ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story

Motivational Story 88

-------------------------------------------------------
_વાંચો, અંગ્રેજોના શાસનમાં બનેલો જૈનત્વની ખુમારી દર્શાવતો એક બનાવ.._
-------------------------------------------------------

_*સત્ય ઘટના*_

*દાગીના સાચવવા locker જોઈએ. પૈસો સાચવવા તિજોરી જોઈએ. ઘર સાચવવા દરવાજો જોઈએ. પાણી સાચવવા પાળ જોઈએ. તો.. ધર્મ સાચવવા શું જોઈએ?*
ઘણા બધા જવાબો.. ઘણા બધા જવાબદારો આપશે. જે પાછા સત્યના સંગી હશે જ.
*પણ.. કદાચ.. સૌથી અનિવાર્ય ને અગત્યનું _"સત્ત્વ"_ હશે! હશે નહિ, છે જ.*

શરીરને જીવંત રાખવા ભોજન-પાણી-દવા આદિ જરૂરી છે જ. પણ.. સૌથી અનિવાર્ય ને અગત્યનો હશે શ્વાસ. *શ્વાસ વગર શરીર ન ટકે, તો સત્ત્વ વગર ધર્મ પણ ના ટકે.*
_એક નાનકડી કથાનો ઈશારો.._

💂🏻 *અંગ્રેજોનું જુલમી ને આપખુદ દુઃશાસન જ્યારે આ દેશ પર હાવી થયું હતુ, તે વખતની વાત છે.* દિલ્હીથી દૂર વસેલા સરહાનપુરમાં એક દિવસ અંગ્રેજ Collectorનો હુકમ લઈ એક સરકારી કર્મચારી લાલા જંબુપ્રસાદજીને ઘેર આવ્યો. *ચા કરતા કિટલી વધારે ગરમ હોય.* આવીને એણે સીધુ જ કહ્યું, *"आपका हाथी मेरे साथ भेज दो।''* લાલા જંબુપ્રસાદજી કહે, *"क्या Collector सा'ब के यहाँ कोई Function है?''*

💂🏻 પેલો કર્મચારી કહે, *"ये सब पूछने की क्या जरुरत?''* લાલાજી કહે, *"अगर सा'ब को हाथी की जरुरत है, तो मुझे पूछने की भी जरुरत है।''* એ વખતે પેલો કર્મચારી કહે, *"बहोत दिन से सा'ब शिकार करना सोच रहे थे। मगर.. Office में काम बहोत Pending था। कल सा'ब Free हुए। आज बियावन जंगल में हाथी पे बैठकर सा'ब शिकार करने चलेंगे। तो फ़ौरन आपका हाथी दे दीजिए। सा'ब तैयार ही बैठे होंगे, देर मत करो।''*


-------------------------------------------------------
_એક મિનિટ કથા પછી વાંચો..._
_*જંબુપ્રસાદજીએ કહ્યું એ પછી. પણ.. તમે હો તો શું કરો? અથવા તમને કોઈ પૂછે, સલાહ માંગે, તો તમે શું સલાહ આપો? તમે કદાચ એમ જ કહેશો, ન અપાય.. પાપ લાગે. પણ.. સત્તા આગળ શાણપણ નકામું. Collector આગળ શું કરી શકાય? ને.. છેલ્લે તમે આપી દો.*_

_*તમારી સત્ત્વ વગરની સમજણ આ પાપનો સ્વીકાર કરી જ લે. કોઈપણ જાતના પ્રતિકાર વિના, ને કોઈપણ જાતના કરાર વિના.*_
-------------------------------------------------------


💂🏻 કથા - લાલા જંબુપ્રસાદજીએ કર્મચારીને કહ્યું, *"जाइए और Collector सा'ब से कहिए कि, Collector साब को हमारी हाथ जोड़कर गुज़ारिश है कि, आप हाथी मंगवाते हो, तो हाथी ही अकेला क्यों? मेरे पास हाथी-घोड़े-बगी सबकुछ है। आप कहो वो सवारी के लिए सजा-धजा के भेज दू। मगर.. शिकार के लिए नहीं।''* કર્મચારીએ જઈને Collectorને કહ્યું. Collector ધૂંઆપૂઆ થઈ ગયો. ને બોલ્યો, *"बनिए की इतनी हिंमत। मैं खुद जाता हूं। देखता हूं, बनिया कैसे मुझे मना करता है।''*

💂🏻 *ને.. વાવાઝોડુ Cyclone ધસમસતું આવ્યુ, સરહાનપુરમાં જંબુપ્રસાદ લાલાના ઘરે.* ને.. કલેક્ટરે કરડાકીથી કહ્યું, *"बनिया, हाथी देता है या नहीं?''* "सा'ब हाथी-घोड़े सब सज-धजकर तैयार कर दू। मगर.. सवारी के लिए, शिकार के लिए नहीं।'' કલેક્ટરે ગુસ્સામાં આવીને રાડ પાડી, *"बनिया, इनका नतीजा क्या आ सकता है मालूम है?''*

💂🏻 લાલાજીએ Collectorની આંખમાં આંખ પરોવી બેધડક કહ્યું, *"सा'ब! आप मुझे जेल में डाल सकते हो, मेरी सारी मिलकत जप्त कर सकते हो, मुझे उम्रभर की कैद या फांसी दे सकते हो, मगर.. मैं शिकार के लिए अपना हाथी नहीं दे सकता।''* Collector કહે, *"बनिया! अभी भी सोच ले। तुं किनसे टक्कर ले रहा है पता है?''* લાલાજી કહે, *"सा'ब! आप जो चाहे सो कर सकते हो। मैं आपसे टक्कर नहीं ले सकता। मगर.. मेरे धर्म पर टीक तो सकता हूं।''*

💂🏻 Collector કહે, *"बनिया, ये तेरा आखरी जवाब है?''* લાલાજી, *"गांव में सवारी के लिए हाथी तैयार है, जंगल में शिकार के लिए नहीं। मैं हरगिज मेरा हाथी आपको नहीं दूंगा।''* ને.. Collector ઊભા થયા. આજુબાજુ ઊભેલા બધા ચૂપ હતા. *ડરના માર્યા કોઈ કશું કરી શકે કે બોલી શકે એમ હતા નહિ. ને ઊભા થયેલા Collector લાલાજીને ભેટી પડ્યા.* ને બોલ્યા, *"बनिया! तुं पक्का जैन है।''* Collector ભાવભીના બની ગયા. ને લાલાજીને ધન્યવાદ આપી પોતાના કાફલાને ઉપાડ્યો.

_*કથા તો અહિં પૂરી કરીએ. પણ.. સત્ત્વ વગરની સમજણ આપણને માર્ગથી દૂર જતા રોકી નહિ શકે. ખોટી બાંધછોડ કરતા અટકાવી નહિ શકે. લીધેલા નિયમો કચકડાની જેમ તડ કરતા તૂટી જશે, કે કાચા દોરાની જેમ તોડી નાખશુ. થોડાક સત્ત્વને જગાડીએ, ને જૈનત્વથી દૂર જતા અટકીએ. ને આપણા ઘરમાં આવતા અધર્મ ને અભક્ષ્યને રોકીએ.*_


*मंजिले उन्ही को मिलती है,*
*जिनके सपनो में जान होती है,*
*सिर्फ पंखो से कुछ नहीं होता,*
*दोस्तों! होसलो से उड़ान होती है!*


✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top