ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story

Motivational Story 16

આડેધડ ને ફાવે તેમ ઊગી ગયું હોય, તેને જંગલ કહેવાય. ને પ્લાનીંગ સાથે ઉગાડ્યું હોય, તેને બગીચો કહેવાય.
_*જંગલ અવ્યવસ્થા છે. બગીચો વ્યવસ્થા છે. સુખી જીવન ને સફળ જીવન માટે ખૂબ જ જરૂરી છે, Planning.. આયોજન.. વ્યવસ્થા.*_ વરસાદના વરસતા જળ માટે ને ખેલાતા યુદ્ધમાં જીત માટે'ય, Planning મહત્ત્વનો ભાગ ભજવે છે. વધુ ન લખતા...
*એક અભણ પિતાએ પોતાના ભણેલા દીકરાને સમજાવેલું Planning, દીકરાની જતી જિંદગીને સ્વર્ગીય આનંદથી ભરપૂર કઈ રીતે બનાવી ગઈ... તમે જ વાંચો.*

🌴 ગામના ગાર-માટીના મકાનો તૂટતા-તૂટતા ખંડેર બની ગયા. એને વેચાતા લેવા માટે ગામના માણસોએ શહેરમાં ઘરમાલિકને સંદેશા મોકલ્યા. એક દિવસ ઘરમાલિક આવ્યા. બધા લોકોએ મકાનો વેચાતા લઇ લીધા. *પાછા જતા-જતા આ ભાઈ એના જૂના મિત્રને મળવા એના ઘેર ગયા.*

🌴 જોયું તો.. એ પોતાનો જૂનો મિત્ર ઘરની બહાર ખાટલો નાખીને સૂતો હતો. ઘરમાં કોઈ નો'તું. એણે કહ્યું, *"છોકરા-વહુઓ ક્યાં?"* પેલો કહે, *"એ બધા તો શહેરમાં છે. અહીં 'હું' ને 'એ' બે જ છીએ."* મિત્ર બોલ્યો, *"પણ.. તારી તબિયત સારી નથી લાગતી. દવા લે છે કે નહીં?"*

🌴 *"દોસ્ત! દવા લેવાની ક્યાં માંડે છે? ખાધા ખોરાકી'ય માંડ-માંડ મળે છે. વરસે એકવાર દીકરો આવે છે, ખાધા ખોરાકીના પૈસા આપી જાય છે." "પણ.. તું દવા માટે પૈસા માંગ."*

🌴 *"દોસ્ત! પૈસા માંગુ તો કહે, અમારું'ય માંડ-માંડ ચાલે છે." "તો તારી બચત વાપરને." "મારી બચત? દોસ્ત! બચતમાં એક પાઈ પણ નથી. ભગવાન અમને કયા પાપની સજા આપી રહ્યો છે, ખબર નથી. હવે ઉપાડી લે તો સારું."* ને ગળે ડુમો ભરાઈ આવ્યો, એ રડી પડ્યાં.

🌴 ને રડતા-રડતા બોલ્યા, *"મેં સાંભળ્યું છે, તું સુખી છે. તને દીકરા-વહુ સાચવે છે. મારા કરમ કાઠા કે આવા દીકરા-વહુ મળ્યા. જે દવા તો શું, ખબર લેવા'ય નથી આવતા." "જો, આમાં કરમના દોષ કાઢવાની જરૂર નથી. તે Future Planning કર્યું હોત, તો તારી આ માઠી દશા ના હોત."*

🌴 *"મારી નોકરીનો પહેલો પગાર આવ્યો. મેં પિતાજીના હાથે મુક્યો, ત્યારે પિતાજીએ થોડા'ક રૂપિયા પાછા આપ્યા, ને કહ્યું, 'બેટા! તારા પગારની આ 10 % રકમ બેંકમાં પોસ્ટ ખાતે જમા કરવાની છે. અને જ્યાં સુધી તું નિવૃત્ત ન થાય, ત્યાં સુધી તારે જે પગાર કે કમાય, એમાંથી 10 % જમા કરાવી જ દેવાના. આ ભૂલતો નહીં."*

🌴 *"દોસ્ત, તે વખતે તો મને લાગ્યું, આટલી નાની રકમ... શું વળવાનું? પણ.. પિતાજીએ કહ્યું એટલે મેં ચાલુ રાખ્યું. બે વર્ષ પૂર્વે જ્યારે હું નિવૃત્ત થયો ત્યારે '1 કરોડ' જેટલી રકમ આ 10 %માં ભેગી થઇ ગઈ!"*

🌴 *"આજે એનું વ્યાજ 60,000 આવે છે. એમાંથી 30,000 દર મહિને વહુને આપી દઉં છું. બાકીના 30,000 પૌત્રોના નામે બેંકમાં જમા કરું છું. દીકરો, વહુ ને પૌત્રો, બધા મને હાથમાં રાખે છે! હું ને મારી પત્ની બંને મોજમાં છીએ. પ્રભુની મહેરબાની છે, લીલાલ્હેર છે."*

🌴 *"હવે રહી મારે વાપરવાની વાત, તો 17,000 પેન્શન આવે છે. એ'ય બે જણ દાન-ધર્મ કરીએ તો'ય વધે છે. જો તે તારી કમાણીનું Planning કર્યું હોત, તો આજે તારા ઘરે લીલાલ્હેર હોત. _તારા 'કરમ' નહીં, તારા 'કરતૂત'ના કારણે તું દુઃખી છે._ બચત રાખી જ નહીં, બધું જ ઉડાડતો રહ્યો."* ગામડાના મિત્રની આંખે જવાબમાં આંસુ દીધા.

યાદ રહે, આ લોકડાઉનનો સમય છે. શાંતિથી Future માટે Planning બનાવો, 20/25/50 ટકાની, ભવિષ્ય માટે વ્યવસ્થા કરો. _*આયોજન વગર, તમે Successથી.. યોજનના યોજન દૂર થઇ જશો.*_ યાદ રહે, Planning એટલે Successનું ક્લોનિંગ. ને જિંદગી Inning જીતવાનું સૌથી મોટું સૂત્ર. *પણ હવે શું? જાગ્યા ત્યારથી સવાર. _जहाँ आस्था, वहाँ रास्ता|_*

👉 આપને જો *Story* ગમી હોય, તો કોઈકને દિશાનિર્દેશ થાય તે માટે, આપના *Family-Friendsના ગ્રુપોમાં Forward* કરશો.

🌙 Good Night
*वक्त सभी को मिलता है, जिंदगी बदलने के लिए;*
*पर.. जिंदगी दोबारा नहीं मिलती, वक्त बदलने के लिए!*

*✍🏻 લેખક*
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top