Shatrunjay Vale Adinath Dada Lyrics
શેત્રુંજય વાલે આદિનાથ દાદા
આવ્યો છું તારે દ્વારે પ્રભુજી
હૈયામાં ભક્તિ આંખોમાં આંસુ
મનમાં મુક્તિની લગની છે ભારી . . . .
શંખેશ્વરવાલે પારસનાથ દાદા
આવ્યો છું તારે દ્વારે પ્રભુજી
શ્રદ્ધા ભરી છે હૈયે અમારા
અઠ્ઠમ તપનો મહિમા છે ભારી . . . .
ગિરનારવાલે નેમિનાથ દાદા
આવ્યો છું તારે દ્વારે પ્રભુજી
અમારા જીવનમાં શુધ્ધિ લાવી
અમને ઉતારો ભવજલપારી . . . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો