સોમવાર, 29 જૂન, 2020

Mahavir No Snadesh મહાવીરનો સંદેશો

Mahavir No Snadesh 


મહાવીરનો સંદેશો એક દિન દુનિયાને સમજાશે 
શ્રદ્ધા ને અહિંસાનો ઝંડો સૃષ્ટિ પર લહેરાશે 
એક દિવસ આ અણુબોમ્બ સૌ દરિયે ડૂબી જાશે 
માનવતાનું મંગલમય ગીત જગમાં બધે ગવાશે . 
લડતી ઝઘડતી આ દુનિયાને એક દિન મહાવીર ચીંધ્યા રાહે જાવું પડશે 

પ્રભુ મહાવીરે ચીંધ્યા રાહે જાવું પડશે . 
હિંસાના તાંડવમાં રાચનારા લોકને એક દિ ' , જરૂર શરમાવું પડશે 
પ્રભુ મહાવીરે ચીંધ્યા રાહે જાવું પડશે . 

કોટિ કોટિ માનવીને માથે નિરંતર , ગાજે છે યુદ્ધનાં નગારાં 
પડીકે બંધાયેલ જીવને પળેપળ , ભડકાવતા ભણકારા 
લાખો નોંધારાનાં આંસુ નિઃશ્વાસની , આગમાં એક દિ હોમાવું પડશે 
પ્રભુ મહાવીરે ચીંધ્યા રાહે જાવું પડશે . 

વેરથી વેર શર્મ ન કદાપિ , આગથી આગ બુઝાય ના 
હિંસાથી હિંસા હણાય નહીં કોઈ દિ શસ્ત્રોથી શાંતિ સ્થપાય ના 
બોમ્બના બનાવનાર વૈજ્ઞાનિકોને , એક દિ ' , જરૂર પસ્તાવું પડશે પ્રભુ મહાવીરે ઈંધ્યા રાહે જવું પડશે . 

લાખ લાખ પ્રશ્નોના સાચા ઉકેલો , શસ્ત્રો થકી નહીં આવે 
ભીતિ બતાવે માનવીના હૈયામાં , પ્રીતિ કદી નહીં જાગે 
સત્ય અહિંસા ને શાંતિનું સંગીત , બુલંદ કંઠે ગાવું પડશે પ્રભુ મહાવીરે ચીંધ્યા રાહે જાવું પડશે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top