Bahu Asha Dhari ne Aaj
બહુ આશ ધરીને આજ તમારે શરણે આવ્યો છું
મુજ પાસ નથી કાંઈ નાથ તમારે શરણે આવ્યો છું
તમે છોડી ગયા ભર દરીયે , હવે ધીરજ ન રહેતી હેયે
મન કરતું બહું કલ્પાંત , દરશન વિણ સાંજ ઢળે છે
જીવ ધૂપ બનીને જલે છે , હવે ના તરસાવો નાથ
હવે અળગા નથી રહેવાતું , દુઃખ વિરહનું નથી સહેવાતું
સ્વીકાર કરો હે નાથ આંસુ લઈ આવ્યો નાથ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો