્જને નજદીકથી જોયો. એ સજ્જન કઈ કરે એ પહેલા તો પેલો ભીડમાં ભળી ખોવાઈ ગયો.*

🔪 પણ.. આ સજ્જનની આંખોને એનો ચહેરો બરાબર યાદ રહી ગયો. *આ સજ્જનનું મન દ્રવી ઉઠ્યું. પણ.. એ Helpless હતા. પછી તો આજુ-બાજુવાળા દોડ્યા, ને મરતા માણસને બચાવવા પ્રયત્ન કર્યા. પણ.. એ મરી ગયો.* થોડાક દિવસ વીત્યા ન વીત્યા ત્યાં અમદાવાદની કોર્ટમાં ખૂનનો કેસ આવ્યો. પોલીસ ટીમ એલિસબ્રિજ વિસ્તારમાં થયેલા ખૂનની તપાસમાં લાગી ગઈ.

🔪 *ને એક દિવસ એમણે એક આરોપીને કોર્ટમાં રજૂ કર્યો. દલીલો ચાલી, તારીખ પડી. પણ.. જજ જજમેન્ટ આપતા અચકાય છે.* ફરી કેસને જજે તપાસ્યો. પણ.. જજ પોતે જ Confuse હતા કે, આ ગુનેગાર છે કે નહિ. *જજે ખૂબ વિચાર્યું, રાતે'ય ઘરે જાગ્યા. છેલ્લે.. સજ્જડ પુરાવા ને સાક્ષીઓને સાંભળીને જજે આરોપીને ફાંસીની સજા આપી.*

🔪 ફરિયાદીઓને થયું, ન્યાય મળ્યો. પણ.. જજ પોતે ગડમથલમાં ને ગૂંચવાડામાં પડ્યા ને ગોટે ચઢ્યા. *એ જજમેન્ટ આપીને રાતે ઘેર ગયા.* પોતાની પત્નીને વાત કરીને કહ્યું, *"આ માણસ ખૂની નથી. મેં ખૂનીને બરાબર જોયો છે. એનો ચહેરો મને બરાબર યાદ છે. એ આ આરોપી નો'તો."* પત્ની કહે, *"તો તમે સજા કેમ આપી?"* જજ, *"બધા જ પુરાવા એની વિરુદ્ધ હતા. સાક્ષીઓ હતા. બધું જ એની વિરુદ્ધ હતું એટલે."*

🔪 *"જજમેન્ટ તો પુરાવા પ્રમાણે આપવું જ પડે. પણ.. હું ચોક્કસ કહું છું, ખૂન કરીને દોડતો માણસ આ નો'તો. એ તો મને પાક્કો વિશ્વાસ છે. મને ગુનેગારનો ચહેરો સ્પષ્ટ ને Perfect યાદ છે."* જસ્ટિસ રાતના ઊંઘી ન શક્યા. બીજે દિવસે કોર્ટમાં ગયા. પણ.. એમનું મગજ બસ આ એક જ વિચારમાં અટવાતું હતું કે, *આ માણસ નિર્દોષ છે. એને ગુનેગાર ગણી સજા મળી છે. ને જે ગુનેગાર છે, તે નિર્દોષ બની ક્યાંય છૂટો ફરે છે.*

🔪 જસ્ટિસનું મગજ ચકરાઈ ગયું. એમના મને અંદરથી બળવો કર્યો ને કહ્યું, *"કર્મના Mathematics બધા જ ખોટા છે. ધર્મના સિદ્ધાંતો બોગસ છે. આ નિર્દોષ મરે છે, ને દોષિત ખુલ્લો ફરે છે, ને લ્હેર કરે છે.* કર્મનો સિદ્ધાંત બોગસ છે. કેમકે, મેં ખૂનીને જોયો છે. એ આ તો નથી જ. *તો પછી આ બિચારાને જે ખૂન એણે કર્યું જ નથી, એની શિક્ષા એને કેમ?"* ને જસ્ટિસના મનમાં નાસ્તિકતાના ઝાડી-ઝાંખરા ઉગ્યા. *એમણે ધર્મ ખોટો છે, નક્કી કરી લીધું.*

🔪 *જસ્ટિસને બીજે દિવસે ઊંઘ ન આવી.* ને એમને મનોમન કશોક નિર્ણય લીધો, ને સવારે Permissionની વિધિઓ પતાવી, એ Special આરોપીને મળવા ગયા. એમણે જતા જ આરોપીને કહ્યું, *"આ ખૂન તે કર્યું છે ખરું?"* પેલો કહે, *"સાહેબ! હું ત્યાં હતો જ નહિ. મેં આ ખૂન કર્યું જ નથી."* જસ્ટિસ કહે, *"હું પણ એ જ કહું છું, આ ખૂન તે કર્યું નથી. કેમકે, ખૂન કરનારનો ચહેરો મને એકદમ સ્પષ્ટ ને પાકો યાદ છે."*

🔪 "જો તે ખૂન કર્યું નથી ને તને ફાંસી મળે છે, એનો અર્થ એ જ કે, *કુદરતને ત્યાં ન્યાય જેવું કશું જ નથી. ને બીજું કર્મ-ધર્મ બધું બોગસ છે. તે કર્મ કર્યું જ નથી, છતાં તને ફાંસીની સજા થાય છે, એ બતાવે છે, કર્મ જેવું છે જ નહિ.* જો કર્મ હોય, તો જેણે કર્યું છે એને સજા થાય. પણ.. અહીં તો ઊંધું બન્યું છે. *તારો કેસ જોઈ મારો કર્મસિદ્ધાંત પરથી વિશ્વાસ ઉઠી ગયો.* તારા જેવા નિર્દોષ માણસ પર ખૂનનો આરોપ ને ફાંસીની સજા?"

🔪 એ વખતે આરોપી બોલ્યો, *"સાહેબ! કર્મના સિદ્ધાંત ખોટા નથી. કરેલા કર્મો તો જન્મો-જન્મ સુધી ચાલે છે. કયા જન્મના કયા કર્મનો નંબર આ જન્મમાં લાગશે, તે પ્રભુને ખબર. જજ સાહેબ! કર્મનો સિદ્ધાંત સાચો જ છે. એ સનાતન ને સત્ય છે."* જજ, *"તો પછી નિર્દોષ એવા તને ફાંસીની સજા કેમ?"*

🔪 એ વખતે આરોપી બોલ્યો, *"સાહેબ! આ ખૂન મેં નથી જ કર્યું. પણ.. એક ખૂન મેં કરેલું છે, જેમાં હું પકડાયો કે સજા નથી પામ્યો. એ ખૂનની સજા 'ફાંસી' મને મળી છે. સાહેબ! બદલો ભલા-બુરાનો અહીં નહીં, તો કહીં મળે જ છે. એટલે કર્મનો સિદ્ધાંત સાચો જ છે. આ મારા ખૂનની જ સજા છે."* જસ્ટિસ જતા-જતા બોલ્યા, *"જતી રહેલી મારી શ્રદ્ધા પાછી ફરી છે."*

_*કથા તો પૂરી કરીએ. પણ.. આ સત્ય ઘટના કર્મના Mathematicsને મગજમાં બેસાડવા સક્ષમ છે. આપણને મળેલી કે મળતી સજા એ આપણી મજાનું જ પરિણામ છે.*_

એટલે..
_*બંધ સમયે સાવધાન રહો,*_
_*ને ઉદય સમયે સમાધિમાં રહો.*_

🌙 Good Night
*करू में दुश्मनी किसी से, दुश्मन नहीं है कोई अपना,*
*मुहब्बत ने नहीं छोड़ी जगह, दिल में अदावत की!*


✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top