Prabhu Tu Gadu Maru Kya Lai Jay
પ્રભુ તું ગાડું મારુ ક્યા લઈ જાય
કાંઈ ન જાણું ( ૨ )
સુખ અને દુઃખના પૈડા ઉપર ગાડુ મારુ હાલ્યું જાય
કદી ઊગે આશાનો સૂરજ કદી અંધારું થાય
મારી મુજને ખબર નથી ને ક્યાં મારું ઠેકાણું
કાંઈ ન જાણુ . . . .
ક્યાંથી આવ્યો ક્યાં જવાનો ક્યાં મારું ઠેકાણું
અગમ નિગમના ભેદ અગોચર મનમાં મુંઝાવાનું
હરતું ફરતું શરીર મારું પિંજરે એક પૂરાણું
કાંઈ ન જાણું . . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો