ગુરુવાર, 16 જુલાઈ, 2020

Motivational Story

Motivational Story 10


*તુલસી ને ફૂલ આંગણાના હોય કે બગીચાના હોય, પણ.. પાણી તો બંનેને પાવું જ પડે, નહિ તો કરમાય-મુરઝાય ને મરી જાય.*

💗 *રોજ કરતા વહેલા ઓફિસેથી ઘરે આવેલા પતિને જોઈ પત્ની બોલી, "અરે વાહ! તમે આજે વહેલા આવ્યા?" ને પત્નીએ પતિની બેગ લઇ લીધી. પતિ કહે, "છોકરા ક્યાં છે?" "બે'ય ભાઈ-બેન ઉપર જ છે." "બંનેને બોલાવ." ત્યાં તો, "પપ્પા આવી ગયા" બોલતા બે'ય નીચે આવ્યા.*

💗 *બેટા! બેસો. આજે ઓફિસમાં એક અજબ ઘટના બની. આપણી ઓફિસના C.A. સાંજે ઓફિસે આવ્યા, ને મને બે ફૂલ આપ્યા. ને કહ્યું, "સર, આજે અમારે ત્યાં પૂજા હતી. પ્રભુના ચરણે ચઢાવેલા ફૂલોમાંથી આ બે ફૂલો તમારે માટે લાવ્યો છું. સર, તમે આ ફૂલ એને આપજો, જેની કાર્યશક્તિ તમને પ્રબળ લાગતી હોય. ને જેની પર તમને નાઝ હોય એને આપજો. આ પ્રભુના પુષ્પો છે."*

💗 *બેટા! આ ફૂલોને જોતા-જોતા હું એટલો વિચારે ચઢી જતો કે, ઓફિસના સ્ટાફે કહ્યું, "સર, આજે ઊંડા વિચારમાં ડૂબેલા લાગો છો." બેટા, ઓફિસ એ લોકોને બંધ કરવા કહી, હું આજે વહેલો આવ્યો. એનું કારણ, આ ફૂલો આવ્યા ત્યારથી, તમે ખૂબ યાદ આવવા લાગ્યા.*

💗 *આખા રસ્તે ગાડીમાં'ય બસ તમારો જ વિચાર આવતો રહ્યો. આ ફૂલો તમને આપવા જલ્દી ઓફિસથી આવી ગયો. બેટા! આમ તો ઓફિસના કામના હિસાબે હું તમારી પર પૂરતું લક્ષ્ય નથી આપી શકતો. તમારી જોડે બોલવાનું પણ ક્યારેક ઓછું-વત્તુ બને. તમારો સામાન વેરણ-છેરણ પડ્યો હોય, બુટ બરાબર ન મૂક્યા હોય, તો હું તમને લડુ છું, વઢુ છું. ગુસ્સે થાઉં છું.*

💗 *પણ બેટા! આ ફૂલ આવ્યા, ને મને વિચારો આવવા લાગ્યા, મારા જીવનનો સૌથી મોટો હિસ્સો તમે છો. બેટા! સાચું કહું, તમારી મમ્મી પછી આ દુનિયામાં સૌથી વધુ વ્હાલા તમે જ બે છો. મને તમારી શક્તિ પર ભરોસો છે. તમારી પર મને ગર્વ છે, નાઝ છે. બેટા! હું તમને ચાહું છું.*

💗 *પછી.. હોઠ બંધ થયા, ને આંખ ચાલુ થઇ! યુવાન દીકરો ને દીકરી સ્તબ્ધ બની ગયા. દીકરા-દીકરી ધ્રુસકે-ધ્રુસકે રડવા માંડયા. દીકરો બોલ્યો, "પપ્પા! હું કેટલાય વખતથી આપઘાતના વિચારો કરતો હતો. કદાચ કાલે હું ન હોત. પપ્પા મને રોજ થતું તમને હું આવડત વગરનો લાગુ છું. મને કશું જ નથી આવડતું, એમ તમે માનો છો."*

💗 *ત્યાં તો દીકરી બોલી, "પપ્પા! હું ઘણીવાર રડતી. મને લાગતું કે, તમને હું વધારાની છું. તમે મને ચાહતા જ નથી. પપ્પા! Sorry, I love you." ને દીકરા-દીકરી 12-13 વર્ષ પાછળ જઈ પપ્પાને ભેટી પડયા. પત્ની બોલી,"આજે મને લાગે છે, ઘરમાં મારું કોઈ છે. તમારું બોલેલું એ વાક્ય હવે પછીની મારી જિંદગીની બધી જ પળોને અમૃતમયી બનાવી જશે."*

_*આ લોકડાઉનનો સમય છે. જિંદગીના 12 વર્ષ.. 22 વર્ષ.. 42 વર્ષમાં કે 52 વર્ષમાં ભેગા નહિ રહ્યા હો, એટલો સમય કે એટલા બધા દિવસોથી ભેગા રહો છો! આ લોકડાઉનનો આભાર માનો કે એને ભાર માનો, પણ આ નાનકડી કથા ઘણી બધી મનની વ્યથાને હરી જશે. રે... એથી આગળ, જિંદગીને હળવી કરી જશે, હસતી કરી જશે!*_

_*થોડીક ભીતરની લાગણીને વ્યક્ત કરો. ઘરના આંગણાની તુલસી માટે કે ઘરના ક્યારાના ફૂલ માટે, જો જો.. મોડા ન પડાય ને મોળા પણ ન પડાય!*_

યાદ રહે,
_*દરેક ફેમિલીમાં સમસ્યા તો હોય જ છે,*_
_*પણ તેઓ ખુશનસીબ છે, જેઓને Family હોય છે!*_
F = Father
A = and
M = Mother
I = I
L = Love
Y = You

*✍🏻 લેખક*
*પૂ.ગુરુદેવ આ.શ્રી યશોવર્મસૂરિ મહારાજ*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top