Motivational Story 79
-------------------------------------------------------
_વાંચો, પરિવાર સાથે.. એક હૃદયસ્પર્શી કથા._
-------------------------------------------------------
*ભાઈ ભાગ્યથી મળે છે. ભાગ માટે ભાઈ જોડે ભાંજગડ કરનારા, ને Court ચડનારાને, કદાચ.. ભાગ મળે છે, પણ.. ભાઈ ખોઈને... ચંદનના છોડને ઉખેડી કુંડુ મેળવવા જેવું જ આ કહેવાય.*
👨❤️👨 *હતા તો એ બે ભાઈ.* મોટો 14 વર્ષનો, નાનો 5 વર્ષનો. પિતાજી રોજ Service જાય. *એક દિવસ નોકરી કરીને ઘેર આવતા Accident થયો, ને 38 વર્ષની ઉંમરે એ Expired થઈ ગયા.* વિધવા માંએ દિકરાને બાપની ખોટ ન સાલવા દીધી. ને ખૂબ ભણાવવાની મહેનત કરી. *મોટો ૧૮ વર્ષની ઉંમરે Collegeમાં First Class આવ્યો. આખા ગામે એનું બહુમાન કર્યું.*
👨❤️👨 કચરા-પોતા ને ક્યાંક રસોઈ કરતી વિધવા માં ખૂબ ખુશ છે. *એના મનમાં.. દિકરાઓ મોટા થાય, એટલે બસ! મારા દુઃખ પૂરા! પણ.. અધિક કામ ને અલ્પ ખોરાકથી એ થોડા સમયમાં રોગનો ભોગ બની. ને અકાળે કાળ ભરખી ગયો.* એક માંના જતા.. ઘરમાં રહેનારા દિકરા જાણે બેઘર બની ગયા. *મોટાએ જોયું, હવે ભણવું ને ભોજન બે શક્ય નથી. એણે School છોડી દીધી.* એણે વિચાર્યું, નાનો ભણે છે, એને ભણાવી દઉં. પોતાના સપના એણે ભંડારી દીધા.
👨❤️👨 છૂટક મજૂરી કરી, ફેરી કરી, લારી કરી, બાકડો કર્યો. *રાત-દિવસ જોયા વગર એણે કામ કર્યે જ રાખ્યુ. ને એક દિવસ ભાડે દુકાન લીધી. મિત્રોએ સાથ આપ્યો અને એ જ દુકાન ખરીદી લીધી.* જ્ઞાતિની કન્યા જોડે લગ્ન થયા. આવેલ કન્યા ખૂબ સદ્ગુણી હતી. એણે આખા'ય ઘરની સીકલ બદલી લીધી. *નાના દિયરીયાને તો માતા જેવા હેતથી ને માવજતથી એણે મોટો કર્યો.*
👨❤️👨 મોટાભાઈએ સારામાં સારા Tuition રાખ્યા. મોંઘા Classesમાં નાના ભાઈને ભણાવ્યો. *એ વકીલની પરીક્ષામાં પાસ થયો, લગ્ન થયા.* દિવસો બધા આનંદના હતા. *બે માળની હવેલીમાં ફરીથી લગ્નની શહનાઈ ગુંજી, ને મોટાભાઈએ આખું ગામ જોતું રહી ગયું, એવા નાના ભાઈના લગ્નના ઠાઠ કર્યા.* શ્રીમંત ઘરની કન્યા ઘરે આવી. એકાદ-દોઢ વરસ તો બધું બરાબર ચાલ્યું. એનું કારણ જેઠાણીનો મધુર સ્વભાવ, ને બીજુ નવુ નવુ હતુ. *પણ.. ધીમે ધીમે રંગ બદલ્યો.* એક દિવસ પત્નીએ વકીલને કહ્યું, *"આ હવેલી સિવાય આપણી કોઈ બીજી જગ્યા ખરી?''*
👨❤️👨 વકીલ કહે, *''પપ્પા તો કોડી'ય મૂકીને ગયા નો'તા. મમ્મીએ મજૂરી કરી કરીને અમને મોટા કર્યા. ને અચાનક મમ્મી પણ ચાલી ગઈ. પૈસાના નામ પર મીંડુ હતુ. મોટાભાઈએ School છોડી દીધી, ને નોકરી-લારી-ફેરી ને મજૂરી કરી મને ભણાવ્યો.* આ સામ્રાજ્ય આખુ મોટાભાઈએ ઊભુ કર્યું છે. બીજુ હશે તો'ય મને ખબર નથી. *મને તો મોટાભાઈએ કહેલુ, તું ભણ, કોઈ ચિંતા ના કર, બધુ જ થઈ જશે. ને મારી જિંદગીમાં રતિભારે ચિંતા કે Tension મોટાભાઈએ મને નથી લેવા દીધા.''*
👨❤️👨 પત્ની કહે, *"એ તો બરાબર, મોટાની ફરજમાં આ બધુ તો આવે. પણ.. તમારા'ય Knowledgeમાં હોવું જોઈએ કે, આપણું Stand શું છે? આપણી Property, આપણી Assets, આપણને ખબર તો હોવી જ જોઈએ."* થોડા દિવસ થયા ને પત્નીએ ફરી કહ્યું, *"તમે એકવાર જાણી તો લો. આપણી પાસે શું છે. ભગવાન કરે મોટાભાઈ 100 વર્ષના થાય. પણ.. કાલે કાંઈ થઈ ગયું તો, દૂધ બધુ કૂતરા પી જશે.* આપણને કંઈ ખબર જ નહિ હોય તો કેમ ચાલે? *at least Knowledgeમાં તો જોઈએ જ.''*
👨❤️👨 *Courtની અંદર જોરદાર દલીલો કરીને જજના જજમેન્ટો'ય ફેરવી નાખનારો વકીલ, ઘરમાં પત્નીની ધારદાર દલીલો સામે પોતે ફરી ગયો.* ને.. એક દિવસ એણે દુકાનનો હિસાબ જોયો. ભરાયેલા Tax ને Return જોયા, ફાઈલો જોઈ, જમીનના દસ્તાવેજ જોયા. *એને સંતોષ થયો, ભાઈએ મોટું Empire ઊભુ કર્યું છે.* ફરી એક દિવસ પત્નીએ કહ્યું, *"શું કર્યું? જોયું તમે?''*
👨❤️👨 વકીલ, *"હા, જોયું. ભાઈએ ખૂબ જમાવ્યુ છે. કમાણી સરસ છે. ને.. Plot પણ છે, Shares પણ સારા એવા લીધેલા છે.''* પત્ની, *"એ બધુ તો બરાબર છે. પણ.. એ બધુ છે કોના નામ પર?''* વકીલ, *"કેમ? કોના નામ પર એટલે? આપણા નામ પર જ છે.''* પત્ની, *"આપણા નામ પર એટલે? તમારા નામ પર છે, કે ભાઈના નામ પર?''* વકીલ, *"બધી Propertyની ખરીદી ભાઈના નામથી જ કરીએ છીએ.''*
👨❤️👨 પત્ની, *"એ જ કહું છું. તમે સમજતા નથી. તમારા ભાઈ તો સારા છે, પણ.. ભાઈના છોકરાઓ બધુ હક કરીને પડાવી લેશે ને? આપણા છોકરાને શું મળશે?''* વકીલ કહે, *"ભાઈને છોકરા જ ક્યાં છે?''* પત્ની, *"એ તો અત્યારે આપણા'ય છોકરા નથી. પણ.. કાલે થશે ત્યારે શું થશે? તમે મારી વાત માનો.''* ને.. પત્નીની આંખોમાં વગર વાદળે, વગર સીઝને અનરાધાર આંસુ ઉભરાણા.
👨❤️👨 _*"સુનામી કરતા'ય સ્ત્રીના આંસુ ખતરનાક હોય છે, જે પૂર વગર બધુ પૂરુ કરી નાખે છે."*_ વકીલ તણાઈ ગયા. ને.. પછીના દિવસોમાં ભાઈ જોડે વ્યવહાર બદલાવા માંડ્યો. *નજર બદલાઈ ગઈ. એટલે હવે બધામાં અલગ મતલબ દેખાવા લાગ્યો. દેરાણી પણ જેઠાણી જોડે થોડી Rough વર્તવા માંડી.* એક દિવસ રાતનો સમય ઘણો વીતી ગયો. પણ.. જેઠાણીને ઊંઘ જ ન આવે.
👨❤️👨 એણે પતિને ઉઠાડ્યા, ને કહ્યું, *"ઘણા દિવસથી તમારા નાના ભાઈનો ને દેરાણીનો વ્યવહાર બદલાયો લાગે છે. એમની આંખોમાં, એમના બોલમાં, વ્યવહારમાં અતડાપણું ને જુદાપણું લાગે છે.''* ને.. જેઠાણીને ડુમો ભરાઈ આવ્યો. મોટા ભાઈ કહે, *"તને વ્હેમ છે. બાકી.. મારો ભાઈ છે, થોડુક, નાદાનપણું હમણા આવ્યું છે. બાકી તું Tension ના લે.''* થોડોક સમય વીત્યો હશે.
👨❤️👨 ને.. એક દિવસ વકીલને પત્નીએ કહ્યું, *"બીજુ તો ઠીક છે. તમારા નામની અંદર Entry કરાવી દો. પછી આપણે નિશ્ચિંત. પણ.. જો જો, તમે કહેશો ને મોટાભાઈ તમને રમાડી દેશે, તમે ભોળા છો.''* ને.. _આ ભોળા શબ્દ ગજબના ગોળા જેવો છે. જે ભલભલાને ગોથા ખવડાવી ભોટ બનાવી જાય._ વકીલ ભોટ બની ગયા. ને એમણે એક દિવસ ભાઈને કહી દીધુ, *"મોટાભાઈ! આ બધુ જ તમારા નામ પર છે. તો મારી Safety શું? કાલે તમારા છોકરા મારા છોકરાને કશું જ નહિ આપે, ને કહેશે તારા બાપના નામ પર ક્યાં કંઈ બોલે છે? એટલે તમારી ભેગું મારું નામ Joint કરી દો. નહિ તો મને મારો ભાગ આપી દો, એટલે પતે.''*
👨❤️👨 આટલું બોલી નાનો ભાઈ ચાલ્યો ગયો. *મોટોભાઈ સ્તબ્ધ બની ગયો, અવાચક બની ગયો. એના હોંશકોશ ઉડી ગયા. શરીર પાણી-પાણી થઈ ગયું. ને પછી એની આંખોમાં આંસુએ જગ્યા કરી લીધી. પોતાના રુમમાં જઈ એ ખૂબ રડ્યા.* પત્નીને વાત કરી. ઘણીબધી વાર બંન્ને મૌન રહ્યા. છેલ્લે મોટાભાઈએ કહ્યું, *"જો હવે ભાઈને જુદા થવું જ છે, એને ભાગ જોઈએ જ છે, તો આપણે એને ખુશી-ખુશી જે જોઈએ, તે આપી દઈએ. ને પ્રેમથી છૂટા પડી જઈએ.''*
👨❤️👨 તે વખતે પત્ની બોલી, *"તમારા માટે Easy છે, છૂટા પડી જવું. મારાથી છૂટા પડીને કેમ રહેવાશે? પ્રભુએ દિકરો તો નથી આપ્યો, પણ.. દિકરા જેવો જ માંનો પ્રેમ મેં દીયર પર ઢોળ્યો છે.''* એ રડી પડ્યા. ખૂબ વાતો થઈ. ખૂબ ચર્ચા કરીને બંન્નેએ નિર્ણય લીધો, ને મોટાભાઈએ એક કાગળ લખ્યો. ને એ કાગળ પત્નીને વંચાવ્યો ને રુંધાતા કંઠે કહ્યું, *"એકદમ બરાબર છે.''*
👨❤️👨 *કાગળ પેક કર્યો, ને.. બીજે દિવસે મોટાભાઈએ Stamp Paper લાવી, લખીને બધુ પાકુ કર્યું.* ને બંન્ને જણે સહી કરીને કવરમાં પેક કરી મૂકી દીધા. ને.. *બીજે દિવસે સવારે નાનો ભાઈ ઉઠ્યો, એની પત્ની ઊઠી. પણ.. રોજ વહેલા ઊઠી રસોડું સંભાળનાર જેઠાણી ના દેખાયા. બહાર મોટાભાઈ ન દેખાયા. ને જોયું તો.. મોટાભાઈની રુમનો દરવાજો ખુલ્લો હતો.* એણે થોડીકવાર આમતેમ જોયું. ને છેલ્લે બૂમ મારી પણ જવાબ ન આવ્યો.
👨❤️👨 એ રુમમાં ગયો. ત્યાં બે કવર પડેલા હતા. ને.. નામ પોતાનું જોયું, એને ધ્રાસ્કો તો પડ્યો. *એણે કવર ખોલ્યું, એમાં Stamp Paper હતા. જેમાં બધું જ પોતાના નામ પર Transfer કરવામાં આવ્યું હતું. નીચે ભાઈ-ભાભીની સહી હતી.* એ હચમચી ગયો.. બીજું કવર ખોલ્યું. એમાં લખ્યું હતું, *"ભાઈ! તું મારો હતો, છે, અને રહેશે. તને છોડીને જતા દુઃખ તો ખૂબ થાય છે, હૈયું ઝાલ્યુ નથી રહેતું. પણ ભાઈ! તને પ્રેમ વગરનો જોઈ શકવા હું અસમર્થ છું. હશે, કુદરતને જે મંજુર. બસ! ખૂબ પ્રેમ ને આશીર્વાદ!"* લી. ભાઈ
👨❤️👨 ને એક લાઈન હતી, *"બેટા સમા દીયરીયા.."* આંસુની ભીનાશથી ઉપસેલો કાગળ પૂરો થતા તો નાનો ભાઈ ફસડાઈ પડ્યો. *એ નાના બાળકની જેમ હીબકા ભરી ભરીને રડવા લાગ્યો. પત્ની દોડી આવી. એણે જોયું, વાંચ્યું. એ શૂનમૂન થઈ ગઈ, ને રડવા માંડી.* બંન્ને જણ Scooter લઈ દોડયા.. પણ.. *है तो ये कितनी बड़ी जहान, कहाँ मिले कदमो के निशान!* કથા પૂરી કરીએ. પણ.. *પછી એ વકીલ ભાઈનો ને દેરાણીનો પસ્તાવો એમને જિંદગી સુધી બાળતો રહ્યો. પણ.. દેવતાઈ ભાઈ ને માતૃસ્વરુપ જેઠાણી ન મળ્યા!*
_*એક સંકલ્પ કરો. ભાગ્યથી મળેલા ભાઈને ક્યારેય ખોઈએ નહિ, અને એને માટે ભાગના નાગને ક્યારેય પોસીયે નહિ.*_
-------------------------------------------------------
_યાદ રહે.._
_*છેલ્લે.. કામ તો પોતાના જ આવશે,*_
_*બહેનો! તમે અનુપમા બનો, દ્રૌપદી નહિ.*_
-------------------------------------------------------
🌙 Good Night
*કડવા હોય લીમડા, મીઠી એની છાંય,*
*બાંધવ હોય અબોલડા, તો'ય પોતાની બાંય!*
✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો