ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story

Motivational Story 100

-------------------------------------------------------
💯 💯 💯 💯 💯 💯 💯

_*07 એપ્રિલ 2020થી શરુ થયેલી સન્માર્ગદર્શક, પ્રભુપથ પ્રદર્શક, જૈનત્વ સંસ્કાર ઉપદેશક, વિભિન્ન મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને પૂ.શ્રદ્ધેય ગુરુદેવશ્રી યશોવર્મસૂરીશ્વરજી મહારાજા દ્વારા હૃદયસ્પર્શી  લિખાવટ અને આકર્ષક છણાવટને અંતે આપના હાથ સુધી પહોંચતી, 99 દિવસથી Non Stop ચાલતી... "Talk of the Day Series, Motivational Story"ની 100મી Story આપના કરકમલોમાં મુકતા હર્ષની લાગણી અનુભવીએ છીએ.*_

_*- વિક્રમકૃપા પરિવાર*_

💯 💯 💯 💯 💯 💯 💯
-------------------------------------------------------

*Golden Frameના હોય કે Companyના હોય, પણ.. એ ચશ્માનું માપ નક્કી છે, એ માપના જ ચશ્મા લેશે.*
ગમે તેવા Branded કપડા લેશે, તો'ય માપનું ધ્યાન રાખશે જ.
*મોંઘા Shoes-Bootને ચંપલ લેશે, તો'ય એનું માપ.. ભલે નંબરમાં, પણ.. એ માપ પ્રમાણે જ લેશે.* માપ વગર Suit-Boot, Shirt કે T-Shirt નહિ ખરીદે.

*રે.. ચા ને દૂધમાં સાકરનું માપ ને દાળ-શાકમાં મીઠાનું માપ એને ખબર છે અને એ માપ પ્રમાણે જ નાખે છે, કેમકે એને ખબર છે, માપ વગરનું મીઠું ને સાકર સ્વાદ બગાડે.*

બધી બાબતમાં માપનું ધારાધોરણ રાખનારો, સાચવનારો ને નક્કી કરનારો માણસ, માત્ર હજી સુધી પૈસાનું માપ એટલે કે, જીવનમાં કેટલા પૈસા જોઈએ, એનું માપ નથી કાઢી શક્યો. *પૈસો કેટલો હોય તો બરાબર, એ હજી સુધી એ નક્કી કરી શક્યો નથી કે કર્યું નથી.*

જે હોય તે, પરિણામે માણસ Raceમાં છે, આરામમાં નહિ. દોડધામમાં છે, તૃપ્તિના બાગમાં નહિ, અતૃપ્તિની આગમાં છે. પરિણામે Raceમાં Rest ક્યાંથી મળે?
_એક નાનીશી કથા.._

💯 *આલીશાન બંગલો હતો. ઘોડા ને બગીઓ Compoundમાં જ Park કરેલા હતા.* દેવકુંવર જેવો દિકરો ને તુલસીના ક્યારા જેવી દિકરીથી ઘર ભર્યું-ભર્યું હતુ. *ગણ્યો ગણાય નહિ એટલો પૈસો હતો.પણ.. ઓછો લાગતો હતો.*


-------------------------------------------------------
_*અસંતોષ.. Negative દ્રષ્ટિ છે, જે ઓછું જ જોશે.*_
_*સંતોષ.. Positive દ્રષ્ટિ છે, જે પર્યાપ્ત જોશે.*_
-------------------------------------------------------


💯 ઓછો લાગવાના કારણે સતત પૈસો કેમ વધુ મળે, એ જ ધ્યાન બની ગયુ હતું. *જે પણ રસ્તે ને જે પણ રીતે મળે, પણ.. પૈસો જોઈએ. પણ.. 'અતિ લોભ પાપનું મૂળ છે.' એ કહેવત Ever Green છે.* એક દિવસ કોઈએ કહ્યું, *"જો તારે દુનિયામાં સૌથી Richest થવું હોય, તો એક મસ્ત Shortcut છે."* આ ધનલોભી કહે, *"બતાવ, જલ્દી બતાવ.''*

💯 પેલો માણસ કહે, *"રસ્તો કઠીન છે. ભલભલા ત્યાં પાછા પડ્યા છે.''* ધનલોભી કહે, *"પાછા પડે એ બીજા. તું મને રસ્તો બતાવ.''* પેલો કહે, *"જો પાંચ લાખનું સોનુ આપણે ગજવે લઈને ફરી શકીએ. જ્યારે પાંચ લાખ ઉપાડીને ફરવું, સાચવવું એ અઘરું પડે. એટલે સોનુ જેટલું વધુ એટલો માણસ વધુ સુખી. ને સોનાની કિંમત વધુ છે.''* ધનલોભી કહે, *"તું મને રસ્તો બતાવ.''*

💯 પેલો કહે, *"જો સીધી સટ વાત છે. તું સોનુ ભેગુ કર. ખૂબ સોનુ જમા કર અને સોનુ તને ઢગલાબંધ મફતમાં મળે એવો રસ્તો છે.''* ધનલોભી કહે, *"તું મને જલ્દી રસ્તો બતાવ.''* "જો રસ્તો છે, પણ.. ભારે પડે એવો છે.'' ધનલોભી, *"અરે! ભારે પડે.. એને આપણે ભારે પડીએ એવા છીએ. તું રસ્તો ફટાફટ બોલ.''*

💯 પેલો, *"તો સાંભળ, ગામની બહાર જૂનું માતાજીનું મંદિર છે. આ મંદિરની માતા મનગમતા વરદાન આપે છે. જો સાચા ભાવથી કોઈ એની સાધના કરે, તો એને 'માં' લીલાલહેર કરાવે છે અને આ વરદાયી માતા એટલી જબરજસ્ત છે કે, જે એકવીસ દિવસ એકાસને બેસી એનો જાપ કરે, તેને પ્રત્યક્ષ થઈને પૂછે, ને કહે, 'માંગ.. માંગ.. માંગે તે આપુ.' એ વખતે ડર્યા વગર, ને ભૂલ્યા વગર માતાજીને કહેવાનું, 'માં, મને સોનુ આપ. જોઈએ એટલુ માંગી લેજે. એ ચોક્કસ આપશે જ.'*

💯 ધનલોભી, *"તો કાલથી જ સાધના શરુ.''* ને બીજે'દિથી ધનલોભીએ માતાજીની સન્મુખ પલાઠી વાળી ને અજપાજાપ ચાલુ કરી દીધા.


-------------------------------------------------------
_એક મિનિટ,_
_*અર્થ અને કામ માટે જીવ જે પુરુષાર્થ કરે છે, જે કષ્ટ વેઠે છે, એનુ પાંચમા ભાગનું'ય જો આત્મા માટે.. ધર્મ માટે સહે ને, તો લાખ ચોરાશીના ફેરા એના એમને એમ પૂરા થઈ જાય.*_
-------------------------------------------------------


💯 કથા - 21 દિવસની આકરી સાધના ખૂબ કષ્ટ સાથે પૂર્ણ કરી. ને મધરાતે અજવાળા થયા. ને માતાજીએ પ્રત્યક્ષ થઈને કહ્યું, *"વત્સ! તારી સાધનાથી, તારા સત્ત્વથી હું પ્રસન્ન છું. માંગ.. માંગ.. માંગે તે આપું.''* ધનલોભી કહે, *"માં! બે મિનિટનો સમય આપો.''*  ને.. બે મિનિટમાં ધનલોભીએ વિચાર્યું, *"સોનુ માંગી-માંગીને કેટલું મંગાશે? ને એ ક્યારે આપશે કોણ જાણે."*

💯 એણે વિચારીને કહ્યું, *"માં! મને વરદાન આપો કે, હું જેને અડું તે સોનુ થઈ જાય.''* દેવી કહે, *"તારે જોઈએ એટલું સોનુ એક સાથે માંગી લે.''* ધનલોભી, *"ના માતા! મને તો જિંદગી સુધીનું વરદાન જોઈએ. જેને અડું તે સોનુ થઈ જાય, તમે આપો જ આપો.''* દેવીએ ઘણું સમજાવ્યું, પણ.. ધનલોભી જ્યારે ન માન્યો, ત્યારે દેવીએ, *"તથાસ્તુ!''* કહ્યુ, *"જા, આ પળથી તું જેને અડીશ તે બધુ સોનુ થઈ જશે.''*

💯 ધનલોભીની ખુશીનો પાર ના રહ્યો. એ દોડતો આવ્યો ઘરે. ને તરસ ને ભૂખથી પીડાતા એણે પત્નીને બૂમ મારી, *"મને પાણી આપ, મારો જીવ જાય છે.''* પત્ની પાણી લઈને આવી ને ધનલોભી બોલ્યો, *"મારી સાધના સફળ થઈ.''* ત્યાં તો દિકરો-દિકરી બધા જ આવી ગયા. દિકરો કહે, *"પિતાજી! શું સિદ્ધિ મેળવી તમે?''* ધનલોભી કહે, *"બેટા! કોઈએ ન મેળવી હોય એવી સિદ્ધિ! હું જેને અડું તે સોનુ થઈ જશે.''*

💯 એણે પાણીનો Glass હાથમાં લીધો ને Glass સોનાનો થઈ ગયો. ને એણે બૂમ પાડી, *"જુઓ, હું અડ્યો ને Glass સોનાનો થઈ ગયો.''* પરિવાર આખો'ય આશ્ચર્યચકિત ને ચહેરો આનંદથી ચકચકિત થઈ ગયો. *ને ત્યાં જ ધનલોભીએ પાણી મોઢે માંડ્યું, ને જ્યાં પાણી અડ્યું ત્યાં પાણી સોનુ થઈ ગયું.* ધનલોભી સ્તબ્ધ બની ગયો, બીજુ પાણી મંગાવ્યુ, એ'ય સોનુ!

