Motivational Story 92
-------------------------------------------------------
_તીર્થંકર પરમાત્મા પ્રત્યેની અચલ શ્રદ્ધાનું એક અદભૂત ઉદાહરણ, પરિવાર સાથે જ વાંચજો..._
-------------------------------------------------------
_*સત્ય ઘટના*_
• *ऊँचे आसमान पे सूरज ने अपनी पहली किरण फैलाई और उल्लूने Declare कर दिया, 'अंधेरा आ गया।' कसूर उल्लू का कि सूरज का?*
• મધ્યાહ્ને આવેલા સૂરજના પ્રકાશમાં ચશ્મા વગર નથી વંચાતુ, એ દોષ સૂરજનો કે નબળી પડેલી આંખોનો?
• *પાંચ પકવાન શુદ્ધ ઘી ને દૂધમાંથી બનાવેલા ન પચે, એમાં વાંક પકવાનનો કે પેટનો?*
• પરમાત્માનો પ્રભાવ ને મહામંત્રનો પ્રતાપ આજે'ય છે જ. *આપણને અનુભવ નથી થતો, એમાં દોષ પ્રભુનો કે પોતાનો-આપણો?*
-------------------------------------------------------
_યાદ રહે,_
_*सूरज तो आज भी अभी भी है,*_
_*कमी तेरी नजरो में है;*_
_*प्रभु तो आज भी अभी भी है,*_
_*कमी तेरी श्रद्धा में है!*_
-------------------------------------------------------
શ્રદ્ધા આજે'ય અજેય છે. Medical Theory માટે Challenge બની રહેલી એક સત્ય ઘટના..
_વાંચો, કદાચ.. ડગમગતી શ્રદ્ધાને મેરુ'શી નિશ્ચલતા આપી જાય._
📿 *મુંબઈને અડીને આવેલું કામણ ગામ, પુણ્યધામ-શંખેશ્વરધામ તીર્થ. લાખો યાત્રિકોની શ્રદ્ધાનું કેન્દ્ર ને માનતાનું મથક એવા આ તીર્થના નાનાશા ડુંગરની ટોચે શંખેશ્વરનાથ બિરાજે છે. ને તળેટીમાં મહાચમત્કારિક શ્રી મુનિસુવ્રતદાદા બિરાજે છે.* અહીં શનિવારના દિવસે પ્રભાતે ભક્તોનો મહાસાગર ઉમટે છે. એક શનિવારે સવારે કેટલાક યુવાનો આવ્યા.
📿 દાદાનો પ્રક્ષાલ કર્યો. *પણ.. એમની સાથે આવેલા રાજકુમાર જેવા High Personality યુવાને ન તો દર્શન કર્યા કે ન તો પ્રક્ષાલ કર્યો.* એ તો ખૂણામાં ગૂપચૂપ બેસી ગયો. *બધાએ ચૈત્યવંદન-સ્તવન ગાયા. પણ.. કોઈપણ જાતની Feelings વગર એ ખોવાયેલો બેસી જ રહ્યો.* દેરાસરથી બહાર નીકળતા મિત્રોએ એને પોતાની સાથે લઈ લીધો.
📿 *લાખો યાત્રિકો માટે _'Free'_ ચાલતી ભોજનશાળામાં ગરમા-ગરમ નાસ્તો કરતાં'ય એના ચહેરા પર કોઈ Smile નહિ. એ પૂરેપૂરો Depressionમાં હતો.* બધા મિત્રોએ એને ખૂબ ધ્યાનથી નાસ્તો કરાવ્યો. *બીજે શનિવારે આ જ યુવાવૃંદ પાછુ આવ્યું. પેલો યુવાન સાથે જ હતો. આજે એણે પ્રદક્ષિણા આપી ને Sideમાં બેસી ગયો.*
📿 ત્રીજે શનિવારે પાછુ યુવાવૃંદ આવ્યું, *એ યુવાન હતો જ. આજે કંઈક ફરક હતો.* અમે પુણ્યધામ-કામણ ગામ જ હતા. બધા યુવાનો દર્શન-વંદન માટે આવ્યા. વાત નીકળી. એમણે કહ્યું, *"સાહેબજી! આ અમારો મિત્ર છે. બાહોશ ને ડેરીંગબાજ છે. 56 ઈંચની છાતી છે. પણ.. કો'ક એવો પાપોદય જાગ્યો છે કે, એના શરીરમાં અચાનક રોગો ફૂટી નીકળ્યા છે. Eye Hemorrhage, Liver Cirrhosis ને Blood Cancer આદિ Reportમાં આવ્યું છે."*
📿 "એ મનથી ખલાશ થઈ ગયો છે. વધારામાં એની Wife આ બધુ થવાથી Divorce લે છે. *એને છોડીને પિયર ચાલી ગઈ છે. ઘાત-આઘાત ને પ્રત્યાઘાતમાં એ આપઘાત ન કરી લે, એની અમને ખૂબ જ ચિંતા છે, ડર છે, ને દહેશત છે.* અહીં દર શનિવારે આવીએ છીએ. પહેલા કરતાં ઘણો ફરક છે. *જો કે ડૉક્ટરોએ તો કહી દીધુ છે કે, હવે દવા પર જ જીવવાનું છે, જીવાય એટલું. બાકી કેસ હવે ભગવાન ભરોસે.''*
📿 પણ.. આ યુવાવૃંદની શ્રદ્ધા રંગ લાવી ગઈ. Depressionની ખાઈમાંથી એ યુવાન Totally બહાર આવી ગયો. ને.. અમે જ્યારે મુંબઈ વિહાર કર્યો ત્યારે એ યુવાવૃંદ એનું મિત્રવર્તુળ ને ખુદ એણે વિદાય આપતા કહ્યું, *"સાહેબજી! Micro Test થઈ ગયા. Foreignથી'ય છેલ્લો Report આવ્યો કે, તમે Eye Hemorrhage, Liver Cirrhosis ને Blood Cancerમાંથી સંપૂર્ણ મુક્ત થયા છો. એક પણ Germs તમારી Bodyમાં રહ્યો જ નથી. Miracle!!!"* એ યુવાનની આંખોની ભીનાશ આજે'ય જીવંત છે.
📿 હજુ આગળ વાંચો. શ્રદ્ધા શું કરી શકે છે. *એક દિવસ એક કન્યાએ એની સામે Offer મૂકી, યુવાને ના પાડી.* ને જ્યારે એ યુવતીએ ખૂબ આગ્રહ કર્યો, ત્યારે યુવાને કહ્યું, *"મને ત્રણ-ત્રણ રોગો થયેલા."* ને યુવાન આગળ બોલે એ પહેલા પેલી યુવતિ કહે, *"મને બધુ જ ખબર છે. પણ.. લગ્ન કરીશ, તો તારી સાથે જ.''* ને.. સુયોગ્ય પાત્રએ જીવનમાં પ્રવેશ કર્યો.
📿 *આજે દર શનિવારે આ જ યુવાન 'Free બસ' લઈને, ગાડી લઈને વર્ષોથી દાદાના ઋણને ચૂકવવા આવે છે.* એ એક જ કહે, *"શ્રદ્ધા રાખવાનું કામ આપણુ, પૂરુ કરવાનું કામ દાદાનું!!!''*
📿 *આજે એ યુવાનનો ક્ષયોપશમ એટલો વધ્યો છે કે, એને દેશ અને પરદેશમાં સાંભળવા યુવામેદની ને સૌ દોડ્યા આવે છે. એની મુનિસુવ્રતદાદાની શ્રદ્ધાએ અમેરિકામાં કોમામાં ગયેલા એના સ્વજનના કેસને દિવસોમાં હસતા-રમતા ને બોલતા કરી દીધા.* ત્યાર પછી, ઘણું બધું બન્યુ છે. પણ.. કથા પૂર્ણ કરીએ.
_*બાકી દાદા Testing માટે નથી. આપણી શ્રદ્ધાને થોડીક ઉંચકીએ. દાદા આજે'ય હાજરાહજૂર છે, ને તું ગમે તે માંગીશ, પણ.. દાદા તને યોગ્ય હશે એ જ આપશે, એ'ય નક્કી!!!*_
*તૂં સુરજને દોષ દેવાનું બંધ કર,*
*તારી આંખના નંબરને ચેક કર!*
✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shshanam
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો