શુક્રવાર, 3 જુલાઈ, 2020

Samta Thi Dard Sahu Lyrics સમતાથી દર્દ સહુ

Samta Thi Dard Sahu Lyrics


સમતાથી દર્દ સહુ પ્રભુ એવું બળ દેજો 
મારી વિનંતી માનીને મને આટલું બળ દેજો . . 
કોઈ ભવમાં બાંધેલાં મારાં કર્મો જાગ્યા છે 
કાયાના દર્દરૂપે મને પીડવા લાગ્યા છે , 
આ જ્ઞાન રહે તાજું , એવું સિંચન જળ દેજો 
... સમતા . 

દર્દોની આ પીડા સહેવાથી મટશે નહિ 
હું કલ્પાંત કરું તોપણ આ દુઃખ તો ઘટશે નહિ , 
દુર્થાન નથી કરવું એવું નિશ્ચય બળ દેજો
 .... સમતા . 

આ કાયા અટકી છે નથી થાતાં તુજ દર્શન 
ના જઈ શકું સૂણવાને ગુરુની વાણી પાવન , 
જિનમંદિર જાવાનું ફરીને અંજળ દેજો
 ... સમતા .

નથી થાતી ધર્મક્રિયા એનો રંજ ઘણો મનમાં 
દીલડું તો દોડે છે પણ શક્તિ નથી તનમાં , 
મારી હોંશે પૂરી થાએ એવા શુભ અવસર દેજો
... સમતા . 

છોને આ દર્દ વધે , હું મોત નહીં માગું 
વળી , છેલ્લા શ્વાસ સુધી હું ધર્મ નહીં ત્યાગું , 
રહે ભાવ સમાધિનો એવી અંતિમ પળ દેજો 
... સમતા .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top