Hu To Aa Apadalo
હું તો આ આપદાઓનો સદા ઉપહાર માનું છું
કોઈ કાંટા ગણે દુ : ખને . . . હું તો ફૂલહાર માનું છું
. . . હું તો આપદાઓને .
મળ્યા છે દર્દ કાયાને . . . મને વરદાન લાગે છે
કરમને તોડવાનું એ રીતે . . . આસાન લાગે છે
દર્દનો શાંત ભાવે હું . . . સદા ઉપકાર માનું છું
. . . હું તો આપદાઓને .
ગરીબી લાભકારી છે . . . વિચારે છે હૃદય સાચું
બચે છે પાપથી આત્મા - અમીરીમાં જે સર્જાતું
મળી ના સાહ્યબી મુજને . . . પ્રભુનો પાડ માનું છું
. . . હું તો આપદાઓને .
નથી કોઈ સ્વજન મારે . . . મને એની ખુશાલી છે .
રહે છે મન સમાધિમાં . . . મઝા જેની નિરાળી છે
ઉપેક્ષા જગ કરે મારી તો હું આભાર માનું છું
. . . . હું તો આપદાઓને .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો