ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story

Motivational Story 74

-------------------------------------------------------
_છેલ્લા 74 દિવસથી રોમાંચક ચાલી રહેલી નીતનવી જીવન પરિવર્તક કથાશ્રેણીમાં.. આજે વાંચો, સમ્યગ્‌જ્ઞાનદાતાને લગતી એક લાજવાબ કથા, પરિવાર સામે જ વાંચજો._
-------------------------------------------------------

*આ દેશ ને એની ભારતીય સંસ્કૃતિ. પરમાત્મા ઋષભદેવ પ્રભુથી પ્રસ્થાપિત પરંપરા ને જીવનશૈલીથી આજે'ય.. અજેય ને સર્વશ્રેષ્ઠ ને સર્વોચ્ચ સ્થાન બ્રહ્માંડમાં ધરાવે છે.* આ દેશવાસી.. પ્રભુને પૂજે છે, ગુરુને પૂજે છે, માત-પિતાને પૂજે છે. રે.. સદીઓથી નદીઓનુ પૂજન કરે છે, વૃક્ષોનું પૂજન કરે છે, ધરતીનું પૂજન કરે છે. *ઘરે ગાય લાવે, તો ગાયનું પૂજન કરે છે, ચોપડાપૂજન કરે છે, જ્ઞાનપૂજન પણ કરે છે.*

*પણ.. ક્યારેક અફસોસ થાય છે, ચોપડાપૂજન, પ્રતપૂજન ને જ્ઞાનપૂજનનું સંઘમાં આયોજન કરનારો માણસ.. જ્ઞાનદાતાના આદર-માન ને પૂજન કરવામાં પાછો પડે છે, આડો પડે છે, ક્યારેક અખાડો કરી બેસે છે.  બહુ જ સ્પષ્ટ કરીએ તો, જ્ઞાનની પરબ એટલે કે, પાઠશાળામાં અધ્યયન કરનારા અદ્યાપકો જોડે, પંડિતવર્યો જોડે, માસ્તર સાહેબો જોડે એનો વ્યવહાર.. ઉપેક્ષા ને અવજ્ઞાભર્યો રહેતો આવ્યો છે.*

પંતૂજીની પંગતમાં ને રામૂની સંગતમાં એમની ખતવણી ને ફાળવણી કરી દેવાતી  હોય છે. થોડીક ઉપેક્ષા ને અવજ્ઞા તરફ ઈશારો.


મેં જોયેલું છે, એક શહેરના પાઠશાળાના સરને...
*૧) ઉતરવાની રુમ દાદરા નીચેની બખોલ જગ્યા - જ્યાં કોઈ દાદર ચડે કે ઉતરે, તો'યે નીચે રુમમાં અવાજ આવે - ત્યાં એમને રહેવા માટેની જગ્યા આપી.*
૨) સંઘના પ્રસંગમાં નાળિયેર, હાર ને કંકુ લઈ ઊભા રહેવું ને ટ્રસ્ટીઓને supply કરવાનું કામ પંડિતજીએ કરવાનું.
*3) "એ'ય પંડિતજી, ગામમાં બધા ઘરે કહી આવજો, આજે સામૈયું છે, સામાયિક છે કે સાંજી છે.'' જે કામ માણસનું છે, તે કામ પંડિતજીએ કરવાનું!*
૪) "એ'ય પંડિતજી, જાજમ ઉપાડીને મૂકી દેજો. ને ધોબીને બોલાવી ધોવા'ય આપી દેજો."
*૫) "એ'ય પંડિતજી, રસોડામાંથી ચાનો જગ ને ચાર કપ લઈ આવજો.''*

૬) "ઓફિસને જરા ઝાપટી નાખજો, ને ચોપડા ને ફાઈલ ગોઠવી દેજો.''
*૭) "T.V. બગડયું છે, જરા રીપેરીંગમાં આપી દેજો.''*
૮) "આ તૂટેલી ખુરશીઓ ભંગારમાં ને પસ્તી ભેગી કરીને વેચી દેજો.''
*૯) "પંડિતજી, મ.સા. આવ્યા છે, ગામમાં ઘર બતાવી આવજો, ને મારે ઘેર વ્હોરવા લઈ આવજો, ને ઘરે કહી દેજો કે, આજે જમવા આવવામાં મોડું થશે, રાહ ન જુવે.''*
૧૦) "સવારે મ.સા. વિહાર કરવાના છે, પાંચ વાગે રસ્તો બતાવવા આવી જજો.''
*૧૧) "પંડિતજી, તમારા કોઈ કામમાં ઠેકાણા નથી. પગાર આટલો આપીએ, તો'ય તમને સંતોષ નથી. ન ફાવે તો છોડી દો, બીજા પંડિતજી લાવશું.''*
_આ તો માત્ર થોડાક ઈશારા છે, જે એકે'ય ખોટા નથી.. ઓછા જરુર છે!_


*જેઓ વર્તમાનના તમામ ગચ્છાધિપતિઓને, આચાર્ય ભગવંતોને, સાધુ-સાધ્વીજી મ.ને, અને તમામ પ્રમુખ-ટ્રસ્ટીઓને કે લાખ્ખો શ્રાવક-શ્રાવિકાઓને. રે... આજે પાઠશાળામાં લાખોપરાંત બાળકોને નવકારમંત્ર કે પ્રભુના સૂત્રોને, ગ્રંથોને શિખવાડે છે, ને સમ્યગ્‌જ્ઞાનદાતાનું ક્યાંક કરાતું અપમાન, એમને અપાતી ગાળ ને ધમકી.. આ બધું જોઈ-જાણી ને સાંભળી પીડિત રહેતા મનમાં ને અશ્રુપૂરિત રહેતા નયનમાં આનંદની હેલી ચઢી... બેંગ્લોર-ચીકપેઠના મોટા દેરાસરની "શ્રી લબ્ધિસૂરિ જૈન પાઠશાળા"ના ગુરુજી "શ્રી તલકશીભાઈ" જોડે બેંગ્લોર જૈન સંઘના પ્રમુખે કરેલા માન-સન્માન ને બહુમાનભર્યા વ્યવહારને જાણીને.. સાંભળીને..*

વાંચો, એ હૃદયને ભરી ગયેલી ઘટનાને.

📚 *ફૂલોની નગરી કહેવાતા બેંગ્લોરમાં દેશની શ્રેષ્ઠ ને દક્ષિણની સર્વશ્રેષ્ઠ ચાલતી શ્રી લબ્ધિસૂરિ જૈન પાઠશાળા. જેમાં ૧૨૦૦થી અધિક બાળક-બાળિકાઓ રોજેરોજ આવીને ધાર્મિક સૂત્રો શીખી રહ્યા છે.* જે પાઠશાળામાં Entry માટે લાંબા સમયની રાહ જોવી પડે. નવકારથી લગાવી કર્મગ્રંથ સુધીનો અભ્યાસ જ્યાં ભરપૂર ભાઈ-બેનો પણ કરે છે એ પાઠશાળાના Main અધ્યાપક...


-------------------------------------------------------
_એક મિનિટ પછી કથા વાંચજો..._
_*આ બાજુ દક્ષિણમાં પાઠશાળા ભણાવનારને, સર-અધ્યાપક કે માસ્તરજીના નામે નથી બોલાવાતા. એમને માટે special શબ્દ છે, "ગુરુજી''. ઊંચા બહુમાનને આપતો આ શબ્દ પ્રાયઃ બધી જ પાઠશાળાઓમાં Use થાય છે. જે જ્ઞાનદાતાની ગરિમાને, મર્યાદાને, ઊંચાઈને બરાબર વ્યક્ત કરે છે. ને એમની સાથે સખ્ત થતા આપણને હરવક્ત અટકાવી શકે છે.*_
_*શરુ કરવા જેવું લાગે તો.. આજથી જ...*_
-------------------------------------------------------


📚 કથા - *"શ્રી તલકશી ગુરુજી."* આખી'ય પાઠશાળાના આધારસ્તંભ, સૌમ્યવદના, ને પ્રસન્નમના. *એક દિવસ ગુજરાતથી એમના ગામથી થોડાક સંઘના ભાઈઓ બેંગ્લોર આવ્યા, જીવદયાની ટીપ માટે.* બધા જ તલકશી ગુરુજીને મળ્યા. ને કહ્યું, *"આપણું ગામ છે, ને ગામનું કામ છે. અબોલ જાનવરો માટે, જીવો માટે તમે બેંગ્લોર સંઘ પાસેથી ફાળો અપાવો."*

📚 તલકશી ગુરુજીની દુનિયા જુદી હતી. પણ.. એ સંઘના ભાઈઓને લઈ સંઘના પ્રમુખશ્રી લક્ષ્મીચંદજી કોઠારીની ઓફીસે આવ્યા. *પણ.. દાદરો ચડતા જ એમને securityએ અટકાવ્યા.* ને પૂછપરછ કરીને છેલ્લે કહ્યું, *"ऐसे तो हम किसी को छोड़ते नहीं है, फिर भी.. आप अपना नाम कागज़ में लिख दो। अगर शेठजी ने हां कहा, तो आपको छोड़ेंगे।"* તલકશી ગુરુજીએ કાગળમાં પોતાનું નામ લખ્યું. Securityએ કાગળ Officeમાં આપ્યો.

📚 *સમસ્ત બેંગ્લોર શહેરના અગ્રણી, ને જૈન સંઘના સર્વમાન્ય સમર્થ પ્રમુખ શ્રી લક્ષ્મીચંદજી. જેમને મળવા કલાકો ઊભા રહેવું પડે. એમણે જ્યાં "તલકશી ગુરુજી" વાંચ્યું...*


-------------------------------------------------------
_એક મિનિટ_
_*થોડુંક કડક ને કડવું સત્ય લખી દઉં. જેને પરમાત્માએ હજારો જિનાલયો, ને લાખો જિનબિંબો, ને હજ્જારો ગુરુ ભગવંતો આપ્યા છે.. એ ગુજરાત-મહારાષ્ટ્ર ને મારવાડ નો'તુ, એ બેંગ્લોર હતું.*_
-------------------------------------------------------


📚 કથા - *એટલે "તલકશી ગુરુજી" વાંચતા જ.. સંઘના સિંહ ગણાતા શ્રી લક્ષ્મીચંદજી કોઠારી ઊભા થઈ ગયા.* ને બોલ્યા, *"अरेरे! आपने उनको रोका क्यों?"* Security કહે, *"सा'ब! अभी बुलाके आता हु।"* પણ... *લખતાં'ય મન ભીનું બની જાય, એ પોતે ધડધડ દાદરો ઊતરી ગયા! ને આવીને સીધા જ પંડિતજીને પગે પડ્યા.* ને કહ્યું, *"पंडितजी! पधारिए, मेरी ऑफिस को पावन कीजिए।"*

📚 બધા ઓફીસમાં આવ્યા ને કોઠારીજીએ કહ્યું, *"गुरूजी! आप यहाँ पे बैठिए।"* તલકશી ગુરુજી કહે, *"શેઠ! એ તમારી ખુરશી છે. અમે અહીં ખુરશીઓ પર બેસીએ છીએ."* એ વખતે સંઘપ્રમુખના હોદ્દાને દેવતાઈ ફૂલોનો હાર ચઢયો હોય એવા શબ્દો સંઘપ્રમુખ બોલ્યા કે, *"गुरूजी! आप तो हमारे उपकारी हो। हमें और हमारे बच्चो को आप ही सम्यग्ज्ञान दे रहे हो। संघ के भविष्य को आप ही तो शिक्षा दे रहे हो। आप हमारे ऊपर हो।"*

📚 ને.. સંઘપ્રમુખ લક્ષ્મીચંદ કોઠારીએ બંન્ને હાથે તલકશી ગુરુજીને ખુરશી પર બેસાડી દીધા. ને સાઈડની chair પર બાજુમાં પોતે બેઠા. ને બોલ્યા, *"पंडितजी मुझे बुला लेना था। आपने यहाँ आने की तकलीफ क्यों ली?"* વાત તો ઘણી થઈ. પણ.. તલકશી ગુરુજીનો આ દબદબો, આ માન-મરતબો જોઈ... આવેલા સંઘના આગેવાનો શર્મિંદા થઈ ગયા. *મનમાં guilty અનુભવ્યું કે, આપણે આપણાને જ under estimate કરતા હતા.* સંઘપ્રમુખે કહ્યું, *"गुरूजी! आप जो कहोगे वो हो जाएगा।"* ને V.I.P. સરભરા કરીને નીચે સુધી મૂકવા આવ્યા.
_*કથા તો પૂરી કરીએ. પણ.. સમ્યગ્‌જ્ઞાનદાતાનો મોભો ને માન આપણે જાળવીયે. એની ગરિમાને વધાવીએ, વધારીએ. તો જ બાળકોમાં ધાર્મિક જ્ઞાનદાતા પ્રત્યે બહુમાન વધશે, આજ્ઞાંકિતપણું આવશે. પાઠશાળાના ગુરુજીના રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ જેવા આદરમાન.. સંઘને માટે ઉન્નતિકારક બનશે.*_

છેલ્લે.. સમજાય, તો થોડામાં ઝાઝુ..
_*સમ્યગ્‌જ્ઞાનદાતાને બનાવો નિશ્ચિંત,*_
_*જિનશાસનમાં સૂર્યોદય થશે નિશ્ચિત!*_


*हमारे बचपन में 3G 4G नहीं होते थे,*
*सिर्फ गुरूG होते थे,*
*एक ही थप्पड़ में नेटवर्क पकड़ा देते थे!*


✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top