Dada re Dada adishwar
દાદા રે દાદા આદિશ્વર દાદા
વિનવુ છું કે પાર કરો
જનમ જનમના ફેરામાંથી
દાદા અમને પાર કરો હે દાદા અમને પાર કરો
આ સંસારે ભમતા ભમતા આવ્યો તારા દ્વારે
તું જો અમને નહીં તારે તો કોણ હલે ઉગારે
ભવજવલથી ઉધ્ધાર કરો, વિનવું છું કે પાર કરો ...
તું તારે કે ના તારે દાદા , સાથ તારો ના છોડું .
તુજને જોડ્યા હાથ આ દાદા હાથ બીજે ના જોડું
સેવક બેઠો પાર કરો, વિનવું છું કે પાર કરો ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો