ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story

Motivational Story 94

-------------------------------------------------------
_સંપત્તિના ઉપયોગની એક બોધદાયક સમજ,_
_બનેલા એક બનાવના માધ્યમે.._
-------------------------------------------------------

_*સત્ય ઘટના*_

*જાત માટે જે સાંકડો બને, તે જ પરોપકાર માટે પહોળો બની શકે. 'સાંકડો બને'નો અર્થ, 'કંજુસ બને' તે નહિ, પણ.. કરકસરીયો બને તે, અને આવો કરકસરીયો જ.. અવસરીયો આવે ત્યારે મન મૂકીને લાભ લઈ શકે.*

-------------------------------------------------------
_યાદ રહે,_
_*'ચા'માં ખાંડ જ ન નાંખે, તે કંજૂસ છે,*_
_*'ચા'માં માપસર ખાંડ નાંખે, તે કરકસરીયો છે,*_
_*ને વધારે ઠપકારે, તે ઉડાઉ છે.*_
-------------------------------------------------------

બે રાત વચ્ચેનું અજવાળું એટલે કરકસર, જે સદ્‌ગુણ છે. કરકસર ગુણના પ્રતાપે આંગણે અવસર આવે ત્યારે કસર રાખ્યા વગર લાભ લઈ શકાય.
_કરકસરને સમજાવતી એક સત્યઘટના._

💸 *સવારનો દસેક વાગ્યાનો સમય હશે. અમદાવાદની પાંજરાપોળમાં અબોલ જીવો માટે ઘાસચારાની તાતી જરુરત હતી.* સરકારની Subsidy 'ડોલની જરુરત સામે વાટકી જેટલા પાણી' જેવી જ હોય છે. *કાર્યકર્તાઓ ઘેર-ઘેર જઈ ઉઘરાણું કરી લાવતા ને ચલાવતા. પણ.. એકના એક ઘરે માંગવા જતા કાર્યકર્તાઓના પગ પાછા પડતા હતા.* તે છતાં'ય એ જતા ને પાંજરાપોળને બંધ નો'તી પડવા દેતા.

💸 પણ.. ક્યારેક એમના'ય મન પાછા પડી જતા. *કેમકે ઘાસ દેનારા કરતા ક્યારેક ગાળ દેનારા જોરમાં આવી જતા, ને કાર્યકર્તાઓના મન ઉઠી જતા.* પણ.. અબોલ જાનવરોની હાલત એમને હલાવી નાખતી. ને પાછા એ દિવસ-રાત જોયા વગર સૂરજ-ચંદાની સાક્ષીએ ચંદો કરવા નીકળી પડતા. 


-------------------------------------------------------
_એક મિનિટ, કથા પછી વાંચજો.._
_*ઘાસ માટે મહેનત કરનારાને ગાળ આપી અટકાવવાનું પાપ, એમની હિંમત ને હોંશ તોડવાનું પાપ લાખો જીવોના મોતનું કારણ બની શકે. કેમકે, એ મહેનત નહીં કરે તો, વગર પૈસે જાનવરો જીવશે કેમ? કોઈપણ સારા કામ કરનારા કાર્યકરોની Criticise ના કરશો, એમની નિંદા ના કરશો.*_

_*અટકશે એ, ને પટકશે પાપ તમને. થાય તો કોઈપણ સંઘનું-સમાજનું સારું કાર્ય કરે, એને Support આપો, સાથ આપો, at least.. કમ સે કમ.. બે સારા શબ્દો તો કહો. તમારા સારા શબ્દો તમારું સારું કરશે જ.*_
-------------------------------------------------------


💸 કથા - *એક દિવસ એવો આવ્યો જ્યારે પાંજરાપોળને પરમ દિવસે ઉપવાસ કરવો પડશે, એવું કાર્યકરોને લાગ્યું.* એમણે વિયાર્યું, *"ચાલો! પ્રભુનું નામ લઈને જઈએ."* ને.. બધા જ કાર્યકર્તાઓ એક શ્રીમંત શેઠને ત્યાં ગયા. જોકે એમને ખાતરી હતી કે, અહીં ખતરો છે, છતાં.. અખતરો કરી લઈએ. ને શેઠના ડેલા પાસે આવ્યા. બધાએ વિચાર્યું, શેઠને કહીશું, *'શેઠ! તમારાથી જ બોણી કરીએ છીએ. 2500/- તો તમારા જોઈએ જ.'* છેલ્લે શેઠ હજાર આપે, તો'ય બસ.

💸 *બધાએ નવકાર ગણ્યા. થોડાક Mentally Prepare થયા. ને ડેલામાં પગ મૂક્યો.* ત્યાં તો શેઠનો ઘાટો સંભળાયો. ને જોયું તો શેઠે દિકરાને લાફો મારી દીધો. ને બોલ્યા, *"મૂરખના જામ! દેવાળા કાઢવા છે તારે તારી બાપની મિલકતના? એક દિવાસળીથી કામ થઈ જતુ હોય છે, આ બબ્બે દિવાસળી બાળવાની તારે શી જરૂર?''* પાંજરાપોળના કાર્યકરોએ એ શબ્દો સાંભળ્યા. ને એ પાછા ફરવાનો વિચાર કરે ત્યાં તો ઘરમાલિકની નજર પડી. ને એમણે આગળ આવી આવકાર આપ્યો.

💸 ને કહ્યું, *"આવો, આવો, શેઠીયાઓ! કેમ પધારવાનું થયું?''* બધા કાર્યકરોનો મૂડ હવે રહ્યો નો'તો. પણ.. હવે છૂટાય કેમ? બધા ઘરમાં ગયા. *બધાએ અંદર-અંદર ગુપચૂપ કરી લીધી. આટલી વાત કરીને ઊભા થઈ જઈશું. જેથી બીજે ક્યાંક જઈને માંગશું.* બાકી.. દિવાસળી માટે લાફો મારનારો શું આપવાનો? ઘરમાલિકે કહ્યું, *"બોલો શેઠીયાઓ! શું સેવા કરી શકું?''*

💸 બધામાંથી એક કાર્યકર છેલ્લે બોલ્યો, *"શેઠ! આ તો આપણી પાંજરાપોળ ભીંસમાં આવી ગઈ છે. એટલે ટીપ કરવા નીકળ્યા છીએ. શેઠ! તમારી કંઈ ઈચ્છા હોય તો.''* "ભાઈ! આવા સારા કામમાં તો ઈચ્છા હોવી જ જોઈએ. ફૂલ નહિ તો ફૂલની પાંખડી.'' બધા કાર્યકરોએ વિચાર્યું, *'દિવાસળી માટે જીવ બાળનારો પાંખડી એટલે શું આપવાનો!'* એક કાર્યકર્તાએ કહ્યું, *"શેઠ! જે ઈચ્છા હોય તે બોલો. અમે લખી લઈએ.''*

💸 ત્યાં તો બદામ-પિસ્તાના દૂધ આવ્યા. શેઠે બધાને દૂધ-નાસ્તો આગ્રહ કરી કરીને કરાવ્યો. *બધા જ કાર્યકરો વિચારમાં પડી ગયા, એક દિવાસળી બગડી ને જે બગડ્યા, એના ઘરમાં બદામ-પિસ્તાના દૂઘ? ને તે'ય આટલા ભાવથી?'* ત્યાં તો ઘરમાલિક શેઠ બોલ્યા, *"ભાઈઓ! તમારી અપેક્ષા કેટલી છે?''* બધા કાર્યકરો ફરી ગૂંચવાયા. 1,000-2,000/- કેટલા કહીએ? ઘરમાલિક કહે, *"બોલો?''*

💸 છેલ્લે કાર્યકરોએ 2,000/-નો Figure કહ્યો. ઘરમાલિક કહે, *"તમારે જરૂરત કેટલી છે?''* કાર્યકરોને થયું, આ હિસાબ-કીતાબની માથાકૂટ કરશે. ને છેલ્લે પાંખડી આપીને કહેશે, *'આવજો.'* કાર્યકરો કહે, *"શેઠ! તમારી જે ઈચ્છા હોય તે લખાવો.''* "ભાઈ! પાંજરાપોળને જરૂર કેટલી છે, તે મને કહો." છેલ્લે કાર્યકરો કહે, *"શેઠ! ખૂબ મોટી જરૂર છે.''* "તો'ય અંદાજિત કેટલી?''

💸 *"શેઠ! 30-35,000/-ની. બસ! વધારે નહિ.''* કાર્યકર્તા વિચારે, આ માણસને શું કહેવું. *ત્યાં જ શેઠે પોતાના હાથમાં પહેરેલી સોનાની હીરાજડીત મોંઘી વીંટી કાઢીને આપી દીધી.* ને કહ્યું, *"આ લઈ જાઓ. 40,000ની ઓછામાં ઓછી વીંટી છે. વધારે'ય હોય. તમારી 35,000/-ની જરૂરત પૂરી થઈ જશે. ને 5,000/- વધશે. જમા રાખજો. જરૂર પડે ત્યારે કામ લાગશે.''*

💸 બધા જ કાર્યકર્તામાં સોપો પડી ગયો. *બધા જ કાર્યકર્તા સ્તબ્ધ હતા, ભાવિત ને પ્રભાવિત થઈ ગયા હતા.* એમણે કહ્યું, *"શેઠ! આપે તો અમારી જરૂર, ને માંગણી કરતાં કંઈઘણું આપી દીધું.''* શેઠ કહે, *"જુઓ! કાલનો કોને ભરોસો છે? ને મારી પાછળ મારા દિકરાઓ આ વીંટીનું શું કરે, શું ખબર? એના કરતાં મારા હાથે જ આવા ઊંચા કામમાં કેમ ન વાપરું? હજી'ય જ્યારે-જ્યારે જરૂર હોય, ત્યારે પધારજો.''*

💸 આ વખતે એકેય કાર્યકરોની આંખ કોરી ન રહી શકી. બધા જ આંસુ ટપકાવી રહ્યા. ખૂબ વાતો પછી જતા-જતા. છેલ્લે નમ્રતાથી ક્ષમા માંગીને કહ્યું, *"શેઠ! ક્ષમા કરજો! અમે તમારા માટે ખોટા અભિપ્રાય બાંધી બેઠા હતા. અમને થયું એક દિવાસળી માટે દિલ બાળનારા શું આપવાના? શેઠ! અમે તો તમને મળ્યા વગર ચાલ્યા જવાના હતા. પણ.. તમે જોઈ ગયા, એટલે અમારા આવવું પડ્યું. શેઠ! ક્ષમા કરજો.''*

💸 તે વખતે શેઠ બોલ્યા, *"ભાઈઓ! હું હંમેશા કરકસરથી જીવું છું. ખોટો વેડફાટ મને ન પોસાય. અને એટલે જ આવા સારા કામમાં બચેલો પૈસો વાપરી શકાય છે. રોટલી પર ઘી ના ચોપડો તે'ય ન ચાલે, ને વાઢી ઊંધી પાડો તે'ય ન ચાલે. કરકસર એટલે જરૂર પ્રમાણે માપસર. ન ઓછું-ન વધારે. તો જ રોટલીની મજા માણી શકાય."* જીવદયાના કાર્યકર્તાઓ જીવનનો બોધપાઠ પામી, મસ્તક નમાવી વિદાય થયા.

_*કથા તો અહીં પૂરી કરીએ. પણ.. વેડફાટ-કંજૂસાઈ ને કરકસરનો ભેદ આપણા અવસરને નડે નહિ, માટે બરાબર સમજીએ ને અપનાવીએ. "હશે કરકસર, તો સચવાઈ જશે અવસર.''*_

*सोए हुए कितने को जगा देती है,*
*अच्छे-अच्छे का ईमान डिगा देती है,*
*दौलत में वह गरमी है,*
*जो सर पर चढ़ जाए,*
*तो इंसान को शैतान बना देती है!*


✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top