ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story

Motivational Story 11

*કદ નાનું જોઈ કદર ઓછી ન કરતા. ચણાની દાળ જેટલો નાનો ધ્રુવનો તારો, સાચી દિશાનો ઈશારો દઈ શકે છે. એક નાના બાળકનો ઈશારો સચ્ચાઈ તરફ... વાંચો, કદાચ આંખ ભીની ન બને, તો કહેજો.*

🧒🏻 પ્રાથમિક સ્કુલ ચાલુ હતી. શિક્ષિકાબેને બાળકોને કહ્યું, *"ભગવાન તમને માંગવાનું કહે, તો તમે શું માંગો?"* સ્કુલના 74 વિદ્યાર્થીઓએ આંગળી ઊંચી કરી. બેને કહ્યું, *"અત્યારે કોઈએ બોલવાનું નથી. આવતીકાલે નિબંધ લખી લાવજો. આપણે ભગવાનને એ મોકલશું."*

🧒🏻 બીજે દિવસે લગભગ બધા છોકરાઓ લખીને લાવ્યા. શિક્ષિકાબેને કહ્યું, *"બધા જ નિબંધો હું આજે રાતે ઘેર જઈને વાંચીશ, ને જેનો સારામાં સારો હશે એને Prize આપીશ."* શિક્ષિકા નિબંધ લઇ ઘેર ગયા. રાતે બધા સાથે જમ્યા. પછી શિક્ષિકા નિબંધોનું બંચ લઈને જોવા બેઠા.

🧒🏻 પતિ કહે, *"આટલા બધા વગર પરીક્ષાએ પેપર શેના?"* બેન બોલ્યા, *"આ તો મારા વિદ્યાર્થીઓને મેં બે દિવસ પહેલા 'ભગવાન તમને માંગવાનું કહે, તો તમે શું માંગો?' એ વિષય પર નિબંધ લખવા આપ્યો હતો. તેના નિબંધો છે."* 

🧒🏻 શિક્ષિકાબેન ઝડપભેર નિબંધો વાંચતા જતા હતા. એમાં અચાનક શિક્ષિકાબેન નિબંધ વાંચતા રડવા માંડયા. અવાજ સાંભળી એમના પતિ દોડી આવ્યા. ને કહ્યું, *"કેમ રડે છે?"* રડતાં-રડતાં શિક્ષિકાએ નિબંધનો કાગળ આપ્યો. પતિએ કહ્યું, *"તું જ વાંચી સંભળાવ."*

🧒🏻 રડતાં-રડતાં શિક્ષિકાબેન બોલ્યા. બાળકે લખ્યું છે, *"હે ભગવાન! મારે બીજું કશું જ નથી જોઈતું, તમે મને T.V. બનાવી દો! કેમકે, T.V. માટે ઘરમાં ખાસ જગ્યા છે. કુટુંબના બધા સભ્યો આસપાસ બેસે છે. કોઈપણ જાતની વાતો કર્યા વગર, હું T.V. હોઉં તો મને સાંભળે. ને બધા એકીટસે મારી સામુ જુએ. T.V. બંધ હોય તો'ય, એનું બધા ઘરમાં ધ્યાન રાખે."*

🧒🏻 *"ને મારા પપ્પા, ઓફિસેથી થાક્યા-પાક્યા આવે. ને તમે મને T.V. બનાવી દીધો હોય, તો એમની કંપની મને મળે! મારી મમ્મી પણ કંટાળી હોય, Disturb થઇ હોય, ત્યારે મને Avoid ન કરતા, મારી પાસે આવીને બેસી જાય. મારી પાસે જ બેસવા ભાઈ-બહેનો પણ ઝગડે."*

🧒🏻 *"ઘરના બધા જ સભ્યો બધું જ બાજુ મૂકી, મને ટાઈમ આપે. ભગવાન! સાચું કહું છું, મારે માટે કોઈને ટાઈમ નથી. તમે મને T.V. બનાવી દો, જેથી પપ્પા-મમ્મીની કંપની મને મળે."*

🧒🏻 શિક્ષિકાને રોકતા પતિએ કહ્યું, *"બિચારો! કેવો કમનસીબ બાળક, કેવા માતા-પિતા!* ત્યાં જ એક ડૂસકું મુકીને શિક્ષિકાબેન બોલ્યા, *"આ નિબંધ લખનાર, આપણો દીકરો છે!"* ને સૂઈ ગયેલા બાળકને, છાતી સરસો ચાંપી પિતા ધ્રુસકે- ધ્રુસકે રડયા.

_*આ લોકડાઉનનો સમય છે. આ નાનાશા કદનો, કદાવર ઈશારો છે કે, આ સમયને T.V.ની સિરિયલો જોવામાં ને મોબાઈલની ગેમ રમવામાં ન વિતાવતા. એક-બીજાને જોવામાં, સમજવામાં ને સંતોષ આપવામાં વિતાવજો. દેશમાંથી Corona તો જશે જ, પણ એ પહેલા આખું ઘર ભેગું બેસીને વાંચશો, તો ઘરમાં કુટુંબમેળો.. આનંદમેળો.. શરુ થઇ જશે, કદાચ આજથી જ.*_
*ને થાય તો Share કરજો, તમારા Groupમાં, આ નાનાશા કદનો કદાવર ઈશારો...*

🌙 Good Night
_*જિંદગી રોજ મને શીખવે છે, કે જીવતા શીખ;*_
_*એક સાંધીશ ત્યાં તેર તૂટશે, પણ તું સીવતાં શીખ.*_

*✍🏻 લેખક*
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top