ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story

Motivational Story 93

-------------------------------------------------------
_શું આપને ખ્યાલ છે?_
_ભારત દેશમાં વર્તમાનમાં 1,874 બ્રાન્ચ ધરાવતી એક પ્રખ્યાત બેંકના સ્થાપક એક જૈન શ્રાવક હતા._
_વાંચો, સપરિવાર._
_પ્રામાણિકતાની શાખ પૂરતી એક કથા.._
-------------------------------------------------------

_*સત્ય ઘટના*_

*ડુંગળીની વાસ ને ડમરાની સુવાસ ઝાલી ના રહે. જમીન તો ગુરુત્વાકર્ષણ જેવી તટસ્થ છે, જે વાવ્યુ.. એ જ નસીબે આવ્યું.* ડુંગળી વાવનારો વાસનો ભોગ બનવાનો જ. ને ડમરો વાવનારને સુવાસનો સંયોગ ને યોગ થવાનો જ. *કુદરતનો ન્યાય ને કર્મનો ન્યાય.. બધે સરખો જ છે.*

_જે જેવું કરે, તેવું ભરે._

*એટલે કે.. સારું કરનાર ને ભલું કરનારને એનો બદલો સારો મળે જ મળે. ને ખરાબ કરનારને એનો બદલો ખરાબ મળે જ મળે. ગોસમોટાળા કરનારને સમય આવતા ગોદા વાગે જ વાગે.* ને ન્યાય, પ્રમાણિકતાથી ચાલનારનો સમય આવે જ ને સમય એના સોદા સીધા ઉતારે જ ઉતારે.

_એક સત્યઘટનાની સાક્ષીએ વાંચો.._

💳 *હતો જૈન નબીરો. એટલે.. ખંત, આવડત ને સાહસ તો લોહીમાં જ મળેલા. પણ.. બધુ જ હોય, પણ.. નસીબનો સાથ ન હોય, તો હાથમાં આવેલું'ય હાથતાળી આપી છટકી જાય.* ઘણી બધી મહેનત, ઘણા બધા ધંધા કર્યા, મૂક્યા, પણ.. નસીબે યારી ન આપી.

💳 *તો'ય હિંમત હાર્યા વગર 'દેવકરણજી' નામના આ યુવાને પોતાની મહેનત ચાલુ જ રાખી.* ને કરતા જાળ કરોળીયો ભલે પછડાય, પણ.. પહોંચે. શરત એટલી જ કે, એણે કોશીશ ચાલુ રાખવી. પ્રયાસને પૂરેપૂરો દિલથી કરવો. *તો બંધ દરવાજા પણ ઉઘડે, ઉઘડે, ને ઉઘડે જ. ને.. દેવકરણજીનું પાંદડુ એક દિવસ ખસી ગયું.*

💳 *ને એણે સામાનની હેરાફેરીનો Business ચાલુ કર્યો.* એક સ્થળેથી સામાન લેવો ને બીજે સ્થળે પહોંચાડવો. નિર્ધારિત સમયે ને નિશ્ચિત જગ્યાએ સામાનની Delivery આપવામાં ક્યારેય એની ભૂલ ન થાય, એવો લોકોને પાકો વિશ્વાસ. *ને માલમાં સ્હેજ પણ ફેરફાર કે ઓછોવત્તો ન થાય એ માટે એની ખૂબ ચોક્કસાઈ ને પ્રમાણિકતા આ હેરાફેરીના વ્યવસાયમાં એણે રાખી. અને એટલે ધંધો ખૂબ જામ્યો.*

💳 માલ-સામાન પહોંચાડવાનો ભાવતાલ એક મહિના પહેલા નક્કી થઈ જતો. *પછી ભલે ને વહાણ ને Shipનો ભાવવધારો ગમે તેટલો આવે, તો'ય દેવકરણ ઠરાવેલો જ ભાવ લે. કેટલીયવાર નુકસાન વેઠીને'ય એ પોતાની નેકીને અણનમ રાખતો.* એક વખતનો દેવકરણ ગુમાસ્તો એની હુંશીયારીથી, પ્રામાણિકતાથી, ખંત ને ધગશ ને ખાસ તો મીઠા સ્વભાવથી બજારમાં મેદાન મારી ગયો. *એ દેવકરણજી શેઠના નામે ઓળખાવા લાગ્યો.*

💳 *એની શાખ ને ધાક બજારમાં ખૂબ જામી. એ જ એનો વાંક!* કેટલાય વેપારીઓ માટે, ને ખાસ તો અંગ્રેજ વ્યાપારીઓને એ આંખના કણાની જેમ ખૂંચવા લાગ્યો. *એ બધાએ ભેગા મળી દેવકરણજી શેઠને પછાડવાનો Plan બનાવ્યો.* પણ.. _જો કિસ્મત Powerful તો તકલીફના ડાંડીયાગુલ!_ *શેઠ દેવકરણજીની સમૃદ્ધિમાં વધારો થતો ગયો.* બધુ જ બરાબર ચાલી રહ્યુ છે.

💳 *પણ.. એમાં એક દિવસ અંગ્રેજ સરકાર પડી. એ દેશી Marketનો King બન્યો. એ વિદેશીઓને કેમ સહેવાય!* અંગ્રેજ સરકારના અધિકારીઓએ એક નવી ચાલ ચાલુ કરી. *જ્યારે દેવકરણ શેઠનો એક મહિના પહેલા ભાવતાલ નક્કી થયો હોય, ને વહાણો'ય Book થઈ ગયા હોય, ત્યારે જ.. અંગ્રેજ સરકાર એ વહાણોને, 'યુદ્ધમાં જરુર છે', કહીને એ દિવસોમાં કબ્જે લઈ લે.*

💳 એટલે દેવકરણ શેઠને વહાણો ખૂબ ઊંચા ભાડે લેવા પડે અને *આ પ્રમાણિક જૈન યુવાન ઠેરવેલા- નક્કી કરેલા ભાવથી વધારે હેરાફેરીના મારફતીયાગિરિના પૈસા માંગે જ નહિ.* આ ટેકીલા માણસે છેલ્લે સુધી ટક્કર લીધી. પણ.. *અંગ્રેજ સરકારે એમને લાખોના ખાડામાં ઉતારી દીધા. ને છેલ્લે દેવકરણ શેઠે પોતાની પત્નીના દાગીના વેચીને પૈસા ચૂકવ્યા.*

💳 પણ.. *અંગ્રેજોની ચાલ-પ્રપંચ-કરતૂતને લીધે કોઈ કમનસીબ પળે દેવકરણ શેઠને દુકાન વેચીને, છેલ્લે રહેવાનું મકાન વેચીને તમામ લેણદારોને આનીપાઈ શીખે ચૂકવીને પહેરે લુગડે ને કપડે બહાર નીકળવું પડ્યું.* ક્રૂર ને પ્રપંચી અંગ્રજો ખૂબ ખુશ થયા કે, એક બાહોશ માણસ બેસી ગયો. મર્દ માણસે હારીને ધંધો બંધ કરી દીધો. પણ.. *દિલ વગરના અંગ્રેજોને ખબર નો'તી કે Goodwill નામની કોઈ ચીજ છે.*

💳 શહેરના ને ગામડાના વ્યાપારીઓએ, લોકોએ દેવકરણ શેઠને કહ્યું, *"શેઠ! અમે તમને ક્યાં નડ્યા? અમે ક્યાં ઉઘરાણી કરવા આવ્યા હતા? તમે શું કામ ધંધો બંધ કરો છો?''* બજાર આખાએ દેવકરણ શેઠને કહ્યું, *"શેઠ! તમારી પ્રમાણિકતા પર અમને પૂરો ભરોસો છે.''* ને.. બજાર આખુ પડખે ઊભુ રહ્યું. ને બાહોશ દેવકરણ શેઠે ધંધાને બમણા જોશ ને હોંશથી ધમધમતો કરી દીધો.

💳 *એક દિવસ બધા જ વ્યાપારીઓને સાથે લઈ એમણે બધાને મદદરુપ થવા યોજના રજૂ કરી. ને સમગ્ર જનતાએ આનંદ સાથે.. ને આભાર સાથે એને વધાવી. _*એ યોજના એટલે, "દેના બેંક" - "Dena Bank."*_ દેવકરણ નાનજી નામની બેંકનું Short Form  - દેના બેંક. *આજ સુધી ચાલી રહેલી દેશની રાષ્ટ્રીયકરણ પામેલી બેંકના સ્થાપક હતા, આ જ શેઠ શ્રી દેવકરણ નાનજી!*

_*કથા તો પૂરી કરીએ. પણ.. એક પ્રમાણિકતા ને ખંત માણસને ક્યાં પહોંચાડે છે, એનો જીવંત પુરાવો બની રહેલી આ સત્યઘટના આપણને સંદેશ આપે છે કે, ધંધામાં રાખેલી નીતિ.. આપણને અંતે તો ફાયદામાં જ રાખે છે ને પ્રગતિ આપે છે. અનીતિની ગતિ.. અંતે તો અધોગતિ જ!*_

-------------------------------------------------------
_યાદ રહે..._
_*Honesty is the Best Policy*_
-------------------------------------------------------

*નાણું અનીતિતણું, રહે વર્ષ પાંચ કે સાત,*
*તુલસી દ્વાદશ વર્ષ મેં, જડમૂલ સે જાત!*


✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top