બુધવાર, 15 જુલાઈ, 2020

Tame Aavjo Re તમે આવજો રે

Tame Aavjo Re lyrics


તમે આવજો રે શંખેશ્વર મુકામે
મારા પાર્થપ્રભુના નામે લખજે કાગળિયા 
એમાં છાંટજો રે તમે કેશરના છાંટણીયા 
એમાં કંકુના છાંટણીયા લખજો કાગળિયા 

પાર્થ પ્રભુની આંગી રચજો લઈને તાજા ફૂલ 
આંગી એવી સુંદર રચજો થાય નહિ રે ભૂલ 
આંગી શોભતી રે તમે મંદિરીયા શણગારો 
એમાં દીવડાઓ પ્રગટાવો . . . . લખજો કાગળિયાં 
તમે આવજો રે . . . 

સોના રૂપાના ફૂલડે આજે પાર્થપ્રભુને વધાવો 
સાચાદેવની ભક્તિ કરવાં શંખેશ્વરમા આવો
થે થે નાચો રે તમે પાર્થપ્રભુના દ્વારે 
એની ભક્તિના આધારે . . . . લખો કાગળિયા 
તમે આવજો રે . . . . 

અવસર આ સુંદર આવ્યો હેતથી ઉજવજો
દુર્લભ છે આ માનવભવ આ વાતનો વિસરજો
ભક્તિભાવથી રે તમે માનવતા મહેકાવો 
પ્રભુ પાર્શ્વના ચરણોમાં આવો . . . . લખજો કાગળિયા
તમે આવજો રે . . . .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top