શુક્રવાર, 3 જુલાઈ, 2020

Samadhi Maran Prathana Sabha Geet પ્રાર્થના સભામાં

Samadhi Maran Prathana Sabha Geet


હે નાથ ! જોડી હાથ પાયે પ્રેમથી સૌ લાગીએ 
શરણું મળે સાચું તમારું . . . એ હૃદયથી માંગીએ ; 
જે જીવ આવ્યો આપ શરણે ... ચરણમાં અપનાવજો , 
પરમાત્મા એ આત્માને . . . શાંતિ સાચી આપજો . 
વળી કર્મના યોગે કરી . જે કુળમાં એ અવતરે 
ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી ! આપની ભક્તિ કરે , 
લક્ષ ચોર્યાસી બંધનોને . . . લક્ષમાં લઈ કાપજો 
પરમાત્મા ...

સુસંપત્તિ સુવિચારો ને સત્કર્મનો દઈ વારસો 
જન્મોજનમ સત્સંગથી કિરતાર પાર ઉતારજો , 
આ લોકને પરલોકમાં તુજ પ્રેમ રગ રગ વ્યાપજો , 
પરમાત્મા ...

મળે મોક્ષ કે સુખ સ્વર્ગનું આશા ઉરે એવી નથી
મળ્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી , 
સાચું બતાવી રૂપ શ્રીવીર હૃદયે સ્થાપજો 
પરમાત્મા ...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top