બુધવાર, 15 જુલાઈ, 2020

Mukhdu Tamaru joi Prabhuji મુખડુ તમારુ જોઈ પ્રભુજી

Mukhdu Tamaru joi Prabhuji Lyrics


મુખડુ તમારુ જોઈ પ્રભુજી સૂર્ય ચંદ્ર શરમાય
કે પ્રભ તને ખમ્મા. . . . ખમ્મા. . . . 

વામાં માતાના લાલને જોઈ મન સૌ ન હરખાય
કે પ્રભુ તને ખમ્મા. . . . ખમ્મા. . . . 

હે નાથ વીતરાગી રે , હે નાથ ઉપકારી રે 
શંખેશ્વર ધામે ચાલો જઈએ રે લોલ 
પાશ્વૅ પ્રભુના દર્શન સાથે કરીએ રે લોલ 
વીતરાગનું શાસન અમે પામ્યા રે લોલ 
પા‌શ્વ પ્રભુના દર્શન સાથે કરીએ રે લોલ 
જય પારસનાથ . . . , જય પારસનાથ ( ૨ ) બોલીએ રે લોલ 

શંખેશ્વરમાં ભક્તિ કરવા ભક્તો ભેગા થાય કે . . . 
પાર્શ્વ પ્રભુને માથે મુગટ શોભતો રે લોલ 
કાને કુંડળ પ્રભુજી છે તને શોભતા રે લોલ 
ફુલડા કેરી આંગી તને શોભતી રે લોલ 
ભક્તિ કરતાં હૈયું મારુ નાચત રે લોલ જય . . 
જય પારસનાથ . . . . જય પારસનાથ ( ૨ ) . બોલીએ રે લોલ 

પોષ દશમના દિવસે ભક્તો અઠ્મ કરવા જાય કે પ્રભુ . . .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top