ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story

Motivational Story 87

-------------------------------------------------------
_વાંચો, એક અબલા નારીની ખુમારીથી ભરીભરી અસલ દાસ્તાન.._
-------------------------------------------------------

_*સત્ય ઘટના*_

*વાદળાઓ ક્યાં સૂરજને વધતા અટકાવી શક્યા.*
પહાડો ક્યાં ઝરણાને વહેતા રોકી શક્યા.
*ને.. ક્યાં કાળમીંઢ પથ્થરો બીજને ઉગતા દબાવી શક્યા.*

*જેનો નિર્ધાર મક્કમ છે, જેના ઈરાદામાં દમ છે, એને ક્યાં કઈ કમ છે!* એને વધતા અટકાવવાની.. એને ઉગતા દબાવવાની તાકાત આ સૃષ્ટિમાં કોની છે? *એને રસ્તો મળી જશે, એ રસ્તો શોધી લેશે, રે.. છેલ્લે એ રસ્તો સર્જી લેશે.*

_એક સત્ય ધટના.. ઈરાદાની બુલંદીએ નિર્ધારની જુગલબંધીએ રચેલા ઈતિહાસની. કદાચ, વાંચતા.. તમારી આંખો એ અબલાના બલ પર ગંગા ને જમનાના જલ પડાવ્યા વગર નહિ રહે._

🙍🏻 *સાંજનો સમય થયો હતો.* ગોદોહિની વેળા હતી. *એ સમયે એક સૌભાગ્યવંતી સ્ત્રી લાકડાનો ભારો માથે ઉપાડી ઉતાવળા પગલે ગામ તરફ જઈ રહી હતી.* અંધારું થાય એ પહેલા એને ગામમાં પહોંચી જવુ હતું. *એને લાકડાનો ભારો લૂંટાવાનો બિલકુલ ડર ન હતો. એને ભૂંડો માણસ અંધારામાં પોતાનું શિયળ લૂંટી લે એનો ભય હતો.* એટલે એ ખૂબ ઝડપે ચાલી રહી હતી.

🙍🏻 *ત્યાં જ એનો ભય સાચો પડ્યો. એણે એક સૈનિકને પોતાની તરફ આવતા જોયો. એ ગભરાઈ ગઈ.* એ દોડીને એક મંદિરમાં પ્રવેશી ગઈ. પણ.. એણે જોયું, *મંદિરનો દરવાજો તૂટેલો હતો.* ને આ બાજુ સૈનિક પણ મંદિર તરફ આવ્યો. એ ડરી ગઈ, ધ્રુજવા માંડી. *સૈનિક મંદિરના Compoundમાં દરવાજો ખોલી પ્રવેશ કરે એટલી જ વાર.. એણે જોયું, હવે મારું શિયળ જોખમમાં આવશે.* સૈનિકની આંખોમાં એણે વાસનાના સાપોલીયા રમતા જોયા.

👩🏻 *બીજે ક્યાંય દોડીને જઈ શકાય એવી કોઈ જગ્યા એને ન દેખાઈ.* ત્યાં જ સૈનિક Compoundમાં પ્રવેશી મંદિરના પગથિયા સુધી આવી ગયો. *એ બેને જોયું, હવે કોઈ રસ્તો નથી લાગતો. પણ.. મારે શિયળ તો બચાવવું જ છે. ભલે પ્રાણ જાયે તો જાયે, Any Condition.. Any Cost.* જે પણ ભોગ આપવો પડે તે આપીશ.

👩🏻 ને.. આર્યદેશની આ બેને તે વખતે પ્રભુને પ્રાર્થના કરી કે, *"પ્રભુ! શિયળભંગ પહેલા પ્રાણભંગ આપજો."* એણે ચારે તરફ નજર કરી, મંદિરમાં કોઈ વસ્તુ ન મળી. *મંદિરમાં એક બુઝાયેલો દીવો હતો, જેમાં થોડુંક ઘી હતું. આ બેને એ દીવો હાથમાં લઈ લીધો ને મંદિરની બહાર આવી.*

👩🏻 મંદિરના પગથિયે આવી ગયેલા સૈનિકને કહ્યું, *"આવો.. આવો.. ભાઈ! આજે તમને એક ચમત્કારીક લેપ આપીશ. જે લેપ આ મારા જાગતા દેવે મને આપેલો છે. આ એવો પ્રભાવશાળી લેપ છે કે, એ જો શરીર પર લગાડી દો, તો એ અંગ પર ગમે તેવા શસ્ત્રો મારે, તો'ય વાગે જ નહિ.* યુદ્ધમાં મોટામાં મોટુ આ રક્ષાકવચ બને. અને આમાં તમારે બીજુ તેલ ઉમેરતા જવું, એટલે લેપ ખૂટશે નહિ. *તમે આ લેપ લઈ જાઓ, તમને યુદ્ધમાં કામ લાગશે.''*

👩🏻 સૈનિક લોલૂપ નજરોએ જોતો આગળ વધ્યો. ત્યાં જ આ બેન બોલી, *"જુઓ, તમે લગાડો. ને તમારા શરીર પર તલવાર અડશે, તમને કાંઈ નહિ થાય. ને જો તમને વિશ્વાસ ન આવતો હોય, તો હું જ મારા ગળા પર આ લેપ લગાડું છું. ને તમે તલવાર ચલાવો, મને કશું જ નહિ થાય.''*


-------------------------------------------------------
_એક મિનિટ,  કથા પછી વાંચજો.._
_*એક અબલા કહેવાતી સ્ત્રી શિયળને સાચવવા પોતાના પ્રાણને હોડમાં મૂકવા તૈયાર થઈ શકે છે, તો સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞાને સાચવવા, આપણે શું કંદમૂળ ન છોડી શકીએ? અભક્ષ્ય ને વ્યસન ન છોડી શકીએ? રાત્રિભોજનને છોડવા Try પણ ન કરીએ. તો આપણને શાસન પ્રતિ.. પ્રભુ પ્રત્યે લગાવ કેટલો???*_
-------------------------------------------------------


👩🏻 કથા - ને.. એ બેને લેપ પોતાના ગળા પર લગાડ્યો ને કહ્યું, *"તમને વિશ્વાસ આવે માટે ચલાવો તલવાર. મારા ગળાને ઘસકરો'ય નહિ લાગે.''*


-------------------------------------------------------
_યાદ રહે,_
_*વાસના ગ્રસ્ત.. એની બુદ્ધિ અસ્ત!*_
-------------------------------------------------------


👩🏻 ને સૈનિકે તલવાર ચલાવી. *ને બીજી જ સેકંડે આ વિરાંગનાનું મસ્તક કપાયું, ને ધડ જમીન પર પડ્યું. લોહીના ઉડેલા ફુવારાએ સૈનિકને ભાનમાં લાવી દીધો.* એણે ચિત્કાર કર્યો, ને બોલ્યો, *"તું જૂઠું બોલી. જાણીજોઈને તારું ગળું કેમ કપાવી દીધું? તારે શું કામ મરવું પડ્યું"*

👩🏻 પણ.. બીજી મિનિટે એને જવાબ જડી ગયો. *એણે તડફડીને શાંત થઈ ગયેલા એ વિરાંગનાના મસ્તકને.. ધડને.. શબને રડીને પ્રણામ કર્યા.* ને બોલ્યો, *"શિર સાટે શીલ સાચવનારી ઓ વિરાંગના! દેવી! માતા! મારા જેવા હેવાનને-શેતાનને માફ કરજે. ને શેતાનમાંથી સજ્જન બનવાના સંકલ્પ આજે લઉં છું."* ને એ ખૂબ રડ્યો.

_*કથાને પૂરી કરીએ. પણ... પ્રેરણાનું એકાદ કિરણ આપણી આચરણની દુનિયામાં પ્રકાશનો તેજ લીસોટો કરી જાય એવો સંકલ્પ જગાડજો.*_

-------------------------------------------------------
_कामोऽयं नरकदूत:, कामो व्यसनसागर: ।_
_कामो विपल्ल ताकन्द:, काम: पापद्रुसारणि: ।।_
-------------------------------------------------------


*कामी कुत्ता दोय मास, अंते भया उदास,*
*कामी नर कुत्ता सदा, षट ऋतु बारेमास!*


✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top