શુક્રવાર, 3 જુલાઈ, 2020

Vara Pachi Aavse Varo વારા પછી આવશે વારો

Vara Pachi Aavse Varo

વારા પછી આવશે વારો ( ૨ ) 
આજ મારો ને કાલ તારો ... ઓ ભાઈ મારા 

એકલા આવ્યા ને એકલા જવાના 
કોઈનો નથી સથવારો . . . આજ મારો . . . 
બાળ યુવાનીના રંગ બદલાશે ને 
ઘડપણ આવી ઘેરાશે ઓ ભાઈ મારા ( ૨ ) 
આ કાયામાં બેઠો એક કાળિયો 
તને થોડે થોડે ખાઈ જાશે . . ઓ ભાઈ મારા આજ મારો . . . 

સગા સંબંધી તારા જોતાં રે રહેશે 
અચાનક જમડાં લઈ જાશે , ઓ ભાઈ તને 
લાકડા ભેગું તારું લાકડું બળશે 
પછી ફાગણની હોળી થાશે . . ઓ ભાઈ મારા આજ મારો ... . 

ખોખલી હાંડલીમાં આગ મેલાશે ને 
સ્મશાને લાકડાં લેવાશે ઓ ભાઈ તારા 
ચાર જણ ભેળા મળી બાળશે તને 
પછી પંચમુખી લાડવો મેલાશે .... ઓ ભાઈ મારા આજ મારો . 

ધન જોબનનો ગર્વ ન કરીએ 
ચાર દિવસનો આ ચટકો ઓ ભાઈ મારા 
મારું મારું કરી ઓલ્યો મરી ગયો મૂરખો 
મૂવા પછી ખપ નથી તારો ... ઓ ભાઈ મારા આજ મારો ... 

જનમો જનમની કરી લે કમાણી 
ભાવનાની નિશાળે ઓ ભાઈ મારા 
પ્રભુના નામનું રટણ કરી લે 
તારા આતમાને અજવાળે ... ઓ ભાઈ મારા આજ મારો ...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top