Motivational Story 7
🧕🏼
નાનું ગામ, ગામ બહાર કુવો. *ફાતીમા,* એક અગ્યાર વરસની છોકરી. રોજ કુવે પાણી ભરવા જાય. એક દિવસ પાણી ભરતા-ભરતા એ ધ્રુસકે-ધ્રુસકે રડવા માંડી. બધી બહેનોએ એને છાની રાખવા ખૂબ મહેનત કરી. પણ એ કેમે છાની જ ના રહે. બધાએ પૂછ્યું, *"फातीमा, क्या हुआ? इतना क्यूँ रोती है?"*
ફાતીમા રડતા-રડતા બોલી, *"मेरी दुनिया उजड़ गई| मेरा घर खाली हो गया| खुदा, तूंने मेरा घर बरबाद किया| अब्बाजान, अब में कैसे जीऊँगी?"* બધા સમજી ગયા. એના અબ્બાજાન રહયા નથી. બધી બહેનોએ ખૂબ સમજાવી, *"अम्मा है, भाई है, हम लोग है, रो मत|"* પણ ફાતીમા તો જોરજોરથી રડતી જ રહી.
ત્યાં જ બાજુના ગામમાં રહેતા એના મામા કોઈ કામથી આ બાજુથી નીકળ્યા. એમણે જોયું, પોતાની ભાણી ધ્રુસકે-ધ્રુસકે રડે છે. એમણે ભાણીને બાથમાં લીધી. *પણ મામાને જોઈ ફાતીમા ખૂબ જોરજોરથી રડવા લાગી.* મામાએ પૂછ્યું, *"बेटा, क्या हुआ?"* પણ ફાતીમા રડતી જ રહી. આજુબાજુની બહેનોએ કહ્યું, *"इनके पिताजी गुजर गए|"*
આ સાંભળતા જ મામાએ *'या खुदा'* કહીને પોક મુકી, ને સીધા જ દોડયા બહેનના ઘર તરફ. સાથે થોડા લોકો'ય રડતા-રડતા જોડાયા. ગલી આખી એમની રોકકળે ગાજી ઉઠી. આ અવાજે બહેન બહાર આવી. ને બેનને જોતા જ, *"क्या कर डाला खुदा तुने, हमें बरबाद कर दिया, घर पूरा उजड गया| या खुदा..."* કહેતા એ બેસી પડ્યા.
ભાઈને આટલો બોલતા ને રડતા જોઈ બેને પોક મુકી. ભાઈ બોલ્યો, *"बहन, क्या हो गया? इस्लामीयां कैसे गुजर गए?"* ત્યાં તો અવાજથી ઉઠી ગયેલા મીયાં લુંગી પહેરીને બહાર આવ્યા. *ઇસ્લામીયાંને જોઈ બધા લોકો ને મામા એકદમ હળક ખાઈ ગયા.* મીયાં બોલ્યા, *"कौन से कमबख्तने बोला, की में मर गया?"*
બધા એકબીજાની સામે જોવા લાગ્યા, ને એકબીજાના નામ આપવા લાગ્યા. *છેલ્લે, ફાતીમાનું નામ આવ્યું, "उसने बोला|"* મીયાં-બીબી ફાતીમા પર ગરમ થઇ ગયા, ને બોલ્યા, *"बेवकूफ, क्युँ ऐसा बोली?"* ફાતીમા : *"मैंने कुछ नहीं बोला|"* બધા કહે, *"तूं तो बोल रही थी, खुदा मेरा घर क्युँ बरबाद किया? अब्बाजान, अब में कैसे रहुंगी?"* ફાતીમા : *"अरे वो तो मैंने मेरे बेटे के हिसाब से बोला था|"*
બધા હસવા માંડ્યા. *"पगली, तेरी उम्र तो अभी ग्यारह साल की है|"* ફાતીમા કહે, *"वो तो बराबर है, मगर में बड़ी 20 साल की जब होउंगी, मेरी शादी होगी, मुझे बच्चा होगा, में इस कुए से पानी भरने आउंगी, उस बक्त अचानक मेरा बेटा कुए को देखने झुकेगा और कुए में गिर जाएगा, मर जाएगा, तो में क्या करुँगी? खुदा...!"* કહીને રડવા માંડી.
ફાતીમાએ ગલી માથે લઇ લીધી. લોકો પેટ પકડીને હસવા માંડયા. ફાતીમાની ફજેતીથી ઈસ્લામીયાં ધુંઆ-પુઆ થતા ઘરમાં ઘુસી ગયા.
_*લોકડાઉનનો આ સમય છે. ફાતીમાની જેમ ચિંતા ન કરતા, કે હવે એપ્રિલ પછી જૂન-જુલાઈ શું થશે? આ બધી ચિંતા મુકીને પરિવાર સાથે રહેવાની અમૃતક્ષણોને માણશું, તો લોકડાઉન ઘર માટે લોકડાયરા જેવું બનશે! કંઈક નવા સૂત્રો ભણાય-વંચાય, કંઈક નવું સર્જન કરી શકાય, પેન્ડીંગ કામ કરી શકાય, રે... ઘરમાં એક-બીજાને મદદરૂપ બનાય. બાકી, ફાતીમાની ફજેતી...!!!*_
निराश होके क्युँ बैठा?, अभी उड़ान बाकी है;
जमीं खत्म हुई तो क्या हुआ, पूरा आसमाँ बाकी है!
*✍🏻 by...*
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો