ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story

Motivational Story 71

-------------------------------------------------------
_વાંચો, રાજસ્થાન-બિકાનેરના એ દિલાવર શેઠની જૈન ધર્મ પ્રત્યેની અખૂટ શ્રધ્ધા, પરિવારને સામે રાખીને વાંચજો._
-------------------------------------------------------

_*સત્ય ઘટના*_

*કીડી દર બનાવે, પંખી માળો બનાવે, માણસ ઘર તો બનાવે જ. પણ.. એ પરમાત્મા માટે મંદિર પણ બનાવે! જનાવરોની જિંદગી મોટે ભાગે સ્વકેન્દ્રિત બની પૂરી થાય છે. જ્યારે માણસ.. સ્વ માટે, પર માટે, ને પ્રભુ માટે'ય જિંદગીમાં ઘણું બધું કરી જતો હોય છે, કે કરી શકતો હોય છે. શરત એટલી જ કે, એને પ્રભુ માટે પ્રેમ જાગ્યો હોવો જરુરી છે.* પ્રભુનો ભાવ જાગે ત્યારે ભક્ત શું કરી શકે, એનું એક સચોટ સત્ય ઉદાહરણ...

⛳ *રાજસ્થાન - રાજાઓનું સ્થાન. એમાં બિકાનેર શહેર. ત્યાં એક ઘીના વ્યાપારી 'ભાંડાશાહ ઓસવાલ' વસે.* પોતાના વિશાલ બંગલાને જોઈ, નગરની જાહોજલાલી જોઈ, એને'ય વિચાર આવે, *આ મારું ગામ, અહિં મારા પ્રભુનું ધામ એવું નિર્માણ કરું કે, ગામની શાન-બાન ને આન મારા પરમાત્માનો દરબાર જ હોય.* ભવ્ય જિનાલયના સપના રોજેરોજ સૂતા-જાગતા એ જોતા. એક દિવસ સોમપુરાને બોલાવ્યા, ને કહ્યું *"અહીં પ્રભુનું ધામ એવું અદ્‌ભુત નિર્માણ કરવું છે કે, જગન્નાથને જુહારવા જગત આખું આવે.''*

⛳ સોમપુરાએ પૂછયું, *"શેઠજી! મંદિર કેટલું મોટું બનાવવું છે? નકશા એ પ્રમાણે બનાવું."* છેલ્લે.. ત્રણ મંજીલા-ત્રણ માળનું મંદિર-લાલ ગુલાબી ને સોના જેવા પીળા પથ્થરોમાંથી સંપૂર્ણ જિનાલય નક્કી કરી સોમપુરાએ plan બનાવ્યા. *ઘણા બધા plan બદલાયા, ઘણું બધું changes થતું ગયું. છેલ્લે planને final કરવાની meeting ગોઠવાઈ શેઠની દુકાનમાં.*

⛳ *શેઠ સોમપુરા જોડે ચર્ચા કરી રહ્યા છે, ત્યાં જ એક માખી ઘીના તપેલામાં પડી.* શેઠે તરત માખીને બહાર કાઢીને પોતાના જૂતા પર મૂકી દીધી. સોમપુરો વિચારે ચઢયો કે, *"માખી ફેંકી દેવાને બદલે શેઠે જુતા પર કેમ મૂકી?"* મંદિરની ચર્ચા શેઠે ચાલુ જ રાખી. *થોડીકવાર થઈ ને શેઠે જોયું, માખી નીતરી ગઈ છે. માખીને ધીમેકથી લઈને શેઠે સાઈડ પર મૂકી દીધી. ને જૂતા પર લાગેલું ઘી ઘસી જુતાને ચમચમાવી દીધા.*

⛳ મંદિરની ડીઝાઈનો, કોતરણીઓ ને તોરણો ને ગોખલાઓ ને દરવાજાની ડીઝાઈનો ને મંદિરનો plan final કરતા, નક્કી કરતા-કરતા સોમપુરાને વિચાર આવ્યો કે, *જે શેઠ એક માખીની ઉપર લાગેલા ઘીને'ય છોડતા નથી.. એ મંદિર શું બનાવવાના!* સોમપુરાએ શેઠની મજાક કરી. શંકા સાથે, *"શેઠ! જો મંદિર મજબૂત ને ચિરંજીવી બનાવવું હોય, તો મંદિરના પાયામાં ને નિર્માણમાં પાણીના બદલે ઘી વાપરવું જોઈએ. તો જ મંદિર શતાબ્દીઓ સુધી અમર તપશે."*

⛳ ભાંડાશાહ કહે, *"સોમપુરાજી! એમ કરીએ. કેટલું ઘી જોઈશે, એ તમે કહો, એટલે મંગાવી લઈએ."* ને ચાલીશ હજાર (40,000) મણ ઘી - શુદ્ધ, શ્રેષ્ઠ ને અસલી ઘી શેઠે મંગાવી લીધું. *એની સુગંધે હવા સુગંધિત બની ગામને આશ્ચર્ય ગરકાવ કરી ગઈ. ભાંડાશાહે પાયો ખોદાવી દીધો, ને કામકાજ ચાલુ કરી દીધુ.*

⛳ ને પાયામાં જ્યારે ઘી નાંખવા માટે દેગડાઓના ગાડા પર ગાડા આવ્યા ત્યારે સોમપુરાએ કહ્યું, *"શેઠજી! માફ કરો! મંદિર તો પાણીથી બનાવશું. આ તો મેં તમારી પરીક્ષા કરી! કેમ કે, મને તમારી પર doubt હતો કે, તમે જિનાલય પૂરું નહિ કરાવી શકો."* ભાંડાશાહ કહે, *"કેમ?"*

⛳ તે વખતે સોમપુરો બોલ્યો, *"શેઠજી! મને doubt એટલે પડ્યો કે, આપણે તમારી દુકાનમાં જ્યારે મંદિરનો plan final કરવા બેઠા, ત્યારે તમે ઘીમાં પડેલી માખીને જૂતા પર મૂકી એનું ઘી જૂતા પર ઘસ્યું હતું. એ જોઈ મને વિચાર આવ્યો હતો કે, જે શેઠ મરવા પડેલી માખીના'ય ઘીને જૂતા પર લગાડે, તો આવો કંજુસ માણસ ત્રણ માળનું મંદિર કેવી રીતે બનાવશે?* પણ... આ 40,000 મણ ઘીના દેગડાઓએ મારી આંખ ઉઘાડી નાખી. *શેઠજી! માફ કરો. ઘી નહિ, પાણીથી જ જિનાલય બંધાશે. ઘીની જરા'ય જરુર નથી."*

⛳ ભાંડાશાહ કહે, *"સોમપુરાજી! હવે તો દેરાસર ઘીથી જ બંધાશે. મેં તો આ ઘી પ્રભુના નામ પર લઈ લીધું છે. એ પ્રભુમાં જ વપરાય."*


-------------------------------------------------------
_યાદ રહે,_
_*જે સીધે સીધુ પ્રભુના નામનું હોય તે બધું દેવદ્રવ્ય. દેવદ્રવ્યનું ભક્ષણ.. ભવભ્રમણનું કારણ બને છે.*_
-------------------------------------------------------


⛳ ને કહે છે... *એ આખું'ય 3 માળનું જિનાલય પાણીના બદલે મોટે ભાગે ઘીના ઉપયોગથી બન્યું છે. અને એટલે જ આજે'ય જ્યારે વધુ ગરમી પડે, ત્યારે મંદિરની દીવાલોમાંથી.. flooringમાંથી.. આજુબાજુથી "ઘી" ટપકે છે!*

⛳ *एकबार समय निकालकर ये देश-परदेश प्रसिद्ध तीन मंजिले जिनालय में जाकर, पांचवे तीर्थंकर श्री सुमतिनाथ परमात्मा की अद्भुत प्रतिमा एवं भांडाशाह की बिखरी उदारता से.. जो कला यहाँ निखरी है, शायद.. ऐसी पत्तीनुमा चित्रकारी फ्रेस को चित्रकारी शीशा पर उतारी गई।* अलौकिक कारीगिरी को आप देखते ही रह जाएंगे, शायद.. आप बोल उठोगे, *"जिन्दगी में भांडाशाह तुमने इतिहास बनाया।"*

_*કથા તો અહિં પૂરી કરીએ. પણ.. એકવાર કીડી ને પંખીની દુનિયાથી આગળ.. માણસથી આગળ.. ભક્તની દુનિયામાં વિચરો. રે છેલ્લે.. ઘરમંદિર તો બનાવીને પ્રભુને કહો, "મંદિર પધારો, સ્વામી! સલુણા.."*_


*प्रभु! वो तैरते-तैरते डूब गए,*
*जिन्हें खुद पर गुमान था,*
*वो डूबते-डूबते भी तैर गए,*
*जिन पर तूं मेहरबान था!*


✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top