ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story

Motivational Story 75

-------------------------------------------------------
_વાંચો, સપરિવાર.. જીવદયાની સુકૃતશાળાનો એક જૈન શ્રેષ્ઠીએ કરેલો શિલાન્યાસ..._
-------------------------------------------------------

_*સત્ય ઘટના*_

*અજાણતા'ય મોઢામાં મૂકેલો ગોળ મોઢાને મીઠું કરે જ. અજાણતા'ય રોપાયેલું ગુલાબનું બીજ આંગણાને સુગંધિત કરે જ. અજાણતા'ય થયેલું સુકૃત્ય જિંદગીને ધન્ય બનાવી દે છે. ક્યારેક એ સુકૃતશાળા બની અનેકોની જિંદગીમાં કર્તવ્યના શુભકાર્યના પાઠ ભણાવનારી પાઠશાળા બની જાય છે.* એક આવી જ સુકૃતશાળાનું નિમિત્ત બનેલા સુકૃતની સત્યઘટના..

🐄 *મહેસાણાની પાસે આવેલું નાનકડું લીંચ ગામ. સુંદર જિનાલય-ઉપાશ્રય, ને સમૃદ્ધ જ્ઞાનભંડાર, ને ભક્તિવંત શ્રાવકોથી ભર્યું-ભર્યું ધર્મક્ષેત્ર. સાવ બાજુમાં ભરીભરી પાંજરાપોળ.* સક્રિય ટ્રસ્ટીમંડળે ને કાર્યકર્તાની ટીમે આવનારા સમયને લક્ષ્યમાં રાખી રૂ. 40 લાખનું ઘાસ મહેનત કરી, ફાળો કરી, ઉઘરાવી ભરી દીધુ હતું. બધું જ બરાબર ચાલી રહ્યું હતું. *ને અચાનક.. એક દિવસ પાંજરાપોળના ઘાસના ગોડાઉનમાં આગ લાગી કે લગાડી.. જે હશે તે.* બાકી..


-------------------------------------------------------
_*અનુમાન પર 100 ટકાનો સિક્કો મારતા પહેલા છદ્મસ્થ છીએ, એ ભૂલવું નહી.*_
-------------------------------------------------------


🐄 ગામ આખું દોડયું. જીવદયા તો.. સંસ્કૃતિની જીવાદોરી છે, ને જૈનશાસનની કુળદેવી છે. *સૌની અથાગ મહેનતે પાંજરાપોળના જીવો તો દાઝયા'ય નહિં. પણ.. તે છતાં 40 લાખનું ઘાસ નાશ પામી ગયું. રાખના ઢગલામાં ફેરવાઈ ગયું.* જીવો બચ્યાના આનંદે.. બળી ગયેલા ઘાસની પીડા માટે Painkillerનું કામ કર્યું. ને.. ભીના નયને એમણે આગળની તજવીજ આરંભી દીધી. *પણ.. સમસ્યા હતી, ફરી પાછા એ જ સંસ્થા ને એ જ વ્યક્તિઓ પાસે માંગવા જવા પગ કેમ ઉપડશે? પણ..


-------------------------------------------------------
_*બીજાને માટે પગ ઉપાડનારને ઉપાડવા ખુદ ભગવાન આવે છે.. એટલે કે પ્રભુકૃપા આવે છે.*_
-------------------------------------------------------


🐄 બીજે દિવસે કોઈક કંઈક આપી ગયું. ત્રીજે દિવસે કોઈક કંઈક આપી ગયું. *પણ.. દિવસ નહિ અહીં આખુ વર્ષ ખેંચવાનું હતું. ને.. પ્રભુએ કમાલ કરી.* સુકૃતશાળાનો શિલાન્યાસ આ નિમિત્તે થઈ ગયો.

🐄 *આ જ સમયે.. એક જૈન શ્રેષ્ઠીના ઘરે લગ્નનો પ્રસંગ હતો. એ મૂળ લીંચના હશે, પણ ધંધાર્થે બહાર વસેલા.* _લગ્નના પ્રસંગને ઘણીવાર માણસ લિજ્જત માણવાનો બનાવતો હોય છે, ને ઘણીવાર ઈજ્જત વધારવાનો બનાવતો હોય છે._ *આ ધર્મિષ્ઠ જૈન શેઠીયાએ પોતાના મોભાને શોભે એવો લગ્નનો ઠાઠમાઠ કર્યો.* દબદબાભેર એમણે લગ્નોત્સવ ઉજવ્યો.

🐄 *લગ્નમાં આવેલા સ્વજનો - મિત્રો ને Businessmansએ લગ્નનો ચાંદલો આપવા હોડ લગાવી.* પણ.. ત્યાં જ બધાને રોકીને આ જૈન શ્રેષ્ઠીએ કહ્યું, *''આપ બધા પધાર્યા છો, સ્વાગત છે, આનંદ છે. ખાસ તો, આપ બધા લગ્નનો ચાંદલો આપવા ઈચ્છુક છો. એ લગ્નનો ચાંદલો totally અમે પાંજરાપોળમાં આપવા ઉત્સુક છીએ. આશા છે.. અમારા નિર્ણયને આપ આવકારશો."*

🐄 ને બધાએ તાલીઓના ગડગડાટ સાથે નિર્ણયને વધાવ્યો. *ને પછી તો.. ચાંદલો આપનારાઓએ'ય ચાંદલાની ઉપર ચાર ચાંદ લગાવ્યા. ને આ સુશ્રાવક ને એનો પરિવાર ને વરરાજાએ એ જ દિવસે totally ચાંદલો લીંચ પાંજરાપોળમાં જમા કરાવી દીધો.* આખી'ય પાંજરાપોળ હસી ઊઠી. ને બીજા જ દિવસથી ભસ્મ થયેલા ગોડાઉન એની ભવ્યતાને પામવા લાગ્યા.

🐄 *સાચ્ચે જ.. બીજા માટે હાથ કે પગ ઉપાડનારને દાદા ભાર નથી લાગવા દેતા.* લીંચ પાંજરાપોળના સૂત્રધારો સ્તબ્ધ બની ગયા. ને આખો સમાજ વાહ-વાહ કરી બેઠો. *ને સપરમા દિવસે જૈન શ્રેષ્ઠીએ કરેલું આ સુકૃત.. ન જાણે કયા મુહૂર્તમાં, કયા ચોઘડીયામાં, કે નક્ષત્રમાં થયું... કે, આ સુકૃત સુકૃતશાળાનો શિલાન્યાસ બની ગયું.* ને ત્યારપછી તો લગ્નનો ચાંદલો પાંજરાપોળમાં આપવાનો સિલસિલો બની ગયો. ને પાંજરાપોળ તરતી થઈ ગઈ. અત્યારે પણ.. પ્રાયઃ લગ્નનો ચાંદલો સાંજ સુધીમાં આપવાનો રિવાજ ચાલુ રહ્યો છે.

🐄 *અજાણે, પણ.. સુકૃતશાળાના નિર્માતા આ જૈન શ્રેષ્ઠિને, એકવાર પ્રણામ કરીને, પગે લાગીને કહેજો, દીકરાને વર બનાવી જાનને નોંતરી જમાડનારા તો દુનિયામાં ઘણા જોયા. પણ.. એ દિવસે જાનવરને યાદ કરી જમાડનારો તારા જેવો શેઠીયો પહેલો જોયો! ભાઈ! ધન્યવાદ છે તને.* જીવહિંસાના પ્રસંગને જીવદયાનો સંગ કરાવી શકતો આ રિવાજ શરુ કરવા જેવો છે.


*મરું પણ માંગુ નહિ, અપને તન કે કાજ,*
*પરમારથ કારણ, માંગતા ના આવે લાજ!*


✍🏻
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top