Pavan Ni Pakho Ma
પવન ની પાખો માં, ગગનની આખો માં,
પ્રભુ મહાવીર તારું નામ, પ્રભુ મહાવીર તારું નામ,
રોમે- રોમે ચાલે અવિરત સંકીર્તન તારું,
પ્રભુ મહાવીર તારું નામ...
ગુફા માં છે ગુંજન તારું, ખીણો માં છે ખેલન તારું,
શિખર શૃંગાર ધરે તારું, પગથિયે છે કંપન તારું,
શત્રુંજય ના ઋષભ શંગ છે આકર્ષણ તારું,
પ્રભુ મહાવીર તારું નામ...
ધજા માં છે નર્તન તારું, દીવા માં છે સ્પદન તારું,
ફૂલો માં મ્હોરી તારી પ્રીત, ગીત માં સંવેદન તારું,
નદપ્રભા માં ચાર મુખે મનહર દર્શન તારું,
પ્રભુ મહાવીર તારું નામ...
અમારું તન મન ધન તારું, અમારું જીવન પણ તારું,
સ્વરો નું સંચાલન તારું, ફુવારે સમોહંન તારું,
આતમ આંગણિયે અનહદ આવેલન તારું,
પ્રભુ મહાવીર તારું નામ...
ફૂવારે સમોહંન તારું, રોશની આલિંગન તારું,
મંદિરે ઘંટ બજે તારા, તાર માં રણરણ રણ તારું,
ચામર ઝૂલી આસમાન માં , ગાય સ્તવન તારું,
પ્રભુ મહાવીર તારું નામ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો