Motivational Story 8
➕ *વસ્તુનો અભાવ નહિ, પણ માણસને પોતાનો સ્વભાવ દુઃખી કરે છે.* ઊગતા સૂરજની વેળાએ એક ભાઈ પ્રભુના દર્શન કરી મંદિરના પગથિયાં ઉતરી રહ્યા હતા. સામે જ એક યુવાન પોતાની મોંઘી Car પાર્ક કરી, રોડ ક્રોસ કરી મંદિરના ગેટમાં પ્રવેશ્યો.
➕ આ જોઈ પેલો ભાઈ તુરંત પાછો મંદિરમાં ગયો, ને પ્રભુને કહ્યું, *"આજથી તમારા મંદિરે નહિ આવું. આવો પક્ષપાત તમે પ્રભુ થઈને કરો? આ યુવાન પાસે મોંઘી Car, Costly Rich વોચ, કિંમતી સૂટ-બુટ, ગળે સોનાની ચેન ને આંગળીએ હીરાજડિત વીંટી. જ્યારે મારી પાસે જૂની થયેલી મારી સ્લીપર, સારા પ્રસંગે પહેરવા 2-5 જોડ પણ નહિ, માત્ર એક સાયકલ ને બીજું ખાસ કંઈ નહિ.*
➕ ને એ સડસડાટ મંદિરના પગથિયાં ઉતરી ગયો. ને ગુસ્સામાં પોતાની સાયકલ સ્ટાર્ટ કરે ત્યાં જ, એક ભિખારી પાટિયા પર સરકતો આવ્યો ને બોલ્યો, *"ભાઈ, ભગવાન તમારું ભલું કરે. મારા ઘરે બીમાર પત્ની છે. મારે બે પગ નથી, બે હાથ રાંટા છે. હું બેઘર છું. કાલ સાંજનો ભૂખ્યો છું. કંઈક આપો."*
➕ પેલાએ સાયકલને સ્ટેન્ડ પર મૂકી. ને એને દસની નોટ આપી, સીધો જ મંદિરમાં દોડી ગયો. ને ખૂબ રડ્યો, ને બોલ્યો, *"પ્રભુ મને માફ કરો! પેલા પાસે તો પગ જ નથી, જ્યારે તમે મને બે મજબૂત પગ આપ્યા છે. એની પાસે હાથ કમજોર છે, જ્યારે તમે મને બાવડા મજબૂત આપ્યા છે. મારી પાસે થોડાક પૈસા છે, મારી પાસે સાયકલ છે, પહેરવા ચંપલ છે, પેલા પાસે કશું જ નથી! પત્ની પણ બીમાર છે, પાછો એ બેઘર છે, જ્યારે મને નાનું ઘર છે. પ્રભુ તમે મને ઘણું બધું આપ્યું છે. મને માફ કરો.*
➕ *તમે ઓછું નથી આપ્યું. મને ઓછું લાગ્યું છે!* ને મોજથી એણે સાયકલને દોડાવી.
_*આ લોકડાઉનનો સમય છે. ઘરમાં ને ઘરવાળામાં શું ઓછું છે, એ જોઈશું તો ઓછું આવશે જ, છે એને જોશો તો રાજી થવાશે. ક્યારેય ન મળ્યો હોય એટલો સમય પરિવાર સાથે રહેવા મળ્યો છે. ઘરમાં શું શું છે ને ઘરવાળામાં શું શું છે, એ જોશો તો તમને બધા પર ક્લેમ ને બ્લેમ કરવા કરતા, બધા પ્રેમ કરવા જેવા લાગશે.*_
યાદ રહે,
➕ *પ્લસ જોશો તો પ્રસન્નતા વધશે,*
➖ *માયનસ જોશો તો પ્રાયમસ સળગશે.*
*✍🏻 by...*
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો