ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story

Motivational Story 9

🍌🍋🍎

*ફૂલ કયા બગીચાનું ને કોણ એનો માળી, એ બધી પંચાતમાં પડયા વગર ફૂલ ગમી ગયું, તો ખરીદી લો! તમને આ પ્રસંગ ગમે તો Share કરજો. બાકી બસ.*

💦 એક યુવાન ફળ ખરીદવા લારીએ આવ્યો. એણે પૂછ્યું, *"કેળા, મોસંબી, સફરજન શું ભાવ?"* લારીવાળો કહે, *"સાહેબ, કેળા 25 રૂપિયે ડઝન, મોસંબી 70 રૂપિયે કિલો ને સફરજન 120 રૂપિયે કિલો."* ત્યાં જ એક ગરીબ બાઈએ આવીને લારીવાળાને પૂછ્યું, *"ભાઈ, કેળા, મોસંબી, સફરજન કેટલે આપ્યા?"* લારીવાળો કહે, *"કેળા 5 રૂપિયે ડઝન, મોસંબી 15 રૂપિયે કિલો, ને સફરજન 25 રૂપિયે કિલો."*

💦 પેલી ગરીબ બાઈ ખૂબ ખુશ થઇ ગઈ. ને કહ્યું, *"ભાઈ, આ રૂપિયા લો. એક ડઝન કેળા, કિલો મોસંબી ને કિલો સફરજન જલ્દી આપી દો."* લારીવાળાએ પેલા યુવાનને કહ્યું, *"ભાઈ, 5 મિનિટ રાહ જોજો."* પેલી ગરીબ બાઈ ફળો લઈને સડસડાટ નીકળી ગઈ.

💦 લારીવાળાએ પેલા યુવાન સામે જોયું. યુવાન કહે, *"આવી છેતરપિંડી?"* લારીવાળો, *"સાહેબ, મારા દીકરા-દીકરીના સોગંદ! આ નથી છેતરપિંડી કે નથી જૂઠ. આ ગરીબ બાઈ વિધવા છે. એને બે દીકરા-બે દીકરી છે. એ કોઈ દા'ડો મદદ માંગતી નથી, કે કોઈ આપે તો લેતી નથી."*

💦 *"મેં પોતે ઘણીવાર કહ્યું છે, પણ ધરાર ના. એટલે એ જ્યારે લારીએ ખરીદવા આવે, ત્યારે હું એને, આ રીતે જ ભાવ કહું. સાહેબ! એ જે ખુશ થઈને ખરીદીને જાય, મને એનાથી ખૂબ આનંદ મળે છે. એ અઠવાડિયે એક જ વાર આવે છે. ને જે દિવસે ખરીદીને જાય એ દિવસે મારો ધંધો ધમધોકાર ચાલે છે."*

💦 લારીવાળો ભીનો બનીને બોલ્યો, *"સાહેબ, આનાથી પરમાત્મા રાજી રહે, ને મારો આત્મા'ય રાજી રહે."* પેલા યુવાને, ફળો ખરીદી લીધા ને લારીવાળાને ગળે લગાડી બોલ્યો, *"આ બે હજાર રાખ. ને જ્યારે-જ્યારે એ ગરીબ બાઈ ખરીદવા આવ્યા ત્યારે એને ફળો આપજે, અને એ જે પૈસા આપે એ લેજે, ને કોઈની મદદમાં વાપરજે."*

💦 *લોકડાઉનનો આ સમય છે. આપણે આપણા લેવલ પર જેટલું થાય એટલું કરીએ. લારીવાળાની લાગણી જો દિલને Touch કરી ગઈ હોય, તો આપણે'ય Attach થઇ જઈએ!*

💦 _*2500 જેટલી જૈન સંસ્થાઓ દેશના જુદા-જુદા પ્રદેશમાં સાધર્મિકભક્તિમાં-જનસેવામાં લાગી ગઈ છે. ઋષભરાજ્ય વાળા NEON Laboratoriesના ત્રણ ભાઈઓ હજારોને જમાડે છે. ને ભીવંડીનો ભૈરવ સેવા સમિતિ પરિવાર 12,000 થી વધુને જમાડે છે, તો વળી બેંગ્લોર જૈન સમાજ રોજના 50,000 ને જમાડે છે!*_

💦 *આ બે પરિવારો, જ્યાં કોઈ પહોંચતું નથી, એવા અંતરિયાળ ખૂણાઓમાં-ગામડાઓમાં-ઘરોમાં જાય છે. તમે ઘેર જઈ ન શકો, તો આને Share કરજો. કદાચ સેવાના દીવાઓ દિવાળી પ્રગટાવશે.*

*આવી જૈન સંસ્થા કે પરિવાર જે કરતા હોય તેની જાણકારી અમને મોકલશો.* આપની માહિતી મોકલવા માટે સંપર્ક નંબર : 9374040004

*✍🏻 Written by...*
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top