💯 *જે ગાદી પર બેઠો, તે'ય સોનુ. Flooring સોનુ. ભોજનને અડ્યો, ભોજન સોનુ. ધનલોભી ઊભો થવા લાગ્યો. પણ.. 21 દિવસની સાધનાથી આવેલી અશક્તિથી એ ઊભો ન થઈ શક્યો.* એણે પત્નીને કહ્યું, *"મને જરા હાથ આપ.''* પત્ની કહે, *"ના બાબા ના! તમે અડો, ને હું સોનુ થઈ જાઉ તો?''* _જો કે આ Corona જેવું વરદાન ન કહેવાય, છતાં.. તમે અડો ને તમને'ય Corona. પછી.. કોણ અડે!_

💯 ધનલોભીથી દિકરો 10 ફૂટ દૂર જઈને ઊભો રહ્યો. દીકરી ૨૦ ફૂટ દૂર ચાલી ગઈ. *એ જેની પાસે જવા ગયો. તે બધા દૂર ચાલ્યા ગયા અથવા ભાગી ગયા. ભૂખ્યો-તરસ્યો ને અછૂત જેવો બની ગયો. એ રડી પડ્યો.* પત્ની કહે, *"જાઓ, જીવવું હોય તો વરદાન પાછુ આપી આવો. નહિ તો ઘરમાં કોઈને અડતા નહિ.. જાઓ.. જીવવું હોય તો વરદાન દેવીને પાછુ સોંપી દો.''*

💯 ધનલોભીની સોનાની લંકા બળી ગઈ. પત્ની કહે, *" આ રૂમથી બહાર નીકળતા નહિ. અને ભૂલેચૂકે'ય અમને અડતા નહિ. આવા વરદાન ક્યાંથી લાવ્યા? આ તો શ્રાપ છે. અને હું તો મારા પિયર ચાલી જવાની, દિકરા-દિકરી લઈને.''* ધનલોભી ગભરાઈ ગયો. મૂંઝાઈ ગયો ને રડવા લાગ્યો. પત્ની કહે, *"આટલો પૈસો છે, તો'ય તમને સંતોષ નથી? પૈસાની હાયવોયમાં તમને અમારા માટે Time ક્યાં છે? હવે રહેજો.''*

💯 ધનલોભી રડતા-રડતા બોલ્યો, *"હું આ વરદાન માતાજીને પાછુ આપી આવું છું. તમે ઘર છોડીને ના જશો. હું બરબાદ થઈ જઈશ.''* ધનલોભી, *"માતાજી! આ વરદાન નથી, આ તો શ્રાપ છે. પાછો લઈ લો આ શ્રાપ. મારું ઘર ભાંગી જશે.''* દેવીમાં બોલ્યા, *"ધનલોભી! આજે તને સમજાયું. વરદાન આપવા મને વિવશ કરતા તને વિચાર ના આવ્યો. જા જિંદગી જીવ! આટલો પૈસો છતાં સોનાના ડુંગરા તારે કરવા'તા, કેમ? અતિની ગતિ આ જ, જા.''* ધનલોભી ખૂબ કરગર્યો, ને બોલ્યો, *"માં! આજથી અતિને તજુ છું, મને માફ કર.''* ને દેવીમાંએ વરદાન પાછુ લીધું.


_*કથા તો પૂરી કરીએ. પણ.. આજથી પરિગ્રહ પરિમાણમાં આવીએ. થોડોક સંતોષ ને થોડીક લાલસા ઓછી કરીએ. ને બધામાં માપ બાંધનારા આપણે, પૈસાના સંગ્રહમાં પરિગ્રહ પરિમાણને અપનાવીએ. બાકી.. પૈસાનો લોભ, ધનની લાલસા Race Courseના ઘોડાની જેમ જોશમાં દોડતા રાખશે. 'Race' હોય ત્યાં 'Rest' ના હોય. ચલો.. અમાપમાંથી માપમાં આવીએ. ને પાપથી પાછા હટીએ.*_

🌙 Good Night
*कागज़ के नॉट की चाहत में, बहुत छूट जाता है,*
*न जाने रिश्ते का धागा, कहाँ पर टूट जाता है!*


✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top