Motivational Story 15
_*અસંતોષ અને ફરિયાદના 'કોરોના'થી, કોઈ ક્ષેત્ર કે કોઈ વ્યક્તિ 'કોરા-ના' રહ્યા ત્યારે, Made in Chinaના કોરોનાની સામે વેક્સીન જેવી આ ઘટના છે.*_
🤷🏻♂️ સમી સાંજનો સમય હતો. એક 12-13 વરસનો છોકરો એક સ્ટોરમાં દાખલ થયો. ને કહ્યું, *"સાહેબ મારે ફોન કરવો છે."* સ્ટોરમાલિકે રજા આપી. સિક્કાવાળા ફોનમાં સિક્કો નાખી એણે ફોન જોડ્યો. એના હાથ ગંદા હતા, એટલે સ્પીકર ફોન પર વાત ચાલુ કરી.
🤷🏻♂️ સામેથી એક સ્ત્રીનો અવાજ આવ્યો. એટલે છોકરો બોલ્યો, *"મેડમ, પામ બીચ વિસ્તારમાં આવેલા તમારા આલિશાન બંગલામાં કામ જોઈએ છે. હું તમારા બગીચાની લોન કાપીશ. બગીચાને પાણી પીવડાવીશ."* મેડમ બોલ્યા, *"મારે ત્યાં લોન કાપવા તથા બગીચા માટે માણસ છે જ."*
🤷🏻♂️ છોકરો : *"પણ મેડમ.. હું તમારા બગીચાના બધા જ કામ કરીશ. અને તમે અત્યારે માણસને જે પગાર આપો છો, એનાથી અડધો જ પગાર મને આપશો."* મેડમ : *"અત્યારે જે માણસ કામ કરે છે, તે બરાબર કરે છે."* છોકરો : *"પણ મેડમ, હું એનાથી સરસ કામ કરીશ. તમારા બંગલાને ચોખ્ખો ચણાક રાખીશ. મેડમ પ્લીઝ.. મારે નોકરીની જરૂર છે."*
🤷🏻♂️ મેડમ : *"અત્યારે જે માણસ છે, એ સરસ જ કરે છે. Sorry, મારે જરૂર નથી."* છોકરો : *"પણ મેડમ, હું તમારા ઘરમાં વધારામાં કચરા-પોતા પણ કરીશ. જે કહો તે બધું જ કામ કરીશ ને તમને સંતોષ થશે, એ રીતે કરીશ."* મેડમ : *"ભાઈ, મારે કોઈ માણસની જરૂર નથી. મને માણસથી પૂરો સંતોષ છે. આભાર."* ને મેડમે ફોન સ્વીચ ઓફ કર્યો.
🤷🏻♂️ પેલો છોકરો ખુશખુશાલ ચહેરે ફોન મૂકી સ્ટોરવાળાનો આભાર માની પગથિયાં ઉતરવા લાગ્યો. ત્યાં જ સ્ટોરવાળા માલિકે બૂમ પાડીને બોલાવ્યો. છોકરો મલકાતો આવ્યો ને કહ્યું, *"બોલો સાહેબ?"* સ્ટોરવાળો કહે, *"બેટા, તારે નોકરીની જરૂર છે? તે મેડમને આટલી Request કરી, તને મેડમે ના પાડી. તો'ય તું આટલો ખુશ કેમ?"*
🤷🏻♂️ *"ઉપરથી મેં જોયું, મેડમ જેમ-જેમ ના પાડે તેમ-તેમ તારો ચહેરો ઓર ખુશ થતો હતો. ને તું બિલકુલ ઉદાસ થયા વગર હસતો ને હસતો જ રહ્યો. દોસ્ત! તારી મેડમ જોડે વાતચીત કરવાની રીતભાત મને બહુ જ ગમી ગઈ. તું ચિંતા ન કર. મારે ત્યાં તને નોકરી આપીશ. તું આવી જા. ચિંતા ના કર. બોલ ક્યારથી Joint થવું છે?"*
🤷🏻♂️ છોકરાએ કહ્યું, *"Thank you sir, તમારો આભાર. Sorry sir, હું તમારે ત્યાં Joint નહીં થઇ શકું."* સ્ટોરવાળો : *"અરે! હમણાં તો તું આજીજી કરતો હતો, મેડમને કેટલી Service માટે કાકલુદી કરતો હતો. હવે ના પાડે છે? તો તું કરીશ શું? બીજે ક્યાંય નોકરી મળે એમ છે?"*
🤷🏻♂️ છોકરો : *"સાહેબ, હું એ મેડમને ત્યાં જ સર્વિસ કરું છું. મારી નોકરી મેડમના ઘરે 1 વર્ષથી ચાલુ છે."* સ્ટોરમાલિક આશ્ચર્યચકિત થતા બોલ્યા, *"ગજબ છે તું, જો મેડમને ત્યાં જ તું છે, તો મેડમને અડધા પગારમાં કામ કરીશ ને તમને પૂરો સંતોષ આપીશ ને બધું કરીશ આવી બધી આજીજી કેમ કરી?"*
_એ વખતે આ છોકરો જે બોલ્યો એ શબ્દો, અસંતોષ ને ફરિયાદના કોરોનાથી પીડાઈ રહેલી જગતની જનતા માટે વેક્સીન જેવા સાબિત થઇ શકે._
🤷🏻♂️ એ છોકરો બોલ્યો, *"સાહેબ, મારા કામથી મેડમને સંતોષ છે કે નહીં, એ જાણવા જ મેં ફોન કર્યો હતો. મારી કોઈ ફરિયાદ હોય તો હું દૂર કરીને, મારી મેડમનો અસંતોષ ને ફરિયાદ હું દૂર કરી શકું."* ને નાના છોકરાની મોટી વાત સાંભળતા સ્ટોર આખો'ય ભીનો બની ગયો. સૌ મુગ્ધ નજરે એને દેખાય ત્યાં સુધી જતો જોઈ રહ્યા.
_*આ લોડાઉનનો સમય છે. એકબીજા પ્રત્યેનો અસંતોષ વ્યક્ત કરવામાં કે એકબીજાની ફરિયાદ કરવામાં ગુમાવવાના બદલે, આ નાના છોકરાની જેમ મારા ઘરમાં કે પરિવારમાં, મારા વર્તુળમાં કોઈને મારાથી અસંતોષ હોય કે મારા માટે કોઈ ફરિયાદ હોય તો એ હું છાની રીતે જાણી લઉં. ને એ દૂર કરું. બાકી સાચ્ચે જ આપણે આજ સુધી બીજા માટેની આપણી જ ફરિયાદ ને અસંતોષ જાણ્યા છે. પણ આપણા તરફથી બીજાને થતા અસંતોષ કે ફરિયાદને વિચારી જ નથી. ચાલો, આજની કથા નવી પ્રથા પાડે. કદાચ, આવતીકાલનું પ્રભાત સુપ્રભાત હોય!*_
👉 આપને જો *Story* ગમી હોય, તો કોઈકને દિશાનિર્દેશ થાય તે માટે, આપના *Family-Friendsના ગ્રુપોમાં Forward* કરશો.
*कुछ अपनी भी गलती होती है,*
*दोनों हाथ से ताली बजती है,*
*एक हाथ से तो जनाब...*
*सिर्फ तमतमाती चपात लगती है!*
*✍🏻 લેખક*
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો