શુક્રવાર, 3 જુલાઈ, 2020

Maru Aaykhu Khute Lyrics મારું આયખું ખૂટે

Maru Aaykhu Khute Lyrics


મારું આયખું ખૂટે જે ઘડીએ 
ત્યારે મારા હૃદયમાં પધારજો

છે અરજી તમોને બસ એટલી 
મારા મૃત્યુને સ્વામી સુધારજો . 

જીવનનો ના કોઈ ભરોસો . ... દોડાદોડીના આ યુગમાં 
અંતરિયાળે જઈને પડું જો . ... ઓચિંતા મૃત્યુના મુખમાં 
ત્યારે મારા સ્વજન બની આવજો 
થોડા શબ્દો ધરમના સુણાવજો . 

દર્દ વધ્યા છે આ દુનિયામાં . મારે રિબાવી રિબાવીને 
એવી બીમારી જો મુજને સતાવે ... છેલ્લી પળોમાં રડાવીને 
ત્યારે મારી મદદમાં પધારજો 
પીડા સહેવાની શક્તિ વધારજો . 

જીવવું થોડુંને ઝંઝાળ ઝાઝી , એવી સ્થિતિ છે આ સંસારની 
છૂટવા દેના મરતી વેળાએ . ચિંતા મને જો પરિવારની 
ત્યારે દીવો તમે પ્રગટાવજો . 
મારા મોહ તિમિરને હટાવજો .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